જાણો યુએસ નેવીનું જહાજ અચાનક ચેન્નાઈ કેમ પહોંચ્યું?
યુએસ નેવીનું એક જહાજ સમારકામ માટે ભારત પહોંચ્યું છે. ચેન્નાઈમાં ભારતીય કંપની લાર્સન એન્ડ ટુબ્રોના શિપયાર્ડમાં અમેરિકન જહાજનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. તેને બંને દેશો વચ્ચેની ભાગીદારીમાં આગળના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે યુએસ નેવી જહાજનું સમારકામ અને જાળવણી કરવામાં આવી છે. યુ.એસ નેવીનું પહેલીવાર યુદ્ધ જહાજ સમારકામ માટે ભારત આવ્યુંપહેલીવાર ય
યુએસ નેવીનું એક જહાજ સમારકામ માટે ભારત પહોંચ્યું છે. ચેન્નાઈમાં ભારતીય કંપની લાર્સન એન્ડ ટુબ્રોના શિપયાર્ડમાં અમેરિકન જહાજનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. તેને બંને દેશો વચ્ચેની ભાગીદારીમાં આગળના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે યુએસ નેવી જહાજનું સમારકામ અને જાળવણી કરવામાં આવી છે.
યુ.એસ નેવીનું પહેલીવાર યુદ્ધ જહાજ સમારકામ માટે ભારત આવ્યું
પહેલીવાર યુ.એસ નેવીનું એક જહાજ સમારકામ માટે ભારત પહોંચ્યું છે. ચેન્નાઈમાં ભારતીય કંપની લાર્સન એન્ડ ટુબ્રોનું શિપયાર્ડ યુએસમાં જહાજનું સમારકામ કરવામાં આવશે. તેને બંને દેશો વચ્ચેની ભાગીદારીમાં મહત્ત્વના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે અમેરિકન નૌકાદળનું જહાજ સમારકામ અને જાળવણી માટે ભારત તરફ આવ્યું હોય.
યુએસ નેવી જહાજ ચાર્લ્સ ડ્રુ 11 દિવસ કટ્ટુપલ્લી શિપયાર્ડમાં
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, આ અમેરિકાનું આ નૌકાદળનું પહેલું જહાજ છે, જેનું ભારતમાં મરમ્મત કરવામાં આવશે. યુએસ નેવીએ જહાજની જાળવણી માટે લાર્સન એન્ડ ટુબ્રો શિપયાર્ડને કરાર આપ્યો હતો, બંન્ને દેશોનું આ પગલું વૈશ્વિક શિપ રિપેરિંગ માર્કેટમાં ભારતના શિપયાર્ડની ક્ષમતાઓનું મહત્વ દર્શાવે છે. યુએસ નેવી જહાજ ચાર્લ્સ ડ્રુ 11 દિવસ કટ્ટુપલ્લી શિપયાર્ડમાં રહેશે અને અહીં તેનું સમારકામ કરવામાં આવશે.
લાર્સન એન્ડ ટુબ્રોના ડિફેન્સ જહાજે ભારતના શિપયાર્ડનો ઉપયોગ
એપ્રિલમાં બંને દેશો વચ્ચેની બેઠક દરમિયાન, બંને દેશોએ અમેરિકન જહાજોના સમારકામ અને જાળવણી માટે ભારતના શિપયાર્ડનો ઉપયોગ કરવાની સંભાવનાનો લાભ લેવા સંમત થયા હતા. લાર્સન એન્ડ ટુબ્રોના ડિફેન્સ એન્ડ સ્માર્ટ ટેક્નોલોજીના સીઈઓ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય જે.ડી. પાટીલે જણાવ્યું હતું કે યુએસ નેવી ભારતના મરીન સીલિફ્ટ કમાન્ડે ભારતના પસંદગીના શિપયાર્ડનું મૂલ્યાંકન કરીને યુએસ નૌકાદળના જહાજોના સમારકામ અને જાળવણી માટે લાર્સન એન્ડ ટુબ્રોને લીલી ઝંડી આપી છે.
વિક્રાંત ભારતીય શિપબિલ્ડિંગ ઉદ્યોગનું અગ્રણી
ભારત સરકારના સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમારે તેને ભારતીય જહાજ નિર્માણ ઉદ્યોગ અને ભારત-યુએસ સંરક્ષણ સંબંધો માટે મજબૂત કડી ગણાવ્યું હતું. આજે ભારતના છ મુખ્ય શિપયાર્ડનું ટર્નઓવર લગભગ બે અબજ ડોલર છે. અમે માત્ર અમારી જરૂરિયાતો માટે જહાજો જ નથી બનાવતા પણ અમારું પોતાનું ડિઝાઇન હાઉસ પણ છે,જે તમામ પ્રકારના અત્યાધુનિક જહાજો બનાવવા માટે સક્ષમ છે. ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર વિક્રાંત ભારતીય શિપબિલ્ડિંગ ઉદ્યોગનું અગ્રણી છે. કુમારે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વિસ્તરી રહ્યા છે, અમારું પ્રથમ મરીન ડીઝલ એન્જિન આગામી બેથી ત્રણ વર્ષમાં ભારતમાં બનાવવામાં આવશે. યુએસ નેવી જહાજ ચાર્લ્સ ડ્રુ સમારકામ માટે 7 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી ભારતીય બંદર પર રહેશે.
મજબૂત ભારત-યુએસ ભાગીદારીનું પ્રતીક
ચેન્નાઈમાં યુએસ કોન્સ્યુલ જનરલ જુડિથ રેવિને જણાવ્યું હતું કે એપ્રિલમાં, યુએસ-ભારત મીટીંગમાં, યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકન અને સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને ભારતીય બંદરગાહોને યુએસ નૌકાદળના જહાજોનું સમારકામ કરવા બાબતે કહ્યું કે મિનિસ્ટર લોયડ ઓસ્ટીને અમેરિકન નૌકાદળના જહાજોના સમારકામ માટે ભારતીય શિપયાર્ડના ઉપયોગની કરવાની તેમની ઇચ્છાને પુનઃપુષ્ટિ કરી. લાર્સન એન્ડ ટુબ્રોના કટ્ટુપલ્લી શિપયાર્ડ ખાતે યુએસ નેવી ચાર્લ્સ ડ્રુનું રિફિટ એ અમારી મજબૂત ભારત-યુએસ ભાગીદારીનું પ્રતીક છે.
આ પણ વાંચો-
Advertisement