Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટમાં દિવાલ પર ચિતરાયેલા કમળ દુર કરાયા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એવામાં ભાજપે પોતાના શીર્ષ નેતૃત્વના સૂચનોના આધારે તૈયારીઓ શરૂ કરી છે. પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના આદેશ બાદ રાજકોટ શહેર ભાજપ દ્વારા થોડા દિવસ પહેલા કમળ અભિયાનની શરૂઆત કરવામાંઆવી હતી અને શહેરની ખાનગી અને સરકારી મિલકતોની દિવાલ પર ભગવા રંગથી કમળના ચિત્રો દોરવામાં આવ્યા હતા.જે વિરોધ બાદ આખરે દુર કરી દેવાયા હતા. આમ આદમી પાર્ટીનો વિરોધભાà
રાજકોટમાં દિવાલ પર ચિતરાયેલા કમળ દુર કરાયા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એવામાં ભાજપે પોતાના શીર્ષ નેતૃત્વના સૂચનોના આધારે તૈયારીઓ શરૂ કરી છે. પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના આદેશ બાદ રાજકોટ શહેર ભાજપ દ્વારા થોડા દિવસ પહેલા કમળ અભિયાનની શરૂઆત કરવામાંઆવી હતી અને શહેરની ખાનગી અને સરકારી મિલકતોની દિવાલ પર ભગવા રંગથી કમળના ચિત્રો દોરવામાં આવ્યા હતા.જે વિરોધ બાદ આખરે દુર કરી દેવાયા હતા. 
આમ આદમી પાર્ટીનો વિરોધ
ભાજપના કમળ અભિયાનનો વિરોધ કરતા રાજકોટ આમ આદમી પાર્ટીએ જણાવ્યુ હતું કે આ પ્રકારે સરકારી મિલકતો પર કોઈ રાજકીય પક્ષ પોતાના પક્ષના સિમ્બોલ ન ચીતરી  શકે. આમ આદમીના વિરોધ બાદ  વિરોધનો મધપૂડો છંછેડાતા  ભાજપેરાતોરાત કેટલીક જગ્યાઓ પરથી કમળના ચિત્ર પર વ્હાઈટ વોશ કરવો પડ્યો છે.
ચિત્રનગરી ફાઉન્ડેશને પણ ધ્યાન દોર્યું 
કમળ અભિયાન હેઠળ રાજકોટ શહેર ભાજપ દ્વારા ચિત્ર નગરી કન્સેપ્ટ અંતર્ગત જેટલા પણ સ્થળોએ ચિત્રો દોરવામાં આવ્યા છે. તેમાની કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચિત્રો ઉપર કમળના ચિત્રો દોરાયાની માહિતી ચિત્ર નગરીના ફાઉન્ડર પ્રેસિડેન્ટ  જીતુભાઈના ધ્યાને આવતા સમગ્ર મામલે તેમણે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતનાઓનું ધ્યાન દોર્યું હતું. આ બાબતે આમઆદમી પાર્ટીએ પણ  વિરોધ નોંધાવતા રાતોરાત ચિત્ર નગરી કન્સેપ્ટ હેઠળ આવતા જેટલા પણ ચિત્રો પર  ભાજપે કમળનું નિશાન દોર્યુ હતુ તેના પર વ્હાઈટ વોશ કરી દેવાતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
Advertisement
Tags :
Advertisement

.