LRD બોર્ડ ચેરમેનના ટ્વિટનો સ્ક્રીનશોટ એડિટ કરવો પડ્યો ભારે, થઇ આ હાલત
થોડા સમય માટેની મજાક સજાનું કારણ બની જતું હોઈ છે આવું કઈક બનાસકાંઠાના રહેવાસી દિપક ઠાકોર સાથે થયું છે. દિપકે સોશિયલ મીડિયાના ઉપયોગના બદલે દૂરઉપયોગ કરતા તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. લોક રક્ષક ભરતી બોર્ડની પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા માટે આરોપીએ લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલના ટ્વીટનો સ્ક્રીનશોર્ટ પાડીને એડિટ કર્યો. જેમાં લખાણ લખ્યું હતું કે 40થી વધુ ગુણ મà
01:26 PM Apr 15, 2022 IST
|
Vipul Pandya
થોડા સમય માટેની મજાક સજાનું કારણ બની જતું હોઈ છે આવું કઈક બનાસકાંઠાના રહેવાસી દિપક ઠાકોર સાથે થયું છે. દિપકે સોશિયલ મીડિયાના ઉપયોગના બદલે દૂરઉપયોગ કરતા તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.
લોક રક્ષક ભરતી બોર્ડની પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા માટે આરોપીએ લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલના ટ્વીટનો સ્ક્રીનશોર્ટ પાડીને એડિટ કર્યો. જેમાં લખાણ લખ્યું હતું કે 40થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. જેને લઈને ઉમેદવારમાં ખોટો મેસેજ ગયો હતો. ત્યારબાદ આરોપી શોધમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચ કામે લાગ્યું. સાયબર ક્રાઇમ બ્રાન્ચે વાયરલ થયેલ મેસેજને આધારે તમામ શંકાસ્પદ સોશિયલ મીડિયા આઈડીની તાપસ કરી. એક પછી એક whatsapp ગ્રુપના એડમીનનો સંપર્ક કરીને તપાસ કરી હતી. સાયબર ક્રાઇમની તપાસના અંતે આરોપી બનાસકાંઠાનો દિપક ઠાકોર હોવાનું સામે આવ્યું હતું.
દિપક BSC સેમેસ્ટર 6 અભ્યાસ કરે છે અને તેમણે પણ LRDની પરીક્ષા આપી હતી. LRDની પરીક્ષામાં ઉમેદવારો આ પ્રકારનો મેસેજ વાંચીને ઉત્સાહી થાય અને ગેરમાર્ગે દોરાય તેમજ ઉમેદવારોમાં ચર્ચાનો વિષય બનાવવાના ઉદ્દેશથી આ ખોટો મેસેજ વાયરલ કર્યું હોવાનું સાઇબર ક્રાઇમ સમક્ષ દિપકે કબુલ્યું છે.
Next Article