Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઘોરડોના સફેદરણમાં પતંગ મહોત્સવની તડામાર તૈયારીઓ, 19 દેશોના 132 પતંગબાજો લેશે ભાગ

ધોરડો સફેદરણમાં ૧૩ જાન્યુઆરીના પતંગ મહોત્સવનું આયોજન નિયત થયેલું છે. જેની હાલ તડામાર  તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પતંગ મહોત્સવમાં ૧૯ દેશના ૧૩૨ પતંગબાજો ભાગ લેવાના છે. કાર્યક્રમને અનુરૂપ સ્ટોલ, સ્ટેજ તેમજ આનુસંગીક અન્ય વ્યવસ્થા કરવામાં  આવી રહી છે.  સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વિગતો મેળવવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ, પતંગબાજોનું સન્માન, ઉપરાંત ફાયર બ્રિગેડ, મોબà
09:31 AM Jan 09, 2023 IST | Vipul Pandya
ધોરડો સફેદરણમાં ૧૩ જાન્યુઆરીના પતંગ મહોત્સવનું આયોજન નિયત થયેલું છે. જેની હાલ તડામાર  તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પતંગ મહોત્સવમાં ૧૯ દેશના ૧૩૨ પતંગબાજો ભાગ લેવાના છે. 
કાર્યક્રમને અનુરૂપ સ્ટોલ, સ્ટેજ તેમજ આનુસંગીક અન્ય વ્યવસ્થા કરવામાં  આવી રહી છે.  સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વિગતો મેળવવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ, પતંગબાજોનું સન્માન, ઉપરાંત ફાયર બ્રિગેડ, મોબાઇલ ટોયલેટની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, મેડીકલ ટીમ, પોલીસ વ્યવસ્થા , ટ્રાફિક નિયમન તથા કોરોના સંબંધિત ગાઇડલાઇનનું પાલન થાય તે બાબત સુનિશ્ચિત કરવા ખાસ  સુચના આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા આ  કામગીરી હાથ ધરવામાં આવી છે તેવું ગુજરાત ટુરિઝમના પ્રિયંકાબેન જોશીએ જણાવ્યું હતું. કાઈટ ફેસ્ટિવલની તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે કાઈટ ફેસ્ટિવલ ને લઈને લોકોમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ધોરડો ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કચ્છના જુદા જુદા જાહેર માર્ગો પર કાઈટ ફેસ્ટિવલને લગતા બેનરો પણ લગાવવામાં આવ્યા છે . ઉલ્લેખનીય છે કે ધોરડો ખાતે મોટી સંખ્યામાં હાલમાં પ્રવાસીઓ આવી રહ્યા છે એક તરફ રણોત્સવ ચાલી રહ્યો છે અને ત્યારે રણમાં  કાઇટ ફેસ્ટિવલ એક અનેરુ આકર્ષણ ઊભું કરશે આ કાઈટ ફેસ્ટિવલ ને લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા કાઈટ ફેસ્ટિવલમાં આવતા વિદેશી પ્રવાસીઓ માટે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમજ કોઈપણ જાતની અગવડ ન પડે તે માટેની તમામ તકેદારી અહીં રાખવામાં આવી રહી છે.. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનાના સમય કોઈપણ વિદેશીઓ આવતા ન હતા અને ફ્લાઇટ પણ બંધ હતી ત્યારે બે વર્ષ પછી જ્યારે રણોત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે ત્યારે કાઈટ  ફેસ્ટિવલમાં વિદેશીઓ આવશે 
ફેસ્ટિવલને લઈને એક અનેરૂ આકર્ષણ ઊભું કરશે તેની સાથે સાથે લોકોને વધુ રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે રણ ઉત્સવમાં હાલમાં મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે અને તેને લઈને મોટાભાગના ટેન્ટ પણ હાઉસફુલ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ  અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો આજથી પ્રારંભ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DhordoGujaratFirstKiteFestivalPreparationswhitedesert
Next Article