Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચમાં સામાન્ય વરસાદમાં ઊભરાતી ગટરથી સ્થાનિક પરેશાન

ભરૂચ શહેરમાં સામાન્ય વરસાદી ઝાપટામાં ભરૂચ નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ છતી થઇ જાય છે. ફાટા તળાવ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં ઉભરાતી ગટરોના પ્રદૂષિત પાણી સાથે રસ્તા ઉપર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નગરપાલિકાની ગટરની કામગીરી પણ ગોકુળ ગતિએ ચાલતા ચોમાસાની ઋતુમાં લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ભરૂચના ફાંટા તળાવથી ફુરજા ચાર રસ્તા સુધીની ગટર લà
ભરૂચમાં સામાન્ય વરસાદમાં ઊભરાતી ગટરથી સ્થાનિક પરેશાન
ભરૂચ શહેરમાં સામાન્ય વરસાદી ઝાપટામાં ભરૂચ નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ છતી થઇ જાય છે. ફાટા તળાવ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં ઉભરાતી ગટરોના પ્રદૂષિત પાણી સાથે રસ્તા ઉપર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નગરપાલિકાની ગટરની કામગીરી પણ ગોકુળ ગતિએ ચાલતા ચોમાસાની ઋતુમાં લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. 
ભરૂચના ફાંટા તળાવથી ફુરજા ચાર રસ્તા સુધીની ગટર લાઈનની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે પરંતુ આ કામગીરી ગોકુળ ગતિએ ચાલતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અત્યારે અધુરી કામગીરીના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આજે સવારના સમયે સામાન્ય વરસાદ વરસતા જ વિસ્તારમાં નર્કાગારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.  ગટરનું પ્રદૂષિત પાણી જાહેર માર્ગો પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. રાહદારીઓએ પોતાના કપડા ઊંચા કરીને ગટરનાં પ્રદૂષિત પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો
જાહેર માર્ગો ઉપરથી પસાર થતાં પ્રદૂષિત પાણીમાંથી લોકોએ પસાર થવાનો વારો આવ્યો છે ત્યારે ભરૂચ નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ પ્રથમ વરસાદમાં છતી થઇ ચૂકી છે. કાયમ દર ચોમાસે ફાટા તળાવ વિસ્તારમાં ગટરનાં પ્રદૂષિત પાણી સામાન્ય વરસાદમાં પણ જાહેર માર્ગો ઉપરથી રઝળતા જોવા મળતા હોય છે અને રાબેતા મુજબ ફાંટા તળાવ વિસ્તારમાં ગટરનાં પ્રદૂષિત પાણી જાહેર માર્ગો પર સામાન્ય વરસાદમાં ફરી વળતા લોકોને દુકાનદારોને વેપારીઓને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે ભરૂચ નગર પાલિકા વહેલી તકે કાંસની સફાઈ બરાબર કરાવે અને વિકાસની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાના પ્રયાસો કરે તે જરૂરી છે. 
Advertisement
Tags :
Advertisement

.