કંગના રનૌતે શેર કર્યો ફર્સ્ટ લુક, દમદાર એક્ટીંગ સાથે અસલ ઈન્દિરા ગાંધી જેવી દેખાઇ
કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. 'ઈમરજન્સી' ફિલ્મમાં કંગના રનૌતનો ફર્સ્ટ લુક જોયા બાદ એવું કહેવું ખોટું નહીં હોય કે અભિનેત્રીએ તેના પાત્ર સાથે કોઈ રિસ્ક લેવા માંગતી નથી. ફિલ્મના ફર્સ્ટ લુક અને ટીઝરમાં તે આબેહૂબ ઈન્દિરા ગાંધી જેવી જ દેખાય છે. કંગના રનૌત ફરી એકવાર પોતાના જોરદાર ફોર્મ સાથે દર્શકો વચ્ચે આવી છે. બોલિવૂડ ક્વીનની આગામી ફિલ્મ 'ઈમરજન્સી'નો ફર્સ્ટ
કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. 'ઈમરજન્સી' ફિલ્મમાં કંગના રનૌતનો ફર્સ્ટ લુક જોયા બાદ એવું કહેવું ખોટું નહીં હોય કે અભિનેત્રીએ તેના પાત્ર સાથે કોઈ રિસ્ક લેવા માંગતી નથી. ફિલ્મના ફર્સ્ટ લુક અને ટીઝરમાં તે આબેહૂબ ઈન્દિરા ગાંધી જેવી જ દેખાય છે. કંગના રનૌત ફરી એકવાર પોતાના જોરદાર ફોર્મ સાથે દર્શકો વચ્ચે આવી છે. બોલિવૂડ ક્વીનની આગામી ફિલ્મ 'ઈમરજન્સી'નો ફર્સ્ટ લુકની સાથે જ ફિલ્મનું ટીઝર પણ શેર કરવામાં આવ્યું છે, જેમાં કંગનાને ઓળખવી મુશ્કેલ છે. આવો જાણીએ કોણ છે તે મેકઅપ આર્ટિસ્ટ જેણે કંગનાને અભિનેત્રીમાંથી પૂર્વ વડાપ્રધાન જેવી આબેહૂબ બનાવી.
આબેહૂબ દેખાવનો શ્રેય જાણીતા પ્રોસ્થેટિક મેકઅપ આર્ટિસ્ટ ડેવિડ માલિનોવસ્કીને ફાળે
'ઈમરજન્સી'માં કંગના રનૌતનો ફર્સ્ટ લૂક અને ટીઝરમાં તે બિલકુલ ઈન્દિરા ગાંધી જેવી દેખાઈ રહી છે, જેના માટે તેનો પ્રોસ્થેટિક મેકઅપ કરવામાં આવ્યો છે. કંગનાના આ આબેહૂબ દેખાવનો શ્રેય જાણીતા પ્રોસ્થેટિક મેકઅપ આર્ટિસ્ટ ડેવિડ માલિનોવસ્કીને જાય છે. ડેવિડને તેના શ્રેષ્ઠ કામ માટે ઘણા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પણ આપવામાં આવ્યા છે. આટલું જ નહીં, 2017માં તેને ફિલ્મ 'ડાર્કેસ્ટ અવર' માટે બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઈલિંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. ડેવિસને 'વર્લ્ડ વોર ઝેડ' અને 'ધ બેટમેન' ફિલ્મમાં તેમના કામ માટે પણ ખૂબ સરાહના મળી છે. તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જોઈને ખબર પડે છે કે તે તેના કામ પ્રત્યે કેટલો સમર્પિત છે. થોડા સમય પહેલા કંગનાએ ઈન્સ્ટા સ્ટોરી પર ડેવિડ સાથેના કેટલાક ફોટા પણ શેર કર્યા હતા, જેમાં તે કંગનાને મેક-અપ કરતો દેખાય છે. પૂર્વ વડાપ્રધાનના પાત્રને પડદા પર આબેહૂબ દેખાડવું તે પણ એક મોટો પડકાર હતું. એટલા માટે કંગના આ મુદ્દે કોઇ બાંધછોડ કરવા માંગતી ન હતી.
ફિલ્મ ઈમરજન્સી ફર્સ્ટ લુક ઘણા સમયથી ચર્ચામાં
ફિલ્મના ફર્સ્ટ લુક અને ટીઝર જોઈને લાગી રહ્યું છે કે આ ફિલ્મ સુપરહિટ થશે તે ચોકક્કસ છે. બાકીની આગળની કહાની તો ફિલ્મ રિલીઝ થયા પછી જ જાણી શકાશે. 1 મિનિટની ક્લિપમાં કંગનાએ ઈન્દિરા ગાંધીની એકેટિંગ કરવાનો જે પ્રયાસ કર્યો તેના લોકો વખાણ કરી રહ્યા છે. કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી ફર્સ્ટ લુક ઘણા સમયથી ચર્ચામાં છે. હવે તેણે તેનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. યુટ્યુબ પર 1.21 સેકન્ડના ફર્સ્ટ લુકમાં કંગના રનૌત ઈન્દિરા ગાંધીના ગેટઅપમાં ડાયલોગ બોલતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મ 2023માં રિલીઝ થશે. ફિલ્મ પોલિટિકલ ડ્રામા છે. આમાં કંગના ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં ઈમરજન્સીનો સમયનો ઇતિહાસ બતાવવામાં આવ્યો છે. જો કે આ પહેલા આવેલી કંગનાની ફિલ્મ ધાકડ ફ્લોપ ગઇ હતી. ત્યાર બાદ કંગનાએ આ ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી હતી.
કંગનાનો લુક અસલ ઇંન્દિરા ગાંધી જેવો
ટીઝરની શરૂઆત ફોન કોલથી થાય છે. કંગનાનો લૂક બેક કેમેરાથી રિવિલ થાય છે. બહારથી આવોલા પી.એએ કંગનાને પૂછ્યું, પ્રેસિડેન્ટ નિક્સન ફોન લાઈન પર આવી રહ્યાં છે, ત્યારે શું તે તમને મેડમ કહીને સંબોધન કરી શકે છે. આના પર કંગનાએ જવાબ આપ્યો, ઠીક છે, એક મિનિટ માટે થોભો. અમેરિકાના પ્રેસિડેન્ટને કહો કે મને મારી ઓફિસમાં બધા સર કહીને જ સંબોધે છે. કંગનાના આ નવા લુકના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. કંગનાએ સોશિયલ મીડિયા પર ફિલ્મ વિશે ઘણી વખત લખ્યું છે. તેણે લખ્યું કે હું એક વર્ષથી આ ફિલ્મ માટે કામ કરી રહી છું. હવે લાગે છે કે આ ફિલ્મ માટે મારાથી સારો કોઈ દિગ્દર્શક હોઈ શકે નહીં.
ટ્રાયલ લૂકની મજાક ઉડી હતી
જ્યારે કંગનાએ ફિલ્મ ઈમરજન્સીના આ પહેલાંના લુક ટેસ્ટની તસવીર શેર કરી તો તેની ખૂબ જ મજાક ઉડી હતી. ત્યાર બાદ તેના દેખાવને સંપૂર્ણ બનાવવા માટે ઓસ્કાર વિજેતા મેકઅપ કલાકાર ડેવિડ માલિનોવસ્કીને હાયર કર્યો હતો. કંગના રનૌત પોતે જ આ ફિલ્મનું નિર્દેશન કરી રહી છે. મણિકર્ણિકા પછી તેના નિર્દેશનમાં બનેલી આ બીજી ફિલ્મ છે.
Advertisement