Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેરાલિયન સમાજ દ્વારા ભગવાન ઐયપ્પાની યાત્રા સબરી સ્કૂલના અયપ્પા મંદિરે પહોંચી

ભરૂચમાં અને સમગ્ર ભારતમાં ભગવાન આપવાનો ધામધૂમથી ઉત્સવ મનાવવામાં આવે છે. ભરૂચમાં રહેતા કેરાલિયન લોકો દ્વારા ભરૂચના લઈને ઐયપ્પા મંદિર સુધી ભગવાન ઐયપ્પા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં હજારોની સંખ્યામાં કેરાલીયન સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશ પહેરીને ભગવાનના અલગ અલગ રૂપ ધારણ કરીને હાથી સાથે યાત્રા કાઢે છે.ભગવાન ઐયપ્પાનું વિશેષ મહત્વ રહ્યું છે. વિષ્ણુ ભà
કેરાલિયન સમાજ દ્વારા ભગવાન ઐયપ્પાની યાત્રા સબરી સ્કૂલના અયપ્પા મંદિરે પહોંચી
ભરૂચમાં અને સમગ્ર ભારતમાં ભગવાન આપવાનો ધામધૂમથી ઉત્સવ મનાવવામાં આવે છે. ભરૂચમાં રહેતા કેરાલિયન લોકો દ્વારા ભરૂચના લઈને ઐયપ્પા મંદિર સુધી ભગવાન ઐયપ્પા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં હજારોની સંખ્યામાં કેરાલીયન સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશ પહેરીને ભગવાનના અલગ અલગ રૂપ ધારણ કરીને હાથી સાથે યાત્રા કાઢે છે.
ભગવાન ઐયપ્પાનું વિશેષ મહત્વ રહ્યું છે. વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ લીધું હતું ત્યારે આ મોહિનીના રૂપથી ભગવાન શિવ મોહિત  થયા હતા. મોહિની અને ભગવાન શિવના મિલનથી એક  પુત્રનો જન્મ થયો હતો. તે પુત્ર  ઐયપ્પા ભગવાન ના નામે ઓળખાય છે . અયપ્પા ભગવાનને શબરીમાલા સ્થિત પંપાન નદીના કિનારે છોડી દેવામાં આવેલ ત્યારે ત્યાંના રાજા દ્વારા ભગવાન ઐયપ્પા ને ગોદ લીધેલા હતા.
પરંતુ ભગવાન ઐયપ્પા મહેલમાં રહેવાનું પસંદ ન હોવાથી તેઓ મહેલ છોડીને શબરીમાલા ની પહાડીઓ ઉપર જઈને રહેવા લાગેલ અને બ્રહ્મચર્યનું પાલન કરીને તેઓએ તપસ્યા કરી હતી. કેરળના શબરીમાલા સ્થિત ભગવાન ઐયપ્પાનુ મંદિર આવેલ છે અને આ મંદિર વર્ષ માં માત્ર બે જ વાર ખૂલે છે .અને ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે.
જેને લઇને સમગ્ર ભારતમાં જેટલા પણ સબરિધામ ના મંદિરો આવેલા છે તે મંદિરોમાં સબરીમલા મંદિરની જે યાત્રા નીકળે છે તેજ પ્રકારે  ભગવાન ઐયપ્પાની યાત્રા કાઢવામાં આવે છે અને ભરૂચમાં પણ વસતા કેરેલીયન સમાજ દ્વારા ભગવાન અયપ્પા ની ભવ્ય શોભાયાત્રા કશક સર્કલથી જાડેશ્વર નજીકના શબરીધામ અયપ્પા મંદિર ખાતે પહોંચી હતી જ્યાં ભગવાન ઐયપ્પાની પૂજા અર્ચના કરવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.