Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડોદરા પાલિકાના મ્યુનિ.બોન્ડનું BSEમાં લિસ્ટિંગ,CM પણ હાજર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિ.બોન્ડનું લિસ્ટિંગ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે  યોજાયેલા ભવ્ય સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે  કરવામાં આવ્યું હતું. 7.15 ટકાના ટકા કુપન રેટ ઓફર કરતા આ મ્યુનિ. બોન્ડ થી એકત્રિત થયેલા 100 કરોડ રૂપિયા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્માર્ટ સિટી પ્રોજેક્ટમા અમૃત સ્કીમ હેઠળ 14 અલગ-અલગ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્à
05:09 AM Mar 30, 2022 IST | Vipul Pandya
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિ.બોન્ડનું લિસ્ટિંગ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે  યોજાયેલા ભવ્ય સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે  કરવામાં આવ્યું હતું. 7.15 ટકાના ટકા કુપન રેટ ઓફર કરતા આ મ્યુનિ. બોન્ડ થી એકત્રિત થયેલા 100 કરોડ રૂપિયા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્માર્ટ સિટી પ્રોજેક્ટમા અમૃત સ્કીમ હેઠળ 14 અલગ-અલગ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં વપરાશે. 
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે હું બીએસઇમાં બીજી વાર આવ્યો છું. ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન છે અને ગુજરાતના શહેરો ગુજરાતના વિકાસના ગ્રોથ એન્જીન છે. શહેરીકરણ વધ્યું છે ત્યારે શહેરના નાગરીકોની સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સહિત સતત વિકાસના કામોનો વ્યાપ વધારવા માટે મહાનગરપાલિકાઓએ પ્રયાસો કરવા પડે છે. ટેકસની આવક અને અન્ય સંસાધનોના આધારે  ડેવલપમેન્ટના કામો કરવા પડે છે. અને ભવિષ્યના વિકાસના કામો માટે નામાંકિય સુવિધા ઉભી કરવા સરકારની નેમ છે. મોટા શહેરો અને નગરના ઇન્ફ્રાસ્ટ્રકચર માટે વડાપ્રધાને અમૃત યોજનાની દેશને ભેટ આપી છે, તથા સ્માર્ટ સિટી મિશન પણ સ્થાપ્યું છે. અમૃત મિશનમાં સરકાર સહાય આપે છે. વડાપ્રધાને શહેરોને મ્યુનિ.બોન્ડ માર્કેટ ઉભુ કરવા પ્રેરણા આપી હતી.  તેમણે કહ્યું હતું કે મ્યુનિ.બોન્ડ મહત્વના છે. અમદાવાદ અને સુરત બાદ વડોદરા ત્રીજી મહાનગરપાલીકા છે જેણે મ્યુનિ.બોન્ડ માર્કેટ ઉભુ કર્યું છે. હું તમામને અભિનંદન આપું છું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અર્બન ડેવલપમેન્ટમાં 14 હજાર કરોડ ગુજરાત સરકારે ફાળવ્યા છે. મહાનગરપાલીકા ભંડોળ માટે આત્મનિર્ભર બનશે. શહેરી વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં આત્મનિર્ભર બનવા માટે મ્યુનિ.બોન્ડ મહત્વનું બનશે. 
બીએસઇ લિસ્ટીંગના કાર્યક્રમમાં પહોંચેલા મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 
Tags :
BhupendraPatelbombaystockexchangebondGujaratFirstvadodaramuni.
Next Article