Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તબીબોની બોન્ડેડ સેવાને સિનિયર રેસિડેન્સીમાં ગણવા JDAની સ્ટ્રાઈક યથાવત

છેલ્લા ઘણા સમયથી વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં માંગણીઓ ફૂટબોલની માફક ફંગોળાય છે તેવું  જેડીએના પ્રમુખ રાહુલ ગામેતીએ જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે અગાઉ આરોગ્ય મંત્રીએ પણ અમારી માંગણી યોગ્ય ઠેરવી હતી, પરંતુ આરોગ્ય વિભાગના અધિકારીઓએ પગલા હજુ  સુધી પણ લીધા નથી. જુનિયર તબીબોની રજુઆતો સંદર્ભે રાજ્ય આરોગ્યમંત્રી  નિમિષાબેન સુથારે તેમની સાથે બેઠક થઈ હતી. આ બેઠકમાં તેમણે જુનàª
તબીબોની બોન્ડેડ સેવાને સિનિયર રેસિડેન્સીમાં ગણવા jdaની સ્ટ્રાઈક યથાવત
છેલ્લા ઘણા સમયથી વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં માંગણીઓ ફૂટબોલની માફક ફંગોળાય છે તેવું  જેડીએના પ્રમુખ રાહુલ ગામેતીએ જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે અગાઉ આરોગ્ય મંત્રીએ પણ અમારી માંગણી યોગ્ય ઠેરવી હતી, પરંતુ આરોગ્ય વિભાગના અધિકારીઓએ પગલા હજુ  સુધી પણ લીધા નથી. 
જુનિયર તબીબોની રજુઆતો સંદર્ભે રાજ્ય આરોગ્યમંત્રી  નિમિષાબેન સુથારે તેમની સાથે બેઠક થઈ હતી. આ બેઠકમાં તેમણે જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રતિનિધિઓના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી તેમજ સૌને માનવસેવાના મહાયજ્ઞમાં જોડાઈ જવા અનુરોધ કર્યો હતો. જો કે તેઓએ તેમની માંગણીને લઈને આશ્વાસન આપ્યું હતુ. જેને લઈને તબીબો સાથેની મંત્રણા પડી ભાંગી હતી અને આજે પણ તબીબો 10માં દિવસે હડતાળ પર યથાવત રહ્યા હતા. પરીણામે સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. હડતાળિયા તબીબોને IMA દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું હતુ. સિવીલ હોસ્પીટલમાં હડતાળના કારણે 600 જેટલા ઓપરેશન રદ થયા છે. ઓપરેશન રદ થતાં બહારના ડોકટર બોલાવાયા હતા. જેમાં 15 જેટલા એનેસ્થેસિયાના તબીબો બોલાવાયા હતા. જોકે રેસીડેન્ટ તબીબો પોતાની માગણીઓ પર આજે પણ યથાવત રહેતા અચોક્કસ મુદ્દતની હડતાળ આજે પણ ચાલુ રહી હતી.. 
એમડી-એમએસનો અભ્યાસ પૂર્ણ કરેલા બી.જે.મેડીકલ સહિત રાજ્યમાં આવેલી વિવિધ સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ બોન્ડેડ સેવાને સિનિયર રેસિડેન્સિમાં ગણવા માટે હડતાળનું  શસ્ત ઉગામ્યુ છે. તેમનુ કહેવું  છે કે આ મામલે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી સકારાત્મક પરિણામ મળ્યું નથી તો અગાઉ આરોગ્ય મંત્રી દ્વારા પણ માગણીને યોગ્ય ઠેરવવામાં આવી હતી પણ આરોગ્ય વિભાગના જક્કી વલણ ધરાવતા અધિકારીઓએ હજુ સુધી કોઈ પગલાં લીધા નથી. તંત્ર સમક્ષની માગણીઓને ફૂટબોલની માફક ફંગોળવામાં આવી રહી છે જેના કારણે ઉગ્ર રોષ ભભૂકી ઊઠ્યો છે અને આગામી દિવસોમાં આ મામલે આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. હવે ડોક્ટરો આ મામલે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે.
એમડી-એમસનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલા તબીબોમાં હાલ આ મામલે ભારે અજંપો પ્રવર્તી રહ્યો છે અને ડોક્ટરોના કહેવા પ્રમાણે છેલ્લા એક વર્ષથી આરોગ્ય વિભાગમાં બોન્ડને સિનિયર રેસિડેન્સિમાં ગણવા માટે રજૂઆત કરી હતી. જાે કે હજુ સુધીતેનો કોઈ ઉકેલ આવ્યો નથી જે દુઃખદ બાબત છે. દુઃખની વાત તો એ છે કે, ત્રણ વર્ષની રેસિડેન્સિમાં ૩૬ મહિનામાંથી ૧૭ મહિના કોવિડ મહામારીની વિકટ સ્થિતિમાં પણ અવિરત ફરજ બજાવી છે.
 બીજી તરફ જૂનિયર ડોક્ટર એસોસિએશનની માગણી છે કે, અમારા એક વર્ષના બોન્ડને સિનિયર રેસિડેન્સિમાં ગણવામાં આવે. આ મામલે અગાઉ રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ માગણીને યોગ્ય ઠેરવી હતી. જાે કે,આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આજદિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈ પગલાં પણ લેવામાં આવ્યા નથી. હવે અમારી ધીરજ ખૂટી રહી છે અને નાછૂટકે અમારે હડતાળ કરવાની ફરજ પડી છે.  
હાલ આ મામલે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને સરકાર તરફથી કે આરોગ્ય વિભાગ તરફથી કોઈ નિવેડો લાવવામાં નહી આવે તો આવનારા દિવસોમાં આંદોલન ઉગ્ર બનશે તેવું તબીબો જણાવી રહ્યા છે. ડોક્ટરોએ વધુમાં કહ્યું કે, અમારી માંગણીને ફૂટબોલની માફક ફંગોળવામાં આવી રહી છે,અમારી સેવાનું જાણે કે કોઈ મૂલ્ય ન હોય તેમ અમારી માગણીઓને ટલ્લે ચડાવવામાં આવી રહી છે જે દુઃખની બાબત છે.
Advertisement
Tags :
Advertisement

.