Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેવું હશે સોમનાથ રેલવે સ્ટેશનનું નવું સ્વરૂપ, જાણો

ભારતીય રેલવેએ સોમનાથ રેલવે સ્ટેશનને નવો અને ભવ્ય દેખાવ આપવાનું કામ શરૂ કર્યું છે. ગુજરાતમાં સ્થિત 12 જ્યોતિર્લિંગોમાંના પ્રથમ એવા શ્રી સોમનાથ મહાદેવ મંદિરની વૈશ્વિકતાને ધ્યાનમાં રાખીને રેલવેએ સોમનાથ રેલવે સ્ટેશનને ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ-સભ્યતા સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. ભારતીય રેલવેએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે.રેલવે મંત્રાલયે સોમનાથ રેલ્વે સ્ટેશનની પ્રસ્તાવિ
કેવું હશે સોમનાથ રેલવે સ્ટેશનનું નવું સ્વરૂપ  જાણો
ભારતીય રેલવેએ સોમનાથ રેલવે સ્ટેશનને નવો અને ભવ્ય દેખાવ આપવાનું કામ શરૂ કર્યું છે. ગુજરાતમાં સ્થિત 12 જ્યોતિર્લિંગોમાંના પ્રથમ એવા શ્રી સોમનાથ મહાદેવ મંદિરની વૈશ્વિકતાને ધ્યાનમાં રાખીને રેલવેએ સોમનાથ રેલવે સ્ટેશનને ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ-સભ્યતા સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. ભારતીય રેલવેએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે.
રેલવે મંત્રાલયે સોમનાથ રેલ્વે સ્ટેશનની પ્રસ્તાવિત ડિઝાઈન તેના સત્તાવાર હેન્ડલ સાથે સ્વદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કૂ એપ પર શેર કરી છે. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરથી પ્રેરિત, પુનઃવિકાસિત સોમનાથ રેલવે સ્ટેશનની પ્રસ્તાવિત ડિઝાઇન પરંપરા, સંસ્કૃતિ અને આધુનિકતાના સમન્વયને પ્રતિબિંબિત કરે છે. મંત્રાલયે તેની પોસ્ટમાં લખ્યું છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 134 કરોડ રૂપિયા છે.
ભક્તો માટે સૌથી પવિત્ર યાત્રાધામોમાંનું એક, સોમનાથ મંદિર આખા વર્ષ દરમિયાન ભગવાન શિવની મુલાકાત લેવા દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે. આવી સ્થિતિમાં રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવામાં આવે તો અહીં આવતા મુસાફરો અને શ્રદ્ધાળુઓને વધુ સારી સુવિધા મળી શકશે. મળતી માહિતી મુજબ રેલવેએ રિનોવેશન હેઠળ સ્ટેશનમાં અલગ-અલગ આગમન અને પ્રસ્થાન માટે લાઉન્જ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. જ્યારે મંદિરના પૌરાણિક વારસાને પ્રદર્શિત કરવા માટે ખાસ બિલ્ડીંગ બનાવવામાં આવશે. આ ઉપરાંત ભવિષ્યમાં સોમનાથ મંદિર સ્ટેશનને જીએસઆરટીસી બસ સ્ટેન્ડ સાથે જોડવાની યોજના પર કામ ચાલી રહ્યું છે.
શ્રાવણના આગમન પહેલાં, સોમનાથ જ્યોતિર્લિંગના સત્તાવાર કૂ એકાઉન્ટમાંથી મહાદેવના ભવ્ય તસવીર શેર કરવામાં આવી હતી. તે બાબાના વિશાળ સ્વરૂપને દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે ઉર્જા બચત માટે ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ અપનાવીને સ્ટેશનને અપગ્રેડ કરવામાં આવશે. આ અપગ્રેડેશન 2 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે 

Advertisement
Tags :
Advertisement

.