Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લેક વ્યૂ ગાર્ડનના લેક જાળવણીના અભાવે બન્યા નર્કાગાર, ગંદકી અને મચ્છરોથી આરોગ્ય સામે ઉભુ થયું જોખમ

સુરત મહાનગર પાલિકા દ્વારા પ્રતિવર્ષ વિકાસના કામો પાછળ કરોડો રૂપિયાની ફાળવણી થાય છે.. મહાનગરપાલિકાદ્વારા વિશ્વકક્ષાની સુવિધાઓ આપવાના દાવાઓ થતા હોય છે, પરંતુ બીજી તરફ અગાઉ કરવામાં આવેલા વિકાસના કામોની યોગ્ય જાળવણી થતી નથી , કે પછી તેમની તરફ યોગ્ય ધ્યાન અપાતું નથી.. જેને કારણે જેતે વિકાસના કામ કે પછી પ્રોજેક્ટની હાલત દયનીય બની જતી હોય છે. વાત કરીએ છીએ સુરતના પુણા લેક ગાર્ડન અને પીàª
08:51 AM Feb 06, 2023 IST | Vipul Pandya
સુરત મહાનગર પાલિકા દ્વારા પ્રતિવર્ષ વિકાસના કામો પાછળ કરોડો રૂપિયાની ફાળવણી થાય છે.. મહાનગરપાલિકાદ્વારા વિશ્વકક્ષાની સુવિધાઓ આપવાના દાવાઓ થતા હોય છે, પરંતુ બીજી તરફ અગાઉ કરવામાં આવેલા વિકાસના કામોની યોગ્ય જાળવણી થતી નથી , કે પછી તેમની તરફ યોગ્ય ધ્યાન અપાતું નથી.. જેને કારણે જેતે વિકાસના કામ કે પછી પ્રોજેક્ટની હાલત દયનીય બની જતી હોય છે. વાત કરીએ છીએ સુરતના પુણા લેક ગાર્ડન અને પીપલોદ લેકવ્યૂ ગાર્ડનની. જ્યાં લેકની હાલત નર્કાગાર જેવી થઇ ચૂકી છે.  
પુણા લેક ગાર્ડન અને પીપલોદનો લેકવ્યુ ગાર્ડનના લેક ગંદકીનું ઘર બન્યા 
પુણા લેક ગાર્ડન અને પીપલોદનો લેકવ્યુ ગાર્ડનના લેક ગંધાતા નાળા જેવા બની ગયા છે...જેને કારણે લોકોમાં રોગચાળો ફેલાવવાનો ભય ઉભો થયો છે તો બીજી તરફ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું.સુરત મનપાનું તંત્ર લેક વ્યૂ ગાર્ડન્સની ગંદકી સામે આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ સ્પષ્ટ થઇ રહ્યું છે.  સુરત મહાનરપાલિકા કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા વર્ષ 2023-24ના ડ્રાફટ બજેટમાં કરાયેલી જોગવાઇઓમાં સુરતને વિશ્વકક્ષાની સુવિધા આપવા અને વર્લ્ડકલાસ પ્રોજેકટ માટે અનેક મોટી જોગવાઇ ઉમેરવામાં આવી છે. પરંતુ આ બધા વચ્ચે સવાલ એ થાય છે કે હાલમાં સુરત પાસે જે કંઇ છે જો તેની જ યોગ્ય જાળવણી ન થાય તો પછી આવનારા પ્રોજેક્ટ પર કેટલો ભરોસો રાખવો 
અનેક પ્રોજેક્ટની હાલત તંત્રની લાપરવાહીને કારણે દયનીય બનેલી છે 
સુરત શહેરમાં મોટા ભાગના પ્રોજેકટ તંત્રની લાપરવાહી અને બેદરકારીના કારણે ખંડેર બની રહ્યા છે. શહેરીજનોની સુખાકારી માટે પ્રતિવર્ષ લાખ્ખો રૂપિયાનો ખર્ચ  મહાનગર પાલિકાના ચોપડે નોંધાય છે ,છતાં લેક ગાર્ડન્સમાં તળાવ ગંધાતા ખાબોચીયા જેવા બની ગયા છે અને શાસકોને જાણે કોઈ વાતની ખબર જ ન હોય તેવું વર્તી રહ્યા છે. મોટી-મોટી વાતો અને  મોટા દાવા કરતી મહાનગર પાલિકાએ સુરતના તળાવોને પણ નિર્મળ બનાવી સ્વચ્છ સુરતનું સપનું ફરી એકવાર સાચુ કરવાની જરૂર છે.એક બાજુ પ્રજા સ્વચ્છ સુરત સુંદર સુરતની આશા રાખી રહી છે. છે. ત્યાં જ પુણા લેક ગાર્ડન અને પીપલોદનું લેકવ્યુ ગાર્ડન યોગ્ય માવજતને અભાવે ગંધાતા નાળા જેવા બની રહયાં છે. ગાર્ડનનું બંધિયાર પાણી વાસ મારી રહ્યું છે અને તળાવમાં થતા મચ્છરના ઉપદ્રવને કારણે અહી આવતા લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે.એક તરફ બજેટમાં નવા લેક ગાર્ડનો માટે જોગવાઈ કરવામાં આવી રહી છે અને જે હયાત ગાર્ડન્સ છે  તેના લેક દુર્ગંધ મારી રહ્યા છે. 
ચાર વર્ષ પહેલા પીપલોદના લેકવ્યુ ગાર્ડનના રિનોવેશન માટે લાખ્ખોની રકમ ફાળવાઇ હતી 
મહત્વ ની વાત તો એ છે કે ચાર વર્ષ પહેલા મેયર પદે અસ્મિતાબેન શિરોયા હતા ત્યારે લોકોની ફરિયાદો ઉઠતા જે તે વખતે પીપલોદના લેકવ્યુ ગાર્ડન માટે  લાખ્ખો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવાના આદેશ કરાયા હતા,અને રીનોવેશન ઓન થયું હતું, જો કે ત્યાર બાદ મેયર બદલાયા અને કમિશનર પણ બદલાયા,અને અત્યારે લેક ની એવી હાલત છે કે લેકવ્યુ ગાર્ડનમાં ગંદકીના ગંજ દેખાઇ રહયા છે.પાણીમાં જામેલી લીલ અને મચ્છરોનો ઉપદ્રવ અહી આવતા લોકો માટે માથાનો દુઃખાવો બની ગયા છે. આવું જ વરાછા ઝોનના પુણા લેક ગાર્ડનમાં પણ જોવા મળે છે. 
યોગ્ય માવજતના અભાવે સ્થિતિ ઠેરની ઠેર 
શાસકો બદલાયા અને વર્ષો સુધી પુણા તળાવનું કામ ચાલ્યું ,.એક વખત તો તળાવની દિવાલ ચાલુ કામે ધસી પડતા કામની ગુણવતા સામે પણ સવાલો ઉભા થયા હતા, જોકે જેમ તેમ કરીને અહી લેક ગાર્ડન બન્યું પરંતુ ગાર્ડન બનાવી દેવાયા બાદ આ ગાર્ડનની યોગ્ય માવજત મહાનગર પાલિકા દ્વારા કરવામાં ન આવતી હોવાનો કારણે સ્થિતિ પાછી ઠેર ઠેર જોવા મળી રહી છે,હાલ પણ આ ગંદકી થી કંટાળી સ્થાનિક લોકો આક્રોશ પૂર્ણ રીતે કહી રહ્યા છે કે આ ગાર્ડનમાં પાણી બંધીયાર બની ગયું છે. લેક ગાર્ડનમાં કોઈ ખાસ કામગીરી થતી નથી જેથી પાણી વાસ મારી રહ્યું છે અને મચ્છરોના ઉપદ્રવથી મુલાકાતીઓ સાથે આસપાસના રહીશો પણ ત્રાસી ગયા છે. આવી ગંભીર સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી ન કરાતા લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે.જે પાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ  સુરત કોર્પોરેશનના કમિશનરના બજેટ પર સ્થાયી સમિતિની મેરેથોન ચર્ચા શરૂ , પ્રસ્તાવિત વેરા વધારા પર મુકાઇ શકે છે કાપ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirsthazardhealthinfernolackLakeviewGardenmosquitoesSMCSuratSuratMunicipalCorporation
Next Article