Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલમાં પતંગ-દોરીના માર્કેટમાં મંદી, જોવા મળી રહી છે મોંઘવારીની અસર

14 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ નો પર્વ. આ પર્વને આડે હવે માત્ર ત્રણ દિવસ રહ્યા છે. છતાં હજુ સુધી બજારમાં ચહલપહલ જોવા મળતી નથી. આ વખતે પતંગ, દોરી વગેરે પણ ગત વર્ષની સરખામણીમાં 30 થી 35 ટકા સુધી મોંધા બની ગયા છે. રૂ. 50 માં મળતા પતંગો આ સાલ 70 થી 80 માં મળી રહ્યા છે આથી ગોંડલની બજારોમાં કોઇ ખરીદદારો દેખાતા નથી અને વેપારીઓ લેવાલીની રાહમાં છે.પતંગોમાં અનેક સાઈઝ અને અવનવી ડીઝાઈનની વેરાયટી છેલ્લા ઘણ
ગોંડલમાં પતંગ દોરીના માર્કેટમાં મંદી  જોવા મળી રહી છે મોંઘવારીની અસર
14 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ નો પર્વ. આ પર્વને આડે હવે માત્ર ત્રણ દિવસ રહ્યા છે. છતાં હજુ સુધી બજારમાં ચહલપહલ જોવા મળતી નથી. આ વખતે પતંગ, દોરી વગેરે પણ ગત વર્ષની સરખામણીમાં 30 થી 35 ટકા સુધી મોંધા બની ગયા છે. રૂ. 50 માં મળતા પતંગો આ સાલ 70 થી 80 માં મળી રહ્યા છે આથી ગોંડલની બજારોમાં કોઇ ખરીદદારો દેખાતા નથી અને વેપારીઓ લેવાલીની રાહમાં છે.
પતંગોમાં અનેક સાઈઝ અને અવનવી ડીઝાઈનની વેરાયટી 
છેલ્લા ઘણા વર્ષોથી સીઝનલ સ્ટોર ચલાવતા ગોંડલના વ્યાપારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રભરમાં પતંગોના બજારમાં પતંગો મુખ્યત્વે ખંભાત,અમદાવાદ,નડિયાદ,રાજકોટથી આવતા હોય છે  પતંગોમાં અનેક સાઈઝ અને અવનવી ડીઝાઈનની વેરાયટી આવી છે આઈ લવ ઇન્ડિયા, 2023, ટાઈગર,  હેપ્પી ન્યુ યર લખેલાં લખાણ વાળી પતંગો તેમજ બાળકો માટે કાર્ટૂન, છોટાભીમ, બાર્બીડોલ જેવી પતંગો ફેવરિટ બની છે ત્યારે ખાસ કરીને ખંભાતથી આવતા પતંગોમાં વધારો વધુ જોવા મળ્યો છે. કોરોના બાદ ઓછા ઉત્પાદનથી પણ પતંગ બજારમાં ભાવ વધારો હોવાનું જાણવા મળી રહ્યું છે. 
સુરતથી આવી પતંગ-દોરીની વેરાયટી 
પતંગ દોરાનું પીઠું ગણાતા સુરતથી  સુરતી માંજા , શિવમ સહિતની 50થી વધુ વેરાયટીઓ આવી છે તેમજ બરેલીથી  દોરાની પુષ્કળ આવક જોવા મળે છે.  દોરીમાં 10 હજાર વાર સુધીની  ફિરકી પણ બજાર માં ઉપલબ્ધ છે.  પતંગની સાથે સાથે દોરીના ભાવમાં 30 ટકા જેટલો વધારો થયો છે.  ગયા વર્ષે 530માં મળતી રીલના ભાવ 700 રૂપિયા સુધી પહોંચી ગયા છે. 
સાત ફૂટ સુધીની પતંગો બજારમાં આવે છે
પતંગના વેપારી વલ્લભભાઈ સાથે વાત કરતા જાણવા મળ્યુ હતું કે પતંગોમાં પણ 50 થી 60 જેટલી નાની-મોટી વેરાયટીઓ આવે છે. કાપડની 1 ફુટથી લઇ 7 ફુટ સુધીની પતંગો આવી છે. આ વખતે સંદેશાઓ આપતી પતંગો આવી છે. સાથે સાથે દોરી, બ્યુન્ગલ અને માસ્ક - ગોગલ્સ - બાળકો માટે એસેસરીઝમાં પણ ઘણી વેરાઈટી જોવા મળી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.