Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રજાસત્તાક પર્વને લઈને BSF ગુજરાત હાઈ એલર્ટ પર

આગામી પ્રજાસત્તાક દિવસ (Republic Day)ને ધ્યાનમાં રાખીને, BSF ગુજરાત દ્વારા 21 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી 2023 દરમિયાન ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદે સિરક્રીકથી ગુજરાતના કચ્છ (Kutchh)ના રણ અને બાડમેર જિલ્લામાં સાત દિવસીય 'ઓપ્સ એલર્ટ' કવાયત હાથ ધરવામાં આવી રહી છે.  રાષ્ટ્રવિરોધી તત્વોની કોઈપણ નાપાક યોજનાને નિષ્ફળ બનાવવા માટે 'ઓપ્સ એલર્ટ' કવાયત  પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રવિરોધી તત્વોનà«
09:08 AM Jan 22, 2023 IST | Vipul Pandya
આગામી પ્રજાસત્તાક દિવસ (Republic Day)ને ધ્યાનમાં રાખીને, BSF ગુજરાત દ્વારા 21 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી 2023 દરમિયાન ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદે સિરક્રીકથી ગુજરાતના કચ્છ (Kutchh)ના રણ અને બાડમેર જિલ્લામાં સાત દિવસીય 'ઓપ્સ એલર્ટ' કવાયત હાથ ધરવામાં આવી રહી છે. 
 રાષ્ટ્રવિરોધી તત્વોની કોઈપણ નાપાક યોજનાને નિષ્ફળ બનાવવા માટે 'ઓપ્સ એલર્ટ' કવાયત 
 પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રવિરોધી તત્વોની કોઈપણ નાપાક યોજનાને નિષ્ફળ બનાવવા માટે 'ઓપ્સ એલર્ટ' કવાયત હાથ ધરવામાં આવી રહી છે.  આ કવાયત દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદ સાથેના વિસ્તારોમાં તેમજ ક્રીક અને હરામી નાળામાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવશે.  આ ઉપરાંત, વિવિધ ઓપરેશનલ પ્રક્રિયાઓની સચોટતા અને માન્યતાની ચકાસણી તેમજ સરહદી લોકો સાથેના સમાધાન કાર્યક્રમો આ સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવશે.
એજન્સીઓ દ્વારા નજર
ઉલ્લેખનીય એ છે કે સીમા સુરક્ષા દળ સાથે અન્ય એજન્સીઓ પણ એલર્ટ બની છે. પાકિસ્તાનથી અવારનવાર જખૌના દરિયાઈ  વિસ્તારમાં ડ્રગ્સનો જથ્થો મળી આવવાની ઘટના બની રહી  છે .ત્યારે  તમામ ગતિ વિધિ પર એજન્સીઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

મરીન પોલીસ દ્વારા પણ કામગીરી
જખૌ  બંદર વિસ્તારમાં મરીન પોલીસ દ્વારા કઈ રીતે કામગીરી કરવામાં આવે છે તે અંગે જાણકારી મેળવવામાં આવી હતી. બંદર પર આવતી તમામ બોટો પર જઈને માલસામાનની ચકાસણી તેમજ ટડેલ,બોટ માલિક, અને માછીમારો પાસે બાયો મેટ્રિક કાર્ડ છે કે કેમ તે અંગે  પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.  બંદર પર ક્ચ્છ ઉપરાંત પોરબંદર, દ્વારકા,વલસાડ,જાફરાબાદ સહિત સમગ્ર ગુજરાતના માછીમારો  માછીમારી કરવા માટે આવતા હોય છે ત્યારે તમામ ગતિવિધિ પર નજર  રાખવામાં આવી રહી છે.

માછીમારોને પણ સમજ અપાઇ
મરીન પોલીસ સ્ટાફ દ્વારા હાલમાં  તમામ માછીમારોને દરિયામાં કઈ રીતે એલર્ટ રહેવું તેમજ કોઈપણ શંકાસ્પદ બોટ આવે,તેમજ તે બોટમાં શંકાસ્પદ ચીજ વસ્તુઓ હોય તો તે  અંગેની માહિતી પોલીસને કઈ રીતે સત્વરે આપવી તે માટેની  જાણકારી આપવામાં આવી રહી છે,આ ઉપરાંત મધ દરિયે જ્યારે માછીમારી થતી હોય તે સમયે કોઈ બોટ દેખાય તો તાત્કાલિક પોલીસને કઈ રીતે વાકેફ કરવા તેની પણ સમજ અપાઈ છે.
બોટોનું ચેકિંગ 
હાલમાં જ્યારે 26 જાન્યુઆરી પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે જિલ્લાના  દરિયાઈ વિસ્તારમાં પોલીસ દ્વારા તમામ પ્રકારની તકેદારી રાખીને માછીમારોની બોટોની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે દરિયાઈ વિસ્તારમાં પોલીસ સાથે કોસ્ટગાર્ડ અને સીમા સુરક્ષા દળની ટીમ પણ જોડાઈ છે. હાલમાં જખૌ વિસ્તારમાં 300 થી વધુ બોટ જોવા મળે છે.
ભાંગફોડીયા તત્વોને નજરકેદ
ઉલ્લેખનીય એ છે કે ગુજરાતની દરિયાઈ સુરક્ષા વધુ સધન બનાવાઈ છે  આંતરરાષ્ટ્રીય જળસીમાં પર છેલ્લા લાંબા સમયથી કરોડોનો ડ્રગ્સ ઝડપાઇ ચુક્યું છે. બીજી તરફ ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો પણ યથાવત રહેવા પામ્યો છે. મોટા ભાગના માછીમારો પણ આ જ દરીયાઇ વિસ્તારમાં ઝડપાય છે. દરિયાઈ પટ્ટીના ગામોમાં પણ ખાસ કરીને ભાંગફોડીયા તત્વો જે અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા હોય તો તેને નજરકેદમાં રાખવામાં આવ્યા છે ,

સીરક્રિક,કોરીક્રિક વિસ્તારમાં નજર
દરિયાઈ ગતિવિધિમાં નાપાક ઇરાદાઓ પાર ન પડે તે માટે તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. જખૌ સાથે કોટેશ્વરના દરિયાઇ વિસ્તારમાં સીમા સુરક્ષા દળ પણ વધુ સજાગ છે. ખાસ કરીને સીરક્રિક,કોરીક્રિક વિસ્તારમાં નજર કેન્દ્રિત કરવામાં આવી છે,આ ઉપરાંત દરિયાઈ વિસ્તારમાં રહેતા શંકાસ્પદ લાગતા ઈસમોની પૂછપરછ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો--સિંહના ટોળા ન હોય તે કહેવત પડી ખોટી, જોઇ લો આ વાયરલ વીડિયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BSFGujaratGujaratFirstHighAlertKutchhRepublicDay
Next Article