Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો સૌથી પાવરફૂલ પાસપોર્ટ કયા દેશનો? તેમાં ભારતનું સ્થાન કયા ક્રમે?

કોવિડ-19ની અસરના કારણે આખી દુનિયાને ઘણી ખરી રીતે ખરાબ અસર પહોંચી છે. તેની વચ્ચે પાસપોર્ટના આધારે નવા રેંકિંગ જાહેર કરવામાં આવ્યા છે. જાપાન, સિંગાપુર અને દક્ષિણ કોરિયાની પાસે સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. આ પહેલા આ રેંકિંગમાં યૂરોપિયન દેશ હાવી રહેતા હતા. ઈમિગ્રેશન કન્સલ્ટન્સી હેનલે એન્ડ પાર્ટનર્સના નવા પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર એક જાપાની પાસપોર્ટ તમને 193 દેશોમાં કોઈ જ પ્રકારની મુàª
જાણો સૌથી પાવરફૂલ પાસપોર્ટ કયા દેશનો  તેમાં ભારતનું સ્થાન કયા ક્રમે
કોવિડ-19ની અસરના કારણે આખી દુનિયાને ઘણી ખરી રીતે ખરાબ અસર પહોંચી છે. તેની વચ્ચે પાસપોર્ટના આધારે નવા રેંકિંગ જાહેર કરવામાં આવ્યા છે. જાપાન, સિંગાપુર અને દક્ષિણ કોરિયાની પાસે સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. આ પહેલા આ રેંકિંગમાં યૂરોપિયન દેશ હાવી રહેતા હતા. 
Passport Seva - Passport Application Process - IndiaFilings
ઈમિગ્રેશન કન્સલ્ટન્સી હેનલે એન્ડ પાર્ટનર્સના નવા પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર એક જાપાની પાસપોર્ટ તમને 193 દેશોમાં કોઈ જ પ્રકારની મુશ્કેલીઓ વગર યાત્રા કરાવી શકે છે. આ બાબતે સિંગાપુર અને દક્ષિણ કોરિયા થોડા જ અંશે પાછળ છે.
Passport & Visa Information - Northeastern University Global Experience  Office
રૂસી પાસપોર્ટને 50માં સ્થાને રાખવામાં આવ્યો છે, જેની મદદથી 119 દેશો સુધી પહોંચી શકાય છે. 80 દેશોમાં પહોંચવાની સાથે ચીન 69માં ક્રમે છે. ત્યાં જ ભારતનો પાસપોર્ટ 87માં નંબરે છે. ભારતના પાસપોર્ટ સાથે તમે 60 દેશોમાં ઓન અરાઇવલ વિઝા મેળવી  યાત્રા કરી શકો છો. અફઘાનિસ્તાનનો પાસપોર્ટ સૌથી ઓછો ઉપયોગી છે. ફક્ત 27 દેશોમાં સીધી યાત્રાની પરમિશન છે.
The World's Most Powerful Passports: The 2022 Rankings Are In
આ સૂચકાંક અનુસાર, 2017 સુધી યૂરોપિયન દેશોનો કબ્જો રહેતો હતો. ટૉપ-10માં સ્થાન મેળવવું રશિયાઈ દેશો માટે ખૂબ મુશ્કેલ હતું. યૂરોપનું વર્ચસ્વ ધીમે ધીમે ઓછું થયું છે. જર્મની હવે દક્ષિણ કોરિયા કરતા પાછળ છે. નવા રેંકિંગ દ્વારા જાણી શકાય છે કે બ્રિટેન 187 દેશોની સાથે છઠ્ઠાં સ્થાન પર છે. જ્યારે અમેરિકા 186ની સાથે સાતમાં ક્રમે છે.
Revealed: The world's most powerful passports for 2017
આ ક્રમાંક તૈયાર કરવામાં 17 વર્ષના ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ સૂચકાંક અમીર વ્યક્તિઓ અને સરકારોને દુનિયાભરમાં નાગરિકતાના મૂલ્યનું આકલન કરવામાં મદદ કરે છે. આ આધારે વિઝા-ઑન-અરાઈવલ એક્સેસ પ્રદાન કરાય છે.
Advertisement
Tags :
Advertisement

.