Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફ્લોર ટેસ્ટ પહેલા વિધાનસભા સ્પીકર વી.કે.સિંહાનું રાજીનામું

બિહાર વિધાનસભાના અધ્યક્ષ (Bihar Assembly Speaker) વિજય કુમાર સિંહા (Vijay Kumar Sinha) એ ફ્લોર ટેસ્ટ પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહાગઠબંધન સરકાર (Mahagathbandhan Govt) તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ (No Confidence Motion) લાવી હતી. તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ પર સવાલ ઉઠાવતા તેને ગેરકાયદે ગણાવ્યો હતો.સ્પીકર વિજય કુમાર સિંહાએ ગૃહમાં કહ્યું, હું કહેવા માંગુ છું કે તમારો અવિશ્વાસ પ્રસ્તાવ અસ્પષ્ટ છે. નવમાંથી આઠ લોકો, જેમના
ફ્લોર ટેસ્ટ પહેલા વિધાનસભા સ્પીકર વી કે સિંહાનું રાજીનામું
બિહાર વિધાનસભાના અધ્યક્ષ (Bihar Assembly Speaker) વિજય કુમાર સિંહા (Vijay Kumar Sinha) એ ફ્લોર ટેસ્ટ પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહાગઠબંધન સરકાર (Mahagathbandhan Govt) તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ (No Confidence Motion) લાવી હતી. તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ પર સવાલ ઉઠાવતા તેને ગેરકાયદે ગણાવ્યો હતો.
સ્પીકર વિજય કુમાર સિંહાએ ગૃહમાં કહ્યું, હું કહેવા માંગુ છું કે તમારો અવિશ્વાસ પ્રસ્તાવ અસ્પષ્ટ છે. નવમાંથી આઠ લોકો, જેમના પત્રો મળ્યા છે તેઓ નિયમ પ્રમાણે નથી. તેમણે કહ્યું, ખુરશી પંચ પરમેશ્વર છે. ખુરશી પર શંકા મૂકીને તમે શું સંદેશ આપવા માંગો છો? લોકો નક્કી કરશે.
જાણવા મળ્યા મુજબ  વિજય કુમાર સિંહા સરકારની રચના પછી રાજીનામું આપવા માંગતા હતા પરંતુ ધારાસભ્યોએ તેમના પર ખોટા આરોપો લગાવ્યા, જેનો જવાબ આપવા માટે તેમણે રાજીનામું આપ્યું ન હતું.
Advertisement

વિજય કુમાર સિંહાએ કહ્યું કે, સરકારે 9 ઓગસ્ટે રાજીનામું આપ્યું હતું, 10મીએ નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, નવી સરકારની રચના પછી પદ છોડી દીધું હોત, પરંતુ જાણવા મળ્યું કે મારી સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.  તેનો જવાબ આપવો એ નૈતિક જવાબદારી બની ગઈ હતી. 
Tags :
Advertisement

.