Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શરીરનું ફેટ ઓછું કરવા લેમન ગ્રાસ આપે છે ફાયદો, આવી રીતે કરો ઉપયોગ

આજના સમયની લાઈફ સ્ટાઈલમાં લોકો સ્થૂળતા, અપચો, બ્લડ પ્રેશર જેવી અનેક નાની મોટી અનેક આરોગ્યની મુશ્કેલીઓ સામે ઝઝુમે છે. આવી મુશ્કેલીઓમાંથી એક ખાસ  પ્રકારનું ઘાસ તમને છૂટકારો આપી શકે છે. લેમન ગ્રાસ એન્ટિઓક્સીડેન્ટ, એન્ટી-ઈંફ્લેમેન્ટરી, એન્ટી સોપ્ટિક અને વિટામીન Cથી ભરપુર હોય છે. જે વજન ઘટાડવાથી લઈ બીજી ઘણી મુશ્કેલીઓમાંથી છૂટકારો આપે છે. આવો જાણીએ લેમન ગ્રાસના ફાયદા...લેમન ગ્રાસના (Lemon
શરીરનું ફેટ ઓછું કરવા લેમન ગ્રાસ આપે છે ફાયદો  આવી રીતે કરો ઉપયોગ
આજના સમયની લાઈફ સ્ટાઈલમાં લોકો સ્થૂળતા, અપચો, બ્લડ પ્રેશર જેવી અનેક નાની મોટી અનેક આરોગ્યની મુશ્કેલીઓ સામે ઝઝુમે છે. આવી મુશ્કેલીઓમાંથી એક ખાસ  પ્રકારનું ઘાસ તમને છૂટકારો આપી શકે છે. લેમન ગ્રાસ એન્ટિઓક્સીડેન્ટ, એન્ટી-ઈંફ્લેમેન્ટરી, એન્ટી સોપ્ટિક અને વિટામીન Cથી ભરપુર હોય છે. જે વજન ઘટાડવાથી લઈ બીજી ઘણી મુશ્કેલીઓમાંથી છૂટકારો આપે છે. આવો જાણીએ લેમન ગ્રાસના ફાયદા...
લેમન ગ્રાસના (Lemon Grass) સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. બદલતી ઋતુમાં તેના સેવનથી ઋતુગત બિમારીઓનો ખતરો ટળે છે. લેમન ગ્રાસ એકલું જ અનેક બિમારીઓ સામે લડવા સક્ષમ છે.
પોષકતત્વોથી ભરપુર
લેમન ગ્રાસ કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, પ્રોટિન, ફેટ, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ, પોટેશિયમ, સોડિયમ, વિટામિન B6, વિટામિન C, ઝિંક, કોપર, મેગનિઝ અને વિટામિન A સહિત અનેક પોષકતત્વોથી ભરપુર છે. તે જરૂરી તત્વોનું પાવરહાઉસ માનવામાં આવે છે.
આવી રીતે કરો સેવન
જો તમારૂ વજન કંટ્રોલમાં નથી અને સ્થૂળતાનો સામનો કરી રહ્યાં છો તો લેમનગ્રાસ વજન ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે. તેના સેવનથી તમારું શરીર સરળતાથી ડિટોક્સિફાઈડ થઈ  જાય છે અને ખરાબ તત્વો યૂરિન માર્ગે શરીરમાંથી બહાર નિકળી જાય છે. જે કારણે વજન ઘટે છે. તેનો ઉપયોદ તમે આદુવાળી ચા સાથે કરી શકો છો. ડિટોક્સિફાઈ વોટર તૈયાર કરતા પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.
ચહેરાની ચમક વધશે
પેટની ગર્મીની અસર તમારા ચહેરા પર દેખાય છે. ચહેરા પર ખીલ ઉગી નિકળે છે. કેટલાક લોકોમાં એલર્જીના લીધે પણ ચહેરો ઘણો ખરાબ થઈ જાય છે. લેમન ગ્રાસના સેવનથી તમારા ચહેરા પર ચમક આવે છે.
Advertisement
Tags :
Advertisement

.