Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં પ્રથમવાર સુરતમાં લેબગ્રોન ડાયમંડ મીટ યોજાશે, દેશ-વિદેશના ટોપ લેવલના બાયર્સ સુરત આવશે

સ્માર્ટ સિટી સુરત હવે લેબગ્રોન ડાયમંડનું ગ્રોઈંગ હબ બન્યું છે.દેશમાં પહેલી વખત સુરત શહેરમાં લેબગ્રોન ડાયમંડ બાયર્સ સેલર્સ મીટનું અનોખું આયોજન થવા જઈ રહ્યું છે.દેશ-વિદેશમાં જાણીતા વેપારીઓ લેબગ્રોન ડાયમંડ ખરીદવા સુરત આવશે. દેશમાં પ્રથમવાર સુરતમાં લેબગ્રોન ડાયમંડ બાયર્સ-સેલર્સ મીટ સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના નેજા હેઠળ દેશમાં પ્રથમવાર સુરતમાં લે
05:50 AM Feb 05, 2023 IST | Vipul Pandya
સ્માર્ટ સિટી સુરત હવે લેબગ્રોન ડાયમંડનું ગ્રોઈંગ હબ બન્યું છે.દેશમાં પહેલી વખત સુરત શહેરમાં લેબગ્રોન ડાયમંડ બાયર્સ સેલર્સ મીટનું અનોખું આયોજન થવા જઈ રહ્યું છે.દેશ-વિદેશમાં જાણીતા વેપારીઓ લેબગ્રોન ડાયમંડ ખરીદવા સુરત આવશે. 
દેશમાં પ્રથમવાર સુરતમાં લેબગ્રોન ડાયમંડ બાયર્સ-સેલર્સ મીટ 
સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના નેજા હેઠળ દેશમાં પ્રથમવાર સુરતમાં લેબગ્રોન ડાયમંડ બાયર્સ-સેલર્સ મીટ યોજાશે.સુરત ખાતે યોજાનારી 'લેબગ્રોન મીટ”માં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ લોકો ભાગ લેશે.જેમાં લૂઝ લેબગ્રોન ડાયમંડ,લેબગ્રોન ડાયમંડ ઉત્પાદક,કટ પોલિશ્ડ સપ્લાયર્સ સહિત ૨૫ જેટલા લેબગ્નોન ડાયમંડ જ્વેલરી મન્યુફેક્ચરર્સ ભાગ લઈ એપ્રિલના પહેલાં સપ્તાહમાં બાયર સેલર મીટમાં ભારતના એક ડઝન એટલે કે ૧૨ થી વધુ ખરીદાર આવશે. ઉપરાંત ભારત બહારના દેશો જેમ કે, USA, UK, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાંથી પણ 8-10 ઇન્ટરનેશનલ બાયર્સ આવશે. લેબ ગ્રોન મીટ” અંગે જીજેઈપીસીના રિજનલ ચેરમેન વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે દેશમાં તે પણ સુરતમાં યોજાનારી આ બાયર્સ સેલર્સ ની પ્રથમ મીટ છે. જેમાં પ્રથમવાર બાયર અને સેલર વન-ટુ-વન પર્સનલ મીટિંગ કરશે,જો મુલાકાત સફળ રહેશે તો સેલર ની ફેક્ટરી વિઝિટ કરી બાયર વધુ માહિતી મેળવી શકે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે.
યુકે,હોંગકોંગ,અને અમેરિકા જેવા સ્થળોથી ખરીદદારો આવશે 
વેપારીઓને લેબગ્રોન ડાયમંડનો ચોખ્ખો વેપાર મળી રહે એવા હેતુથી બાયર્સ સેલર્સ મીટનું આયોજન કરાયું છે.જેથી લેબગ્રોન ડાયમંડ ખરીદવા માંગતા લોકો માટે એક સ્થળે પોતાની પસંદગી નું સ્થાન મળી રહેશે.આ મીટ ની માહિતી આપતા ડાયમંડ ઉદ્યોગકાર અને જીજેઈપીસીના ભૂતપૂર્વ રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ પણ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા કહ્યું હતું કે યુકે, હોંગકોંગ,અને અમેરિકા જેવા સ્થળો થી ખરીદદારો આવશે તેવી તેમણે ખાતરી આપી છે.જેથી સુરત ખાતે પણ ખરીદદારોની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવી રહી છે. અવારનવાર સુરત ખાતે યોજાયેલા હીરા પ્રદશન ના ડેટાના આધારે ૫૦૦ માંથી માંથી ૧૫ બાયર્સને પસંદ કરવામાં આવશે,જેથી બધાને વેપાર મળી રહેશે.
લેબગ્રોન ડાયમંડની નિકાસમાં ૪ વર્ષમાં ૪૦૦ ટકાનો વધારો 
લેબગ્રોન ડાયમંડની માહિતી આપતા હીરા વેપારી એ જણાવ્યું હતું લેબગ્રોન ડાયમંડની નિકાસની વાત કરીએ તો ૪ વર્ષમાં ૪૦૦ ટકાનો નિકાસમાં વધારો થયો છે.વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં ભારતભરથી લેબગ્રોન ડાયમંડનો એક્સપોર્ટ વધ્યો છે.અને છેલ્લા ૬ મહિનામાં ગણો ફાયદો થયો છે.જેમાં સરકાર નો પણ મોટો ફાળો રહ્યો છે. બે વર્ષ પહેલા લેબડ્રોન ડાયમંડનો એક્સપોર્ટ ૪૩૦ મિલિયન યુએસ ડોલર હતો. જે વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં વધીને ૧૩૯૫ મિલિયન યુએસ ડોલર એ પહોચ્યો છે ,જ્યારે વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં એપ્રિલ-૨૦૨૨થી ડિસેમ્બર-૨૦૨૨ સુધી જ ૧૩૮૫ મિલિયન યુએસ ડોલરનું લેબગ્રોન ડાયમંડમાં એક્સપોર્ટ્સ થતા વેપાર ને વેગ મળ્યો હતો, લેબ ગ્રોન ડાયમંડમાં પાછલાં ચાર વર્ષના એક્સપોર્ટ્સમાં ૪૦૦ %નો ધરખમ વધારો અને આશ્ચર્ય જનક વધારો નોંધાયો છે..જેમાં ભારત માંથી સૌથી વધુ એક્સપોર્ટ્સ યુએસએ,યુએઇ અને હોંગકોંગ માં થાય છે.આ તમામ પાસા ઓને ધ્યાને રાખી હવે નેચરલ ડાયમંડનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હોવાથી સુરતમાં લેબગ્રોન ડાયમંડ અને લેબગ્રોન જ્વેલરી ક્ષેત્રે પણ આવનારા વર્ષોમાં હરણફાળ વૃદ્ધિ નોંધાવી શકે. તે રીતનું આયોજન કરવા પ્રથમવાર લેબગ્રોન ડાયમંડમાં બાયર સેલર મીટ નું આયોજન થવા જઈ રહ્યું છે.
આ વખત ના કેન્દ્રીય બજેટમાં સરકારે પણ લેબગ્રોન ડાયમંડની નોંધ લીધી હતી,સરકારે બેઝિક રો-મટીરીઅલ સીડ્સ ઉપર ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડીને શૂન્ય કરતા ઉદ્યોગકારોએ વેપારમાં વેગ મળશે જેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. 
આ પણ વાંચોઃ  યુનિવર્સિટીના રેઢિયાળ કારભારના કારણે નવી શિક્ષણનિતીનો અમલ માત્ર કાગળ ઉપર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
abroadcountryGujaratFirstLabgrowndiamondSurattoplevelbuyers
Next Article