Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિધાનસભામાં જાણો કયા બે શ્રેષ્ઠ ધારાસભ્યોનું કરાયું સન્માન

બુધવારથી વિધાનસભા (Vidhansabh)નું 2 દિવસીય વિશેષ સત્ર શરૂ થયુ છે. ત્યારે આજે આ સત્રનો અંતિમ દિવસ છે. ગઈ કાલની જેમ જ આજે ફરી એકવાર ગૃહમાં વિપક્ષે હંગામો મચાવ્યો છે. આ વચ્ચે આજે વિધાનસભામાં બે ધારાસભ્યોનું તેમના શ્રેષ્ઠ કાર્ય માટે સન્માન કરવામાં આવ્યું છે. ઉત્તમ અને ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ સન્માનવિધાનસભાનું ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ છે ત્યારે વિપક્ષ દ્વારા હોબાળો આજે પણ યથાવત રહ્àª
06:21 AM Sep 22, 2022 IST | Vipul Pandya
બુધવારથી વિધાનસભા (Vidhansabh)નું 2 દિવસીય વિશેષ સત્ર શરૂ થયુ છે. ત્યારે આજે આ સત્રનો અંતિમ દિવસ છે. ગઈ કાલની જેમ જ આજે ફરી એકવાર ગૃહમાં વિપક્ષે હંગામો મચાવ્યો છે. આ વચ્ચે આજે વિધાનસભામાં બે ધારાસભ્યોનું તેમના શ્રેષ્ઠ કાર્ય માટે સન્માન કરવામાં આવ્યું છે. 
ઉત્તમ અને ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ સન્માન
વિધાનસભાનું ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ છે ત્યારે વિપક્ષ દ્વારા હોબાળો આજે પણ યથાવત રહ્યો છે. આજે વિધાનસભા સત્રના બીજા દિવસની શરૂઆત થતાં જ કોંગ્રેસ ગૃહમાં આક્રમક મૂડમાં જોવા મળી હતી. આજે સતત બીજા દિવસે લમ્પી વાયરસ પર ચર્ચાની માંગ સાથે કોંગ્રેસે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ વર્ષ 2021 ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે ભાજપના સયાજીગંજના જીતુભાઈ સુખડીયા (Jitubhai Sukhadiya) અને વર્ષ 2022 ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે કોંગ્રેસના દાણી લીંમડાના શૈલેષ પરમાર (Shailesh Parmar) જાહેર કરાયા છે. આ બંન્ને ધારાસભ્યો દ્વારા ઉત્તમ અને ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ તેમનું સન્માન કરાયું છે. 
આજે ફરી કોંગ્રેસ પાર્ટીએ ગૃહમાં કર્યો હોબાળો
મહત્વનું છે કે, આજે ગુજરાત વિધાનસભા સત્રના અંતિમ દિવસે પણ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા ગૃહમાં હોબાળો કરવામાં આવ્યો હતો. જોકે, પ્રથમ દિવસે પણ કોંગ્રેસે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સરકાર વિરોધી સૂત્રોચાર સાથે વેલમાં ધસી આવ્યા હતા. જે બાદ તેઓને જગ્યાએ બેસવા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ ટકોર કર્યા બાદ કેટલાક ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, વિધાનસભાના પ્રથમ દિવસે સર્વસંમતિથી ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજસીટોક સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ પર આશરે એક કલાક કરતાં વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી. ચર્ચાના અંતે સર્વાનુમતે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. વળી આજે વિધાનસભા ગૃહની કાર્યવાહીની શરૂઆત થવાની સાથે જ વિપક્ષ દ્વારા લમ્પી વાયરસ અંગે ચર્ચા કરવા સમય માંગવામાં આવ્યો હતો. પરંતુ અધ્યક્ષે સમય નહીં આપતાં વિપક્ષે હોબાળો કરીને વોકઆઉટ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત (Gujarat) સરકારને વધુ એક આંદોલન સમેટવામાં સફળતા મળી છે. જેમાં સરકારે 14 પૈકી 11 માંગણીઓ સંતોષવા બાંહેધરી આપતા વનરક્ષકનું આંદોલન(Van Rakshak) પણ સમેટાઇ ગયુ છે.ગુજરાત રાજ્ય વનરક્ષક મંડળ સાથે બેઠક અંગે રાજ્ય સરકારના પ્રવક્તાશ્રી જીતુ વાઘાણી (Jitu Vaghani)એ જણાવ્યું હતું કે કર્મચારીઓ સાથે સારા વાતાવરણમાં ચર્ચા કરી છે. તેમજ વર્ષોથી નહીં સ્વીકારાયેલી માંગણીઓ સ્વીકારવામાં આવી છે. આ અગાઉ રજાઓનો પગાર મળતો ન હતો, હવે રજાના દિવસે બજાવેલ ફરજનો પગાર આપવાનો નિર્ણય લેવાયો છે. તથા કેટલીક નીતિવિષિયક બાબતો પર વિચારણા બાદ નિર્ણય લેવાની સહમતિ સધાઈ છે.
Tags :
BestMLAGujaratFirstJitubhaiSukhdiaMLAShaileshParmarVidhansabha
Next Article