Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડોદરામાં યુવતી સાથે દુષ્કર્મ , યુવતીને ફોસલાવી, હોટલમાં લઇ જઇને ગુજાર્યો બળાત્કાર

31 ડિસેમ્બરની આગલી રાત્રે જ્યારે લોકો નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ માં વ્યસ્ત હતા ત્યારે એક લાચાર યુવતી ચિખી ચીખીને મદદ માટે ગૂહાર લગાવી રહી હતી પરંતુ કમનસીબે યુવતી ની મદદે કોઈ ન આવ્યું અને એક વિધર્મી યુવકે આ યુવતી ને પોતાની હવસ નો શિકાર બનાવી પિખી નાખી.અને ડીજે ના ઘોંઘાટ વચ્ચે આ યુવતી ની ચિખો દબાઈ ગઈ.યુવતીને ફોસલાવીને ઘરેથી ઉઠાવી ગયો એક તરફ નવા વર્ષ ને આવકારવા નાગરિકો ઉત્સુક હતા ચà
10:29 AM Jan 01, 2023 IST | Vipul Pandya
31 ડિસેમ્બરની આગલી રાત્રે જ્યારે લોકો નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ માં વ્યસ્ત હતા ત્યારે એક લાચાર યુવતી ચિખી ચીખીને મદદ માટે ગૂહાર લગાવી રહી હતી પરંતુ કમનસીબે યુવતી ની મદદે કોઈ ન આવ્યું અને એક વિધર્મી યુવકે આ યુવતી ને પોતાની હવસ નો શિકાર બનાવી પિખી નાખી.અને ડીજે ના ઘોંઘાટ વચ્ચે આ યુવતી ની ચિખો દબાઈ ગઈ.
યુવતીને ફોસલાવીને ઘરેથી ઉઠાવી ગયો 
એક તરફ નવા વર્ષ ને આવકારવા નાગરિકો ઉત્સુક હતા ચારે તરફ નવા વર્ષ ની ઉજવણી ને લઈને તડામાર તૈયારીઓ ચાલતી હતી તેવામાં વડોદરા શહેર ની એક યુવતી વિધર્મી યુવક ની હવસ નો શિકાર બની અને તેની મદદ માટે ની ચિંખો ડીજે ના ઘોંઘાટ વચ્ચે દબાઈ ગઈ,આ વાત છે સંસ્કારી નગરી કહેવાતા વડોદરા શહેર ની,,,એક પુખ્ત વય ની યુવતીને 30 મી ડીસેમ્બર રાત્રિ ના સુમારે સોશિયલ મીડિયા પર થયેલી મિત્રત નો વિશ્વાસ અને નવા વર્ષની ભેટ માં મળ્યું અપહરણ અને બળાત્કાર,સોશિયલ મીડિયા પર એક વિધર્મી યુવક સાથે સંપર્ક માં આવ્યા બાદ આ યુવક ની હિંમત એ હદે ખુલી કે તેણે  યુવતીને મિત્ર ની મદદ થી તેના ઘરે થી પટાવી ફોસલાવી ને ઉઠાવી લીધી અને બાદ માં એકલતા નો લાભ લઇ ડરાવી ધમકાવી ને પોતાની હવસ નો શિકાર બનાવી

વિધર્મી યુવકની ધરપકડ 
 અપહરણ અને બળાત્કાર નો ભોગ બનેલા લાચાર યુવતી શરૂઆત માં તો ડઘાઈ ગઈ પરંતુ પરિવાર ની મદદ થી હિંમત જૂટવી 31 ડિસેમ્બર ના રોજ બળાત્કારી વિધર્મી યુવક વિરૂદ્ધ સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.સયાજીગંજ પોલીસે ઘટના ની ગંભીરતા જોતા ત્વરિત કાર્યવાહી હાથધરી અને ફરિયાદ નોંધાયા ના ગણતરી ના કલાકો માં બે વિધર્મી યુવકો ની ધરપકડ કરી. સયાજીગંજ પોલીસે હવસખોર ફૈઝલ ઘાંચી ની ધરપકડ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે ફૈઝલ પોતે હિન્દુ યુવતીઓ પ્રત્યે ઘીન ભાવના ધરાવતો હોવાનું સામે આવ્યું છે અને તેને તેના મિત્ર ફિરોઝ વોહરા ની મદદ થી ભોગ બનનાર યુવતી નું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હોવાનું પોલીસ તપાસ માં ખૂલ્યું છે.
બન્ને આરોપીઓ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ 
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે ઝડપેલા બંને આરોપીઓ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.અને બંને આરોપીઓ ભૂતકાળ માં અનેક ગુનાઓ માં સંડોવાયેલા છે.સયાજીગંજ પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ 365,376 ગુનો દાખલ દાખલ કર્યો છે ત્યારે આ બંને આરોપીઓ છેલ્લા કેટલા સમય થી યુવતી ના સંપર્ક માં હતા અને ભોગ બનનાર યુવતી ને કેવી રીતે પોતાની જાળમાં ફસાવી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ  પોરબંદર પોલીસનો સપાટો, 65હજારનો વિદેશી દારૂ પકડાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstHindugirlIncidentLoveJihadnon-religiousRapedVadodarayouth
Next Article