ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Renaultએ લોન્ચ કરી Kwid e-Tech, જાણો ફુલ ચાર્જ પર કેટલા કિલોમીટર ચાલશે આ કાર

ફ્રેન્ચ અગ્રણી ઓટોમેકર રેનોની સસ્તી હેચબેક કાર Kwid ભારતીય બજારમાં ખૂબ જ લોકપ્રિય છે. તે ભારતની સૌથી સસ્તી હેચબેક કાર ગણવામાં છે. કંપની લાંબા સમયથી આ સસ્તું કારનું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. તે પરીક્ષણ દરમિયાન ઘણી વખત જોવામાં આવ્યું હતું. જે બાદ રેનો ક્વિડ ઈલેક્ટ્રિક કાર બ્રાઝિલના માર્કેટમાં લૉન્ચ થઈ ગઈ છે. Renault Kwid E-Techની બ્રાઝિલના બજારમાં કિંમત લગભગ 1.43 લાખ ર
02:23 PM Apr 17, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage
ફ્રેન્ચ અગ્રણી ઓટોમેકર રેનોની સસ્તી હેચબેક કાર Kwid ભારતીય બજારમાં ખૂબ જ લોકપ્રિય છે. તે ભારતની સૌથી સસ્તી હેચબેક કાર ગણવામાં છે. કંપની લાંબા સમયથી આ સસ્તું કારનું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. તે પરીક્ષણ દરમિયાન ઘણી વખત જોવામાં આવ્યું હતું. જે બાદ રેનો ક્વિડ ઈલેક્ટ્રિક કાર બ્રાઝિલના માર્કેટમાં લૉન્ચ થઈ ગઈ છે. Renault Kwid E-Techની બ્રાઝિલના બજારમાં કિંમત લગભગ 1.43 લાખ રિયાલ છે. જે ભારતીય ચલણમાં લગભગ 23.20 લાખ રૂપિયા છે. 
લૂક
રેનોની આ નવી ઇલેક્ટ્રિક કાર Kwid ફેસલિફ્ટ પર આધારિત છે. જ્યારે Kwid EVની ડિઝાઇન સ્ટાન્ડર્ડ મોડલ જેવી જ છે, તે EV-વિશિષ્ટ બંધ ગ્રિલ (લોગોની નીચે બે ક્રોમ સ્ટ્રીપ્સ સાથે), ઇ-ટેક બેજ અને એલોય વ્હીલ્સ સહિત કેટલાક ફેરફારો પણ મેળવે છે. બ્રાઝિલ-સ્પેક KWID EV ત્રણ રંગોમાં ઉપલબ્ધ છે - નોરોન્હા ગ્રીન, ગ્લેશિયર પોલર વ્હાઇટ અને ડાયમંડ સિલ્વર. Kwid EV અને રેગ્યુલર મૉડલના ઈન્ટિરિયર વચ્ચેના મુખ્ય તફાવત વિશે વાત કરીએ તો, તેને ઈલેક્ટ્રિક કારમાં EV-વિશિષ્ટ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ફોર-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ મળે છે.
બેટરી 
Renault Kwid E-Tech 26.8kWh બેટરી પેક સાથે 65PS ઇલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત છે. ઇકો મોડમાં, તે બેટરી લાઈફને  શ્રેષ્ઠ બનાવવા માટે 44 PS પાવર આઉટપુટ આપે છે. આ ઈલેક્ટ્રિક હેચબેક 4.1 સેકન્ડમાં 0 થી 50 kmphની ઝડપ પકડી શકે છે.
એવરેજ 
Kwid EVનું વજન 977 કિલો છે. બ્રાઝિલના ધોરણો પ્રમાણે તેમની એવરેજ  265 કિમી થી લઈને 298 કિમિ સુધીની છે. ગાડીના ઓછા વજનના કારણે વધુ એવરેજ મળી રહી છે 
Tags :
EVGujaratFirstkwidlaunchRenaultKwidEV