Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવનીત રાણાના કેસમાં લોકસભાની કમિટીએ મહારાષ્ટ્રના મુખ્ય સચિવને પાઠવ્યું સમન્સ

મહારાષ્ટ્રના અમરાવતીથી સાંસદ નવનીત રાણાની ધરપકડના કેસમાં લોકસભાની સમિતિએ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ અને DGPને સમન્સ પાઠવ્યા છે.નવનીત રાણા કેસમાં લોકસભાની વિશેષાધિકાર સમિતિએ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ મનુ કુમાર શ્રીવાસ્તવને સમન્સ પાઠવ્યું છે. કમિટીએ તેમને 15 જૂને હાજર થવા માટે કહ્યું છે. વિશેષાધિકાર સમિતિએ મહારાષ્ટ્રના DGP રજનીશ સેઠ, મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે અને ભાયખલા જેલના અà
નવનીત રાણાના કેસમાં લોકસભાની કમિટીએ મહારાષ્ટ્રના મુખ્ય સચિવને પાઠવ્યું સમન્સ
મહારાષ્ટ્રના અમરાવતીથી સાંસદ નવનીત રાણાની ધરપકડના કેસમાં લોકસભાની સમિતિએ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ અને DGPને સમન્સ પાઠવ્યા છે.
નવનીત રાણા કેસમાં લોકસભાની વિશેષાધિકાર સમિતિએ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ મનુ કુમાર શ્રીવાસ્તવને સમન્સ પાઠવ્યું છે. કમિટીએ તેમને 15 જૂને હાજર થવા માટે કહ્યું છે. વિશેષાધિકાર સમિતિએ મહારાષ્ટ્રના DGP રજનીશ સેઠ, મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે અને ભાયખલા જેલના અધિક્ષક યશવંત ભાનુદાસને પણ સમન્સ પાઠવ્યા છે.
તાજેતરમાં નવનીત રાણાએ આ તમામ લોકોના નામ પ્રિવિલેજ કમિટીની સામે લીધા હતા. તેણે દરેક પર ગેરવર્તન કરવાનો અને તેમને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. આ બેઠક દરમિયાન નવનીત રાણાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને સાંસદ સંજય રાઉતનું નામ પણ લીધું હતું.
ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રના અમરાવતીથી સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની મુંબઈ પોલીસે 23 એપ્રિલે ધરપકડ કરી હતી. અગાઉ, રાણા દંપતીએ જાહેરાત કરી હતી કે તેઓ મુંબઈમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરશે. તેમની ધરપકડ બાદ, 4 મેના રોજ મુંબઈની વિશેષ અદાલત દ્વારા દંપતીને જામીન આપવામાં આવ્યા હતા.
ધરપકડના મામલામાં નવનીત રાણાએ 23 મેના રોજ કમિટી સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. આ પછી તેણે કહ્યું હતું કે, "મેં કમિટી સમક્ષ મારો પક્ષ રજૂ કર્યો અને તેમની સાથે તમામ વિગતો શેર કરી. કેવી રીતે મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને મારી સામે જાતિવાદી ટિપ્પણી કરવામાં આવી. મેં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીથી લઈને મુંબઈ પોલીસ કમિશનર સુધીના દરેકના નામ લીધા છે.
Advertisement
Tags :
Advertisement

.