Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોંગ્રેસથી અલગ થયા બાદ ગુલામ નબી આઝાદને લશ્કર-એ-તૈયબાએ આપી ધમકી

જમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં પોતાની નવી ઇનિંગ શરૂ કરનાર કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદને આતંકવાદી સંગઠન દ્વારા ધમકી આપવામાં આવી છે. આ ધમકી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા આપવામાં આવી છે. આતંકી સંગઠને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમકીનું પોસ્ટર જાહેર કર્યું છે.કોંગ્રેસથી અલગ થયેલા નેતા ગુલામ નબી આઝાદને આતંકવાદી સંગઠન તરફથી ધમકી મળી છે. જમ્મુ અ
કોંગ્રેસથી અલગ થયા બાદ ગુલામ નબી આઝાદને લશ્કર એ તૈયબાએ આપી ધમકી
Advertisement
જમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં પોતાની નવી ઇનિંગ શરૂ કરનાર કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદને આતંકવાદી સંગઠન દ્વારા ધમકી આપવામાં આવી છે. આ ધમકી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા આપવામાં આવી છે. આતંકી સંગઠને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમકીનું પોસ્ટર જાહેર કર્યું છે.
કોંગ્રેસથી અલગ થયેલા નેતા ગુલામ નબી આઝાદને આતંકવાદી સંગઠન તરફથી ધમકી મળી છે. જમ્મુ અને કાશ્મીરમાં નવી રાજકીય ઇનિંગ શરૂ કરનાર ગુલામ નબી આઝાદને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા ધમકી આપવામાં આવી છે. આતંકી સંગઠને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમકીનું પોસ્ટર જાહેર કર્યું છે. આતંકવાદી સંગઠને પોસ્ટર બહાર પાડીને કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ગુલામ નબી આઝાદની એન્ટ્રી તુરંત જ થઈ નથી. તે સારી રીતે વિચારેલી વ્યૂહરચનાનો ભાગ છે. જે તેમણે પોતાની જૂની પાર્ટી એટલે કે કોંગ્રેસમાં રહીને નક્કી કર્યું હતું. આતંકવાદી સંગઠને કહ્યું કે, આઝાદે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બંધ બારણે બેઠક કરી હતી. 
સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરી હતી. પોસ્ટરમાં લખ્યું છે કે ભાજપ પોતાના રાજકીય એજન્ડા માટે વિસ્થાપિત કાશ્મીરી પંડિતોનો ઉપયોગ કરી રહી છે. તાજેતરમાં ગુલામ નબી આઝાદે વર્ષો સુધી કામ કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી અને નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, હાલ તેમની પાર્ટી માત્ર જમ્મુ અને કાશ્મીર પર ધ્યાન કેન્દ્રિત કરશે. કોંગ્રેસ છોડ્યા બાદ પહેલીવાર દિલ્હીથી જમ્મુ-કાશ્મીર ગયેલા આઝાદે ઐતિહાસિક જનસભા કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં એક જનસભાને સંબોધતા તેમણે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, મારું હૃદય જમ્મુ-કાશ્મીર માટે ધડકે છે. 
તેમણે કહ્યું કે, મારા માટે બધા લોકો સમાન છે. જાહેર સભામાં ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મારી નવી પાર્ટી બનાવીને કારણે કોંગ્રેસ ગુસ્સે છે. કોંગ્રેસ આજે પણ આગળ વધી શકી નથી.
Tags :
Advertisement

.

×