ભરૂચ ડભોઈને જોડતી કેનાલમાં ડભાલી નજીક મોટું ગાબડું, ખેતરોમાં પાણી ભરાયા
ભરૂચ જિલ્લામાં વરસના પ્રથમ દિવસે જ નગરજનોને જળનું સંકટ આવ્યું હોય તેમ ડભોઇ અને ભરૂચ જિલ્લાને જોડતી કેનાલમાં ડભાલી નજીક મોટું ગાબડું પડતા સંખ્યાબંધ ખેડૂતોના ખેતરોમાં જળબંબાકાર સાથે ભરૂચવાસીઓને પીવાના પાણીની અસર પણ થઈ શકે છે કારણ કે આ કેનાલ માંથી જ નગરપાલિકા દ્વારા ભરૂચવાસીઓને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે પરંતુ હાલ તો ખેડૂતોની હાલત કફોડી બની જતા ખેડૂતો મેદાનમાં ઊતર્યા છà«
ભરૂચ જિલ્લામાં વરસના પ્રથમ દિવસે જ નગરજનોને જળનું સંકટ આવ્યું હોય તેમ ડભોઇ અને ભરૂચ જિલ્લાને જોડતી કેનાલમાં ડભાલી નજીક મોટું ગાબડું પડતા સંખ્યાબંધ ખેડૂતોના ખેતરોમાં જળબંબાકાર સાથે ભરૂચવાસીઓને પીવાના પાણીની અસર પણ થઈ શકે છે કારણ કે આ કેનાલ માંથી જ નગરપાલિકા દ્વારા ભરૂચવાસીઓને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે પરંતુ હાલ તો ખેડૂતોની હાલત કફોડી બની જતા ખેડૂતો મેદાનમાં ઊતર્યા છે.
ભરૂચ જિલ્લાની ડભોઇને જોડતી કેનાલમાં ભરૂચ તાલુકાના ડભાલી નજીક મોટું ગાબડું પડ્યું છે અને આ ગાબડું અંદાજિત ૨૦મીટર પહોળું હોવાના કારણે લાખો લિટર પાણી નજીકના ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના તૈયાર પાકમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે અને અંદાજે આજુબાજુના સંખ્યાબંધ ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે ખેડૂતો કપાસ શેરડી તેમજ અન્ય પાકમાં પણ પાણી ફરી ભર્યું છે જેના કારણે ખેડૂતોનો તૈયાર પાક નષ્ટ થઈ જતા ફરી એકવાર ખેડૂતો મેદાનમાં ઉતાર્યા છે.
મોટું ગાબડું પડવાના કારણે વારંવાર કેનાલના ગાબડાના કારણે ખેડૂતો હવે મેદાનમાં ઉતાર્યા છે સાથે જ ભરૂચ શહેરમાં આજ કેનલ મારફતે ભરૂચવાસીઓને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે અને આ જ કેનલ મારફતે વાગરા દહેજ સુધી ઉદ્યોગોને પણ પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે પરંતુ ડભાલી ગામ નજીક કેનાલમાં મોટું ગાબડું પડતા પાણીનો પ્રવાહ ખેડૂતોના ખેતર તરફ વળી જવાના કારણે પાણીનો પ્રવાહ કેનાલમાં અટકી ગયો છે જેના કારણે કેટલાક ખેડૂતો સાથે ભરૂચવાસીઓને પણ પાણીનું સંકટ વરસના પ્રથમ દિવસે જ આવી પહોંચ્યું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે.
સૌથી મોટી પાણીની કેનાલમાં મોટું ગાબડું પડતા લાખો લિટર પાણી ખેડૂતોના ખેતરોમાં વહી રહ્યું છે જેના કારણે ખેડૂતોને ભર શિયાળે સંકટ આવી પહોંચ્યું છે ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે અગાઉ પણ એટલે કે દોઢ મહિના પહેલા પણ એક ગાબડું પડ્યું હતું જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું પરંતુ તાજેતરમાં જે ગાબડું પડ્યું છે તે મોટું ગાબડું હોવાના કારણે લાખો લીટર પાણી ખેડૂતોના ખેતરમાં સતત વહી રહ્યું છે જેના કારણે ખેડૂતોનો સમગ્ર પાક નષ્ટ થઈ જતા ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવી ગયો છે નર્મદા નિગમ સામે પણ ખેડૂતોએ ગંભીર રાખશે કર્યા છે સમગ્ર કેનાલ બંને તરફ ઠેકાણે જર્જરીત હોય ગાબડા તૂટી ગયા હોય પરંતુ તેની મરામત માટે કોઈપણ જાતની કાર્યવાહી ન કરાવતી હોવાના આક્ષેપો કર્યા છે.
કેનાલમાં મગરના કારણે મોટા દર બનાવ્યા હોવાના કારણે પણ ગાબડું પડ્યું તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે
આ કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે અને કેનાલમાં મગરો હોવાના કારણે મગરો દર બનાવીને વસવાટ કરતા હોય અને મગરએ બનાવેલા દરના કારણે વારંવાર ગાબડા પડતા હોય છે થોડા દિવસ અગાઉ પણ ગામડું પડે તેવી સ્થિતિ હોવાના કારણે માટીનું પુરાણ કરાયું હતું. પરંતુ તે માટેનું પુરાણ ટક્યું ન હોવાના કારણે મોટું ગામડું પડી જતા કેનાલનું સંપૂર્ણ પાણી ખેતરોમાં ફરી વળ્યા છે અને ખેતરોમાં જો મગરો પ્રવેશી જશે તો ખેત મજૂરોને પણ જોખમ ઊભું થઈ શકે તેવા આક્ષેપ ખેડૂત રોહિત પટેલે કર્યા છે
નવા વર્ષે જ ખેડૂતોએ તૈયાર કરાયેલો પાક ગુમાવવો પડ્યો
ગુડ બાય ૨૦૨૨ બાદ વેલકમ 2023 કરતા પ્રથમ દિવસે જ ખેડૂતો માટે સંકટરૂપી સાબિત થઈ ગયો છે કારણ કે નર્મદા નહેરની મોટી કેનાલમાં મોટું ગામડું ઉપાડતા ખેડૂતોના તૈયાર થયેલા પાક પર સંપૂર્ણ પાણી ફરી વળતા ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે અને વરસનો પ્રથમ દિવસ જ ખેડૂતો માટે જળ સંકટરૂપી સાબિત થઈ ગયો હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા છે.
ખેડૂતોએ પકવેલા કયા કયા પાકમાં જળબંબાકાર
ભરૂચ તાલુકાના ડભાલી સામલોદ કવિઠા સહિત આજુબાજુના ગામોમાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં તુવેર દિવેલા મગ મઠિયા શેરડી ઘઉં સહિત વિવિધ તૈયાર થયેલા પાકોમાં કેનાલમાં પડેલા ગાબડાના પાણી ફરી વળતા ખેડૂતોએ તૈયાર કરેલા પાક ઉપર જળસંકટના કારણે ખેડૂતોએ ફરી એકવાર પાઇ માલ થવાનો વારો આવ્યો છે પરંતુ ખેડૂતોએ પણ સહાયની માંગણી સાથે આંદોલનના રણસિંગાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે.
કેનાલના ગાબડાથી ખેડૂતોના તૈયાર થયેલા પાકને નુકસાન થતાં તમામ ખેડૂતો કલેક્ટર કચેરી ગજાવશે ખેડૂતો
વર્ષ ૨૦૨૩ના પ્રથમ દિવસે જ કેનાલમાં મોટું ગાબડું પડતા સોનાની લગડી સમાન તૈયાર થયેલી મહામૂલી ખેતી હજુ ખેડૂતો ના હાથમાં આવે તે પહેલા જ કેનલના ગાબડાનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા જેના પગલે લાખો કરોડો રૂપિયાની ખેતીને નુકસાન થતા ખેડૂતોએ પણ વળતરની માંગ સાથે આગામી દિવસોમાં ખેડૂતો ભરૂચ કલેકટર કચેરી ગજવી ન્યાયની આશા વ્યક્ત કરનાર હોવાની ચીમકી ઉતારી દીધી છે.
ભરૂચવાસીઓ પાણી જરા વિચારીને વાપરજો જળસંકટ આવશે
ભરૂચ નગરપાલિકાને પાણી પુરવઠો પૂરું પાડતી કેનાલમાં જ ગાબડું પડતા ભરૂચવાસીઓની ચિંતામાં વધારો થયો છે કારણ કે જ્યાં સુધી ગાબડું પુરાય નહીં ત્યાં સુધી નગરપાલિકાને પાણી પુરવઠો પૂરો પાડવો તે શક્ય નથી જેના કારણે ભરૂચ શહેર વાસીઓએ પણ શિયાળાની ઠંડી વચ્ચે પણ પાણીનો ઉપયોગ વિચારીને કરવો પડશે કારણ કે મોટું ગાબડું પડવાના કારણે ભરૂચ સહિત દહેજ અને વાગરા વિસ્તારના ખેડૂતોને પણ જળસંકટનું ગ્રહણ લાગી શકે છે કારણ કે ગામડું મોટું છે અને તેને પૂરતા અંદાજિત ચાર થી પાંચ દિવસનો સમયગાળો લાગી શકે છે જેના કારણે વર્ષ શિયાળે પણ પાણીની કરકસર કરવી પડશે.
આ પણ વાંચો - આર્મીના નામે ટિફિન મંગાવી છેતરપિંડીનો પ્રયાસ પણ વેપારીની સતર્કતાએ નુકસાન થતું અટકાવ્યું, જાણો સમગ્ર ઘટના
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement