Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોલિવૂડ કલાકાર સુનિલ શેટ્ટીએ #BoycottBollywood ટ્રેન્ડ પર CM યોગીને જાણો શું કરી અપીલ

બોલિવૂડમાં છેલ્લા ઘણા સમયથી #BoycottBollywood નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેના કારણે બોલિવૂડને મોટા ફટકો પડી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી બોલિવૂડના દિગ્ગજ કલાકારો ગુરુવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા. આ દરમિયાન સુનીલ શેટ્ટીએ બોલિવૂડને સતત બદનામ કરતો #BoycottBollywood ટ્રેન્ડનો ઉલ્લેખ કરતા પોતાની વાતને રજૂ કરી હતી. અભિનેતા સુનીલ શેટ્ટી (Actor Sunil Shetty) એ CM યોગીને કહ્યું કે, બોલિવૂડà
બોલિવૂડ કલાકાર સુનિલ શેટ્ટીએ  boycottbollywood ટ્રેન્ડ પર cm યોગીને જાણો શું કરી અપીલ
બોલિવૂડમાં છેલ્લા ઘણા સમયથી #BoycottBollywood નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેના કારણે બોલિવૂડને મોટા ફટકો પડી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી બોલિવૂડના દિગ્ગજ કલાકારો ગુરુવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા. આ દરમિયાન સુનીલ શેટ્ટીએ બોલિવૂડને સતત બદનામ કરતો #BoycottBollywood ટ્રેન્ડનો ઉલ્લેખ કરતા પોતાની વાતને રજૂ કરી હતી. અભિનેતા સુનીલ શેટ્ટી (Actor Sunil Shetty) એ CM યોગીને કહ્યું કે, બોલિવૂડના 99 ટકા લોકો ડ્રગ્સ લેતા નથી. અમે લોકો સુધી પહોંચવા માટે સખત મહેનત કરીએ છીએ. આ જ કારણ છે કે, #BoycottBollywood ના ટ્રેન્ડિંગ હેશટેગને દૂર કરવું મહત્વપૂર્ણ છે. તેણે કહ્યું કે આનાથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ઈમેજ ખરાબ થાય છે.
Advertisement

બોલિવૂડના દિગ્ગજ કલાકારોએ CM યોગી સાથે કરી મુલાકાત
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (UP's CM Yogi Adityanath) બે દિવસની મુલાકાતે મુંબઈમાં છે. ત્યાં તે બોલિવૂડ કલાકારો અને ઉદ્યોગપતિઓને મળ્યા. આ સિવાય તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી, મુખ્યમંત્રી એકનાથ સિંધે અને ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. ગુરુવારે મુખ્યમંત્રી આદિત્યનાથે ફિલ્મ કલાકારો અને નિર્દેશકો સાથે બેઠક કરી હતી. મુખ્યમંત્રી યોગીએ બેઠકમાં યુપીના ફિલ્મ સિટીમાં શૂટિંગ અને રોકાણની શક્યતાઓ પર ચર્ચા કરી હતી. બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી, સુભાષ ઘાઈ, જેકી શ્રોફ, રાજકુમાર સંતોષી, મનમોહન શેટ્ટી અને બોની કપૂર સહિત ફિલ્મ જગતના લોકો આ બેઠકમાં સામેલ થયા હતા. આ દરમિયાન શેટ્ટીએ ફિલ્મી દુનિયાની સમસ્યા સામે મૂકી હતી.

ટોપલીમાં એક સડેલું સફરજન હોઈ શકે...
બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ મુંબઈમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે આ હેશટેગ હટાવવાની જરૂર છે. તેણે કહ્યું કે, ટોપલીમાં એક સડેલું સફરજન હોઈ શકે છે, પરંતુ અમે બધા એવા નથી. અમારું કામ અને અમારું સંગીત આખી દુનિયામાં જોવામાં આવે છે. તેથી આ કલંક દૂર કરવાની જરૂર છે. તેણે કહ્યું કે, કૃપા કરીને આ સંદેશ લોકો સુધી પહોંચાડો.
Advertisement

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણના ગીત પર ફરી શરૂ થયો હતો આ ટ્રેન્ડ
મહત્વનું છે કે, વરિષ્ઠ અભિનેતાની આ ટિપ્પણી બોલિવૂડ ફિલ્મોને સોશિયલ મીડિયા પર સતત બહિષ્કારના કોલનો સામનો કર્યા પછી આવી છે. તાજેતરમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણના ગીત 'બેશરમ રંગ'ના રિલીઝ વખતે આવો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર હજારો લોકોએ ફિલ્મનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી, કારણ કે ગીતમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકીનીમાં જોવા મળી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.