Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

KKRની ટીમે લોન્ચ કરી નવી જર્સી, જુઓ Video

IPL 2022ને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે હવે KKRએ પોતાની નવી જર્સીને લોન્ચ કરી છે. ફ્રેન્ચાઈઝીએ જ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક વિડીયો શેર કરીને આ જાણકારી આપી છે. જેમાં જર્સીનો નવો લૂક પણ બતાવવામાં આવ્યો છે. આ વખતે ટીમ નવા રંગ સાથે નવા અંદાજમાં જોવા મળવાની છે. KKR નવી જર્સી લોન્ચ કરે તે પહેલા 17 માર્ચે પંજાબ કિંગ્સે પણ નવી જર્સી લોન્ચ કરી હતી. શુક્રવારે નવા કેપ્ટન શ્રેયસ ઐયરà«
07:55 AM Mar 19, 2022 IST | Vipul Pandya
IPL 2022ને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે હવે KKRએ પોતાની નવી જર્સીને લોન્ચ કરી છે. ફ્રેન્ચાઈઝીએ જ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક વિડીયો શેર કરીને આ જાણકારી આપી છે. જેમાં જર્સીનો નવો લૂક પણ બતાવવામાં આવ્યો છે. 
આ વખતે ટીમ નવા રંગ સાથે નવા અંદાજમાં જોવા મળવાની છે. KKR નવી જર્સી લોન્ચ કરે તે પહેલા 17 માર્ચે પંજાબ કિંગ્સે પણ નવી જર્સી લોન્ચ કરી હતી. શુક્રવારે નવા કેપ્ટન શ્રેયસ ઐયરે હોળીના દિવસે ટીમની જર્સી લોન્ચ કરી હતી. IPLની 15મી સિઝન 26 માર્ચથી શરૂ થવાની છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિગ ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકતા નાઇટ રાઇડર્સની ટીમો આમને-સામને ટકરાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. KKR દ્વારા શ્રેયસ ઐય્યરને મોટી રકમમાં આપી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 
KKR ફ્રેન્ચાઇઝીએ લાઇવ ઇવેન્ટ દરમિયાન તેની નવી જર્સીનું અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં શ્રેયસ ઐય્યર નવી જર્સી પહેરીને આવ્યો હતો. નવી જર્સી પર્પલ અને ગોલ્ડન રંગની છે. આ કાર્યક્રમમાં KKRના CEO વેંકી મૈસૂર પણ હાજર હતા. શ્રેયસે લાઇવ પ્રોગ્રામમાં હોળી પણ રમી હતી. આ દરમિયાન મૈસૂર, શ્રેયસ અને કાર્યક્રમના એન્કરે પણ એકબીજાને રંગો લગાવીને હોળીની શુભકામનાઓ પાઠવી હતી.  

નવી જર્સી લોન્ચ કરવાના પ્રસંગે બોલતા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના નવા કેપ્ટન શ્રેયસ ઐય્યરે કહ્યું કે, આ વખતે તેની ફ્રેન્ચાઈઝી KKR IPL ટ્રોફી જીતશે. આ માટે અમારી પૂરી ટીમ સખત મહેનત કરશે. ગયા વર્ષે ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ પણ ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ, ટીમને CSK સાથેની ફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
જોકે, આ વખતે મેનેજમેન્ટ અને ચાહકોને શ્રેયસ ઐય્યર પાસેથી ઘણી આશાઓ છે. ખાસ વાત એ છે કે, આ વખતે ટીમમાં એકથી વધુ ખતરનાક ખેલાડી છે અને ખુદ કેપ્ટન ઐય્યર પણ જબરદસ્ત ફોર્મમાં છે. આવી સ્થિતિમાં કોલકાતાની ટીમ આ વખતે ટ્રોફી જીતવાનો પૂરો દાવો કરી શકે છે.
KKR ટીમ - 
આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ ઐયર, સુનીલ નારાયણ, પેટ કમિન્સ, શ્રેયસ અય્યર, નીતિશ રાણા, શિવમ માવી, શેલ્ડન જેક્સન, અજિંક્ય રહાણે, રિંકુ સિંહ, અનુકુલ રોય, રસિક દાર, બાબાદ ઈન્દ્રજીત, ચમિકા કરુણારત્ને, પ્રથમ સિંહ, અશોક શર્મા, સેમ બિલિંગ્સ, એરોન ફિન્ચ, ટિમ સાઉથી, રમેશ કુમાર, મોહમ્મદ નબી, ઉમેશ યાદવ અને અમન ખાન.
Tags :
CricketGujaratFirstIPLIPL2022JurseyLaunchKKRlaunchShreyasAiyarSports
Next Article