કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાએ મારી હેટ્રીક
કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાએ મારી હેટ્રીક, ભાજપના ઢેલીબેન ઓડેદરાનો ર૬ હજારથી વધુ મતથી પરાજય આપના ભીમા મકવાણાએ કોંગીના નાથાભાઇથી વધુ મત મેળવ્યાગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election )માં ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)નું વાવાઝોડું ફરી વળ્યું હોય તેમ ૧૮રમાંથી ૧પ૬થી વધુ સીટો પર હાલ ભાજપ સીટ પર જીત મેળવી છે. પોરબંદર જિલ્લામાં ભાજપને પરાજયનું મોં જોવું પડ્યું છે. કુતિયાણામાં કાંધલ જ
06:10 AM Dec 09, 2022 IST
|
Vipul Pandya
- કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાએ મારી હેટ્રીક,
- ભાજપના ઢેલીબેન ઓડેદરાનો ર૬ હજારથી વધુ મતથી પરાજય
- આપના ભીમા મકવાણાએ કોંગીના નાથાભાઇથી વધુ મત મેળવ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election )માં ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)નું વાવાઝોડું ફરી વળ્યું હોય તેમ ૧૮રમાંથી ૧પ૬થી વધુ સીટો પર હાલ ભાજપ સીટ પર જીત મેળવી છે. પોરબંદર જિલ્લામાં ભાજપને પરાજયનું મોં જોવું પડ્યું છે. કુતિયાણામાં કાંધલ જાડેજા (Kandhal Jadeja) ફરી એક વાર કિંગ સાબીત થયા છે. તેમણે તેમના નજીકના ઉમેદવાર ભાજપના ઢેલીબેન ઓડેદરાને ૨૬૭૧૨ મતોની સરસાઇથી પરાજય આપી આ બેઠક પર જીતની હેટ્રીક નોંધાવી છે.
કાંધલ જાડેજાની હેટ્રીક
ઉલ્લેખનીય છે કે વર્ષ ર૦૧ર અને ર૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કાંધલ જાડેજા એન.સી.પી.ના નેજા હેઠળ કુતિયાણા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા થયા હતા. બેઠક પર સતત ત્રણ જીત સાથે કાંધલ જાડેજા, કરશન દુલા ઓડેદરા બાદ આ બેઠક પર જીતની હેટ્રીક સર્જનાર બીજા ઉમેદવાર બન્યા છે.
કુતિયાણા હંમેશા ચર્ચાનું કેન્દ્ર
કુતિયાણા વિધાનસભાની બેઠક ચૂંટણીઓમાં હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહી છે. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં પણ આ બેઠક પર ઉમેદવારની પસંદગી મામલે રાજકીય પક્ષોમાં ભારે ગડમથલ અને ઉતાર ચડાવ જોવા મળ્યા હતા. કુતિયાણા બેઠક પર છેલ્લી બે ચૂંટણીમાં વિજેતા થયેલા બાહુબલી નેતા કાંધલ જાડેજાને આ વખતે એન.સી.પી.એ મેન્ડેટ ન આપતા તેમણે સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટણી જંગમા ઝુકાવ્યું હતું. બીજી તરફ ભાજપમાં રમેશ પટેલનું નામ ખૂબ ચર્ચાયા બાદ છેલ્લી ઘડીએ ભાજપના મોવડી મંડળે ઢેલીબેન ઓડેદરાનું નામ જાહેર કર્યું હતું. તો કોંગ્રેસ તરફથી નાથાભાઇ ઓડેદરા અને `આપ' તરફથી રબારી આગેવાન ભીમા દાના મકવાણા મેદાનમાં હતા.
ભાજપના તોફાનમાં કાંધલની જીત
જો કે કાંધલે ફરી એકવાર પોતે કિંગ છે તેમ સાબીત કરી ર૬,૭૧૨હજાર જેટલા મતોની સરસાઇથી વિજય મેળવી આ બેઠક પર જીતની હેટ્રીક સર્જી છે. સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા ને 60744,ભાજપના ઢેલબેન ઓડેદરા 34032, આપના ઉમેદવાર ભીમાભાઇ મકવાણાને 19557 મળ્યા હતા. પંરતુ ગુજરાતમાં ભાજપના તોફાન વચ્ચે કાંધલ જાડેજાની આ જીત મહત્વપુર્ણ કહી શકાય.
પહેલા રાઉન્ડથી જ આગળ
પોરબંદર સરકારી પોલીટેકનીક ખાતે પોરબંદર અને કુતિયાણા વિધાનસભા બેઠકની મતગણતરીનો પ્રારંભ થયો હતો. પોરબંદર બેઠક પર અર્જુનભાઇ મોઢવાડિયા અને બાબુભાઇ બોખીરિયા વચ્ચે થોડી રસાકસી જેવી સ્થિતી જોવા મળી હતી. પરંતુ કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાનો ઘોડો પહેલા રાઉન્ડથી જ સતત વીનમાં રહ્યો હતો અને છેલ્લે તેમણે જંગી જીત હાંસલ કરી હતી. કુતિયાણા બેઠક પર ગ્રામ્ય વિસ્તારમાં કાંધલ જાડેજાને મોટા પ્રમાણમાં મતદાન થયાનું જાણવા મળે છે. જ્યારે કુતિયાણા તથા રાણાવાવ શહેરી વિસ્તારમાં ઢેલીબેન ઓડેદરાને તેમજ ઘેડ પંથકમાં આપના ઉમેદવાર ભીમાભાઇ મકવાણાને મતો મળ્યા હોવાનું ચર્ચાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--ભાજપના વાવાઝોડામાં અડિખમ રહ્યા અર્જુન મોઢવાડીયા
Next Article