Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગંગાજળ લઇને જઇ રહેલા કાવડિયાઓને ટ્રકે મારી ટક્કર, 6ના મોત 1ની હાલત ગંભીર

હાથરસમાં આગ્રા-અલીગઢ હાઈવે પર ટ્રકની ટક્કરથી 6 કાવડિયોના મોત થયા છે. હાથરસના સાદાબાદ રોડ પર સ્થિત સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ પાસે શુક્રવારે મોડી રાત્રે આ ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અહીં તમામ કાવડિયાઓ ઢાબા પર ભોજન કરી રહ્યા હતા ત્યારે એક ટ્રક ચાલકે ટ્રક હંકારી હતી. આ અકસ્માતમાં 6 કાવડિયાના મોત થયા છે અને એકની હાલત ગંભીર છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં આગરા-અલીગઢ હાઈવે પર એક મોટી દુર્ઘટનàª
03:41 AM Jul 23, 2022 IST | Vipul Pandya
હાથરસમાં આગ્રા-અલીગઢ હાઈવે પર ટ્રકની ટક્કરથી 6 કાવડિયોના મોત થયા છે. હાથરસના સાદાબાદ રોડ પર સ્થિત સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ પાસે શુક્રવારે મોડી રાત્રે આ ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અહીં તમામ કાવડિયાઓ ઢાબા પર ભોજન કરી રહ્યા હતા ત્યારે એક ટ્રક ચાલકે ટ્રક હંકારી હતી. આ અકસ્માતમાં 6 કાવડિયાના મોત થયા છે અને એકની હાલત ગંભીર છે. 
ઉત્તર પ્રદેશના હાથરસમાં આગરા-અલીગઢ હાઈવે પર એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ટ્રકની ટક્કરથી 6 કાંવડિયાઓના મોત થયા છે અને લગભગ 7-8 લોકો ઘાયલ થયા છે. એક કાવડિયાએ જણાવ્યું કે, તે ઢાબા પર ભોજન કરી રહ્યા હતા. ત્યારે એક ટ્રક ચાલકે લોકો પર ટ્રક ચઢાવી દીધી હતી. આ કાવડિયાઓ ગ્વાલિયર જઈ રહ્યા હતા. મહત્વનું છે કે, આ ઘટનામાં પાંચના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જેનું હોસ્પિટલમાં મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટના લગભગ રાત્રિના 2:15 વાગ્યે બની હતી.
આ અકસ્માત અંગે હાથરસના આગરા ઝોનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ રાજીવ કૃષ્ણનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું, 'કાવડિયાઓનું એક જૂથ હરિદ્વારથી ગ્વાલિયર પરત જઈ રહ્યું હતું. આ અકસ્માતમાં 6 કાવડિયાઓના મોત થયા છે અને એકની હાલત ગંભીર છે. આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાહન અંગે માહિતી મળી છે અને ટૂંક સમયમાં જ આરોપીને પકડી લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે જ હરિદ્વારમાં ગંગા નદીમાં નહાતી વખતે તણાઈ ગયેલા ગાઝિયાબાદના પાંચ કાવડિયાઓને પોલીસે બચાવી લીધા હતા. બુધવારે મોડી રાત્રે પણ એક મહિલા કાવડિયાને નદીમાં ડૂબતા બચાવી લેવામાં આવી હતી. સાહિબાબાદ વિસ્તારમાંથી ગંગાજળ લેવા હરિદ્વાર આવેલા પાંચ કાવડિયાઓ કાંગડા ઘાટ પાસે ગંગામાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે ગંગાના જોરદાર પ્રવાહમાં તેઓ વહેવા લાગ્યા. કાવડિયાઓને પાણીમાં તણાતા જોઈને ઘાટ પર તૈનાત પીએસીના જવાનોએ તુરંત જ ગંગામાં જમ્પ લગાવ્યો અને સખત પ્રયાસો બાદ બધાને સુરક્ષિત બહાર કાઢ્યા.
આ પણ વાંચો - ટોલ નાકા પર હાઈસ્પીડ એમ્બ્યુલન્સનો અકસ્માત, 4ના મોત, વીડિયોમાં જુઓ ખતરનાક દ્રશ્ય
Tags :
AccidentDeathGujaratFirstHathrashighwayInjuredKanwarDevotees
Next Article