ભૂલ ભુલૈયાએ દર્શકોના પૈસા કર્યા વસૂલ, ફિલ્મના અંતમાં સસ્પેન્સ રૂંવાટા કરી દેશે ઉભા
છેલ્લા ઘણા સમયથી સાઉથની ફિલ્મોના વખાણ ખૂબ જ સાંભળવા મળ્યા છે. બાહુબલી હોય કે કેજીએફ કે પછી હોય પુષ્પા અથવા RRR સાઉથની આ તમામ ફિલ્મોએ બોલિવૂડ ફિલ્મોને ફીકી બનાવી દીધી છે. ચારેબાજુ માત્ર સાઉથ ફિલ્મોનો જ જાદુ દેખાઇ રહ્યો છે. ત્યારે હવે કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવવામાં સફળ થઇ રહી છે. કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબુ અભિનીત ભૂલ ભુલૈયા 2 બોક્સ ઓફિàª
06:53 AM May 23, 2022 IST
|
Vipul Pandya
છેલ્લા ઘણા સમયથી સાઉથની ફિલ્મોના વખાણ ખૂબ જ સાંભળવા મળ્યા છે. બાહુબલી હોય કે કેજીએફ કે પછી હોય પુષ્પા અથવા RRR સાઉથની આ તમામ ફિલ્મોએ બોલિવૂડ ફિલ્મોને ફીકી બનાવી દીધી છે. ચારેબાજુ માત્ર સાઉથ ફિલ્મોનો જ જાદુ દેખાઇ રહ્યો છે. ત્યારે હવે કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવવામાં સફળ થઇ રહી છે.
કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબુ અભિનીત ભૂલ ભુલૈયા 2 બોક્સ ઓફિસ પર પ્રથમ સપ્તાહના અંતે સફળ રહી હતી. શુક્રવારે ₹14 કરોડની યોગ્ય શરૂઆત નોંધાવ્યા બાદ, સપ્તાહના અંતે તેમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી. રવિવારે ટિકિટ કાઉન્ટર્સ પરના સારા પ્રતિસાદ સાથે, ફિલ્મે રિલીઝના ત્રણ દિવસમાં ₹50 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મનું ડાયરેક્શન એટલું પરફેક્ટ છે કે લોકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. ફિલ્મમાં એક ક્ષણ પણ એવી નથી કે તમને કંટાળો આવી જાય કે બોરિંગ લાગવા લાગે. ફિલ્મમાં કાર્તિક આર્યનની એક્ટિંગના પણ લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ પહેલા ભૂલ ભુલૈયા પાર્ટી 1 માં લોકોએ અક્ષય કુમારને જોયો હતો પરંતુ આ પાર્ટમાં અક્ષયની જગ્યાએ કાર્તિક આર્યન ખાસ ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. વળી ફિલ્મમાં એક નામ મોન્જોલિકા આકર્ષણનું કેન્દ્ર છે.
ફિલ્મની શરૂઆત ભવાનીગઢ (રાજસ્થાન)માં એક વૈભવી હવેલીમાં તાંત્રિક બાબા દ્વારા કેદ કરાયેલી દુષ્ટ આત્માથી થાય છે. ત્યાંથી સ્ટોરી વર્તમાનમાં આગળ વધે છે. રૂહાન રંધાવા (કાર્તિક આર્યન) અને રીત (કિયારા અડવાણી) હિલ સ્ટેશન પર મળે છે. થોડી ખાટી-મીઠી ઝડપ પછી, તેઓને ખબર પડે છે કે તેઓ જે બસમાં ચંદીગઢ જવા નીકળ્યા હતા તે ખાઈમાં પડી ગઇ છે. મેડિકલનો અભ્યાસ કરતી રીત ઘરે લગ્ન માટે તૈયાર થઈ રહી છે. જ્યારે તેણી ઘરે ફોન કરે છે, ત્યારે તેણીને ખબર પડે છે કે તેની બહેન તેના મંગેતર સાથે પ્રેમમાં છે. જોકે, અહીં વધુ કહેવું યોગ્ય નહીં રહે. ફિલ્મ મોટા પડદે જોવામાં જ તમને વધુ મજા આવશે. ફિલ્મમાં રાજપાલ યાદવે પોતાની કોમેડી ઉમેરી છે. આ ઉપરાંત સંજય મિશ્રા અને અશ્વિની કાલેસકરની પણ શાનદાર કોમેડી જોવા મળે છે.
ફિલ્મના હિટ ગીત હરે કૃષ્ણ હરે રામનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં દર્શકો માટે ડરનો માહોલ પૈદા કરવા માટે બેકગ્રાઉન્ડ મ્યુઝિક, ચૂડેલના પગ ઉધા કરવા, વસ્તુઓ હવામાં ઉછાળવી, આત્માનો ડરામણો ચહેરો, તાંત્રિક દ્વારા ભૂતને વશ કરવું પણ આ ફિલ્મમાં જોવા મળે છે. ફિલ્મમાં વચ્ચે રાજસ્થાની ભાષા નાખવામાં આવી છે. ફિલ્મને જો તમે પહેલી ભૂલ ભુલૈયા સાથે કમ્પેર કરીને જોશો તો તમને નિરાશ જ હાથે લાગશે. કારણ કે ફિલ્મ પહેલા પાર્ટીથી બિલકુલ અલગ જ છે. ફિલ્મમાં સૌથી પ્રભાવશાળી રોલ કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબુનો રહ્યો છે. વળી આ ફિલ્મના અંતમાં તમને જે સસ્પેન્સ બતાવવામાં આવ્યું છે તે જોઇને તમારા રુંવાટા ઉભા થઇ જશે. જેની તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય તેવું અંતમાં તમને જોવા મળશે. ટૂંકમાં કહી શકાય કે ફિલ્મ મનોરંજનથી ભરપૂર છે.
Next Article