Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અંબાજી મંદિરમાં ભગવાન શિવની પાલખી યાત્રા પહોંચી, શક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રીવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે માં અંબાનુ ભવ્ય મંદિર આવેલું છે.પરંતુ અંબાજીમાં મા અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે જેમાં આજે શિવરાત્રી પર્વ હોઈ મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી શિવ મંદિરમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા. અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતàª
11:37 AM Feb 18, 2023 IST | Vipul Pandya

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રીવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે માં અંબાનુ ભવ્ય મંદિર આવેલું છે.પરંતુ અંબાજીમાં મા અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે જેમાં આજે શિવરાત્રી પર્વ હોઈ મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી શિવ મંદિરમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા. અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા છેલ્લા કેટલાય વર્ષથી શિવરાત્રીના દિવસે પાલખી યાત્રા નીકાળવામાં આવે છે. આ પાલખીયાત્રા અંબાજીના વિવિધ મંદિરમાં પહોંચે ત્યારે અનેરો સંગમ જોવા મળે છે. આજે પાલખી યાત્રા શરૂ થઈ તે અગાઉ પાલખીયાત્રા અંબાજી મંદિર ખાતે પહોંચી હતી ત્યારે ભવ્ય નજારો અંબાજી મંદિરમાં જોવા મળ્યો હતો.

અંબાજી ખાતે 12 થી વધુ શિવ મંદિર આવેલા છે
આજે મહા શિવરાત્રી પર્વ હોઈ વહેલી સવારથી જ વિવિધ શિવ મંદિરોમાં ભક્તો ભગવાન શિવની ભક્તિ કરતાં જોવા મળ્યા હતા. અંબાજી ખાતે 12 થી વધુ શિવ મંદિર આવેલા છે. અંબાજીની વાત કરવામાં આવે તો આજે મહાશિવરાત્રી પર્વના દિવસે બપોરે પરશુરામ મંદિર થી પાલખીયાત્રા શરૂ થઈ તે અગાઉ પાલખીયાત્રા ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના ભક્તો દ્વારા અંબાજી મંદિર ખાતે લઈ જવામાં આવી હતી,ત્યારે અંબાજી મંદિરમાં શિવ અને શક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો. અંબાજી મંદિરના મહારાજ દ્વારા ભગવાન શિવની પ્રતિમાને હાર પણ અર્પણ કરવામાં આવ્યો હતો. અંબાજી ખાતે પોશી પૂનમના દિવસેમા અંબા હાથી પર સવાર થઈને અંબાજી નગરની પરિક્રમા કરે છે ત્યારે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ પણ વિવિધ શિવ મંદિરો ખાતે પાલકી યાત્રા માં જોડાય છે. ત્યારે આજે અંબાજી મંદિરમાં શિવ અને શક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો અને ભક્તો અંબાજી મંદિરમાં હર હર ભોલેનો નાદ કરતા જોવા મળ્યા હતા.

ભગવાન શિવની પાલખી યાત્રા વિવિઘ શિવ મંદિરમાં પહોંચે છે 
અંબાજી ખાતે માં અંબાનાં મંદીર મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે ત્યારે અંબાજી ખાતે 12 કરતા વધુ શિવ મંદિર આવેલા છે. શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા વર્ષ દરમિયાન કેટલાય ધાર્મિક કાર્યક્રમ ઉજવવામાં આવે છે ત્યારે મહાશિવરાત્રી પર્વના દિવસે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના પ્રમુખ ઉપપ્રમુખ અને તમામ સભ્યો દ્વારા પાલખીયાત્રા નીકાળવામાં આવે છે, આ પાલખીયાત્રામાં હરિઓમ ગ્રુપ પણ જોડાય છે. અંબાજીની વાત કરવામાં આવે તો પાલખીયાત્રા પરશુરામ મહાદેવ થી નીકળી અંબાજીના મંદિરમાં પહોંચે ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પાલખીયાત્રામાં ઘોડા પણ જોડાયા હતા અને ભગવાન શિવ ની વેશભૂષામાં ભક્ત પણ જોવા મળ્યા હતા.
આપણ  વાંચો-ગણતરી માં ઉકેલાયો ચોરીનો ભેદ,50 લાખના હીરા સાથે ત્રણ આરોપી પોલીસે ઝડપી કાર્યવાહી કરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AmbajiGujaratFirstpalanquinPowerShivratritemple
Next Article