કાર્તિક આર્યને કચ્છના સફેદ રણમાં ઉડાવ્યા પતંગ, પોતાની આવનારી ફિલ્મ શહેજાદાનું કર્યુ પ્રમોશન
એક સમયે નિર્જન પડ્યું રહેતું કચ્છનું સફેદ રણ આજે વિશ્વફલક પર ચમક્યું છે. બોલીવુડના અભિનેતા કાર્તિક આર્યને પોતાની ફિલ્મ શહેજાદાના પ્રમોશન માટે કચ્છના સફેદરણની મુલાકાત લીધી હતી.. પહેલીવાર એવું બન્યુ છે કે કોઇ કલાકાર પોતાની ફિલ્મના પ્રમોશન માટે કચ્છના સફેદરણમાં આવ્યો હોય . કાર્તિક આર્યને કચ્છના સફેદ રણમાં વિવિધ પતંગબાજો સાથે પતંગપણ ઉડાવ્યા હતા. બપોરે તેમણે ટેન્ટસિટીના રજવાડ
07:47 AM Jan 15, 2023 IST
|
Vipul Pandya
એક સમયે નિર્જન પડ્યું રહેતું કચ્છનું સફેદ રણ આજે વિશ્વફલક પર ચમક્યું છે. બોલીવુડના અભિનેતા કાર્તિક આર્યને પોતાની ફિલ્મ શહેજાદાના પ્રમોશન માટે કચ્છના સફેદરણની મુલાકાત લીધી હતી.. પહેલીવાર એવું બન્યુ છે કે કોઇ કલાકાર પોતાની ફિલ્મના પ્રમોશન માટે કચ્છના સફેદરણમાં આવ્યો હોય . કાર્તિક આર્યને કચ્છના સફેદ રણમાં વિવિધ પતંગબાજો સાથે પતંગપણ ઉડાવ્યા હતા.
બપોરે તેમણે ટેન્ટસિટીના રજવાડી ટેન્ટમાં પત્રકાર પરિષદ યોજી હતી અને પોતાની આગામી ફિલ્મ શહેઝાદા વિશે વાત કરી હતી,અને સૌને આ ફિલ્મ નિહાળવા અપીલ કરી હતી
કાર્તિકે ગુજરાતીમાં કેમ છો બોલીને લોકોના મન જીતી લીધા હતા તેઓએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાત કરી હતી.ફિલ્મ શહેજાદાની વાત કરીએ તો ટી-સિરીઝ દ્વારા નિર્મિત ફિલ્મ શેહઝાદા આગામી 10 ફેબ્રુઆરીના સિનેમાઘરોમાં રિલીઝ થશે. બોલીવુડના જાણીતા દિગ્દર્શક રોહિત ધવન દ્વારા તેનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણના પર્વ પર કાર્તિક આર્યનની એક ઝલક મેળવવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
સફેદ રણમાં કાર્તિકને મળવા ભારે ભીડ ઉમટી હતી અને મેળા જેવો માહોલ ઉભો થયો હતો. ભુજથી ધોરડોના રસ્તા પર ગાડીઓની કતારો જોવા મળી હતી. ઉત્તરાયણ હોવાથી મોટાભાગના ટેન્ટ પણ ફુલ હતા. રણમાં ચારે તરફ ગાડીઓની કતારો જોવા મળી હતી અને લોકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article