Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'એક વિવાહ એસા ભી' વિદેશી ગોરી સાથે કાઠીયાવાડી યુવકે ફર્યા સપ્તપદીના સાત ફેરા

અમરેલી જિલ્લાના રાજુલાના જય પડિયાએ  એ 22 ફેબ્રુઆરી 2023ના રોજ રાજુલા ખાતે હિંદુ શાસ્ત્રોકત વિધિથી કેનેડાની કોલિન સાથે  લગ્ન કર્યાં.  કોલિને  પાનેતર પહેરી હાથમાં મહેંદી મુકાવીને સેથામાં સિંદૂર પૂરીને ભારતીય લગ્નવિધિ પ્રમાણે લગ્નના ચાર ફેરા ફર્યા હતા.  આ લગ્ન રાજુલા ખાતે યોજાયા હતા.  હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો હોય અને મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં લગ્નને લઈને નવી નવી  ખબર સામે આવી à
 એક વિવાહ એસા ભી   વિદેશી ગોરી સાથે કાઠીયાવાડી યુવકે  ફર્યા સપ્તપદીના સાત ફેરા
અમરેલી જિલ્લાના રાજુલાના જય પડિયાએ  એ 22 ફેબ્રુઆરી 2023ના રોજ રાજુલા ખાતે હિંદુ શાસ્ત્રોકત વિધિથી કેનેડાની કોલિન સાથે  લગ્ન કર્યાં.  કોલિને  પાનેતર પહેરી હાથમાં મહેંદી મુકાવીને સેથામાં સિંદૂર પૂરીને ભારતીય લગ્નવિધિ પ્રમાણે લગ્નના ચાર ફેરા ફર્યા હતા.  આ લગ્ન રાજુલા ખાતે યોજાયા હતા.  હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો હોય અને મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં લગ્નને લઈને નવી નવી  ખબર સામે આવી રહી છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જાય છે ઘણી જગ્યાએ વિદેશથી આવેલા વરરજા કે કન્યા ભારતીય મૂરતિયા કે કન્યા સાથે લગ્ન કરતા જોવા મળે છે. 
દરમ્યાન કેનેડાની યુવતી પોલીન  ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલાના જય પડિયા સાથે લગ્ન કર્યા છે.. બંનેના લગ્ન રાજુલા શહેરમાં હિન્દુ રીત રિવાજ મુજબ થયા હતા હિન્દુ સંસ્કૃતિએ હંમેશા વિદેશીઓને પણ આકર્ષ્યા છે ત્યારે મૂળ ભારતીય જય દિનેશભાઈ પડીયા નામના યુવક સાથે કેનેડાની પોલીન સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન હિન્દુ રીત રિવાજ મુજબ થયા છે. છેલ્લા ઘણા સમયથી કેનેડામાં સ્થાયી થયેલા જય દિનેશભાઈ પડ્યા નામનો યુવક 2018 માં અભ્યાસ અર્થે કેનેડા ગયો ત્યારે કેનેડા માં સાથે અભ્યાસ કરતી કોલિન સાથે પરિચય થયો હતો. પરિચય પ્રેમમાં પાંગર્યોને કેનેડામાં બન્નેએ જિંદગી સાથે જ વિતાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો.
પોલીનના પરિવારે પણ જય પડિયા સાથેના સંબંધોનો સ્વીકાર કરીને બન્નેના લગ્નની સંમતિ આપી. રાજુલા ખાતે 22 ફેબ્રુઆરી 2023ના રોજ રાજુલા ખાતે હિન્દુ શાસ્ત્રોકત વિધિ મુજબ કરવામાં આવ્યા હતા. કોલિનના પરિવારજનોની વિશેષ ઉપસ્થિતી વચ્ચે વિદેશી વધુ દેશી વર સાથે સાત જન્મોના બંધનમાં બંધાઈ ગઈ હતી ને લગ્ન બાદ બન્ને પતિ પત્ની ફરી કેનેડા  જવાના છે.  પણ લગ્ન ભારતીય સંસ્કૃતિ મુજબ રાજુલા માં જ કરવા આવેલા વિદેશી વધુ ને દેશી વર રાજુલા સાથે જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.