Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખડગેના નિવેદનથી સંસદમાં હોબાળો, શિયાળું સત્રના દિવસો ઘટાડ્યા

સંસદનું શિયાળુ સત્ર તેના નિર્ધારિત સમય પહેલા સમાપ્ત થઈ રહ્યું છે. આ સત્ર જે 29 ડિસેમ્બર સુધી ચાલવાનું હતું, તે હવે 23 ડિસેમ્બરે સમાપ્ત થશે. લોકસભા અને રાજ્યસભાના સમયપત્રકનું સંચાલન કરતી વ્યવસાય સલાહકાર સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.શિયાળું સત્રના દિવસો ઘટ્યા7 ડિસેમ્બરે શરૂ થયેલું શિયાળુ સત્ર 29 ડિસેમ્બર સુધી ચાલવાનું હતું. ક્રિસમસને ધ્યાનમાં રાખીને વિપક્ષ દ્વારા સત
ખડગેના નિવેદનથી સંસદમાં હોબાળો  શિયાળું સત્રના દિવસો ઘટાડ્યા
સંસદનું શિયાળુ સત્ર તેના નિર્ધારિત સમય પહેલા સમાપ્ત થઈ રહ્યું છે. આ સત્ર જે 29 ડિસેમ્બર સુધી ચાલવાનું હતું, તે હવે 23 ડિસેમ્બરે સમાપ્ત થશે. લોકસભા અને રાજ્યસભાના સમયપત્રકનું સંચાલન કરતી વ્યવસાય સલાહકાર સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
શિયાળું સત્રના દિવસો ઘટ્યા
7 ડિસેમ્બરે શરૂ થયેલું શિયાળુ સત્ર 29 ડિસેમ્બર સુધી ચાલવાનું હતું. ક્રિસમસને ધ્યાનમાં રાખીને વિપક્ષ દ્વારા સત્રને 25 ડિસેમ્બર પહેલા સમાપ્ત કરવાની માંગ કરવામાં આવી હતી, જેના અનુસંધાનમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મલ્લિકાર્જૂન ખડગેના નિવેદનથી હોબાળો
આ સિવાય આજના સત્રમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના કૂતરા અંગેના નિવેદનને લઈને ભારે હોબાળો થયો હતો. ભાજપે ખડગે પાસેથી માફી માંગવાની માંગ કરી હતી. બીજી તરફ ખડગેનું કહેવું છે કે, તેમણે જે કહ્યું તે ગૃહની બહાર કહ્યું હતું. એટલા માટે આ મામલે ગૃહમાં માફી માંગવાનો સવાલ જ ઊભો થતો નથી.
ખડગે માફી માંગે
આ વિષય પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે અલવરમાં અભદ્ર ભાષણ આપ્યું હતું. જે રીતે તેમણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો, પાયાવિહોણી વાતો કરી અને દેશની સામે જુઠ્ઠાણા રજૂ કરવાનો પ્રયાસ કર્યો. ખડગેએ ભાજપ, સાંસદ અને દેશની જનતાની માફી માંગવી જોઈએ. ખડગેએ આપણને તેમની માનસિકતાની ઝલક આપી છે.
આણંદના સાંસદની પ્રતિક્રિયા
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે રાજસ્થાનના અલવરમાં કહ્યું હતું કે, અમે દેશને આઝાદી અપાવી અને ઈન્દિરા અને રાજીવ ગાંધીએ દેશની એકતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. અમારા પક્ષના નેતાઓએ જીવ આપ્યો, તમે શું કર્યું? શું તમારા ઘરમાંથી કોઈ દેશ માટે કુતરૂં પણ મર્યું છે? શું કોઈએ બલિદાન આપ્યું છે? ના. આ મામલે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીતમાં જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષના આ પ્રકારના નિવેદનથી તેમની અને પાર્ટીની માનસિકતા દેખાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.