કૈલાશ ગઢવીએ કોંગ્રેસનો છોડ્યો હાથ, આપને આપ્યો સાથ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના એક પછી એક નેતાની નારાજગી સામે આવી રહી છે. આજે ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા પૂર્વ નેતા કૈલાશ ગઢવી આજે સમર્થકો સાથે AAPમાં જોડાઇ ગયા છે. ઈસુદાન ગઢવી અને ગુલાબસિંહની હાજરીમાં તેઓ AAPમાં સામેલ થઇ ગયા છે. કોંગ્રેસનો હાથ છોડી આપને સાથ આપનાર કૈલાશ ગઢવીએ જણાવ્યું હતું કે, આજે નવી ઇનિંગ ર
Advertisement
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના એક પછી એક નેતાની નારાજગી સામે આવી રહી છે. આજે ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા પૂર્વ નેતા કૈલાશ ગઢવી આજે સમર્થકો સાથે AAPમાં જોડાઇ ગયા છે. ઈસુદાન ગઢવી અને ગુલાબસિંહની હાજરીમાં તેઓ AAPમાં સામેલ થઇ ગયા છે.
કોંગ્રેસનો હાથ છોડી આપને સાથ આપનાર કૈલાશ ગઢવીએ જણાવ્યું હતું કે, આજે નવી ઇનિંગ રમવા જઈ રહ્યો છું. 27 વર્ષથી અહંકારી સરકાર રહી છે. મહિલા, સુરક્ષા, આરોગ્ય અને શિક્ષણમાં કંઈ જ નથી કર્યું સરકારે. આજે નવી ઇનિંગ શરૂ કરું છું, જ્યાં નવું ગુજરાત જેમાં સુરક્ષા, શિક્ષણ મળે એવી વ્યવસ્થા ઉભી થાય એમાં જોડાઈએ. તેમણે વધુમાં કહ્યું કે, આજે 27 વર્ષ સુધી વિરોધ પક્ષ કોંગ્રેસ ભાજપને હરાવી શકી નથી. કોંગ્રેસમાં જીતવાની કમી છે. છેલ્લી ઘડીએ જીતનારાને બદલી દેવામાં આવતા હતા. 20 સીટો જીતવા લાયક હતી જે પાર્ટીએ જીતનારાને ન આપી અને હારી ગયા. અમે લડત આપતા હતા અને લડત લડતા રહીશું. તેમજ સારી આરોગ્ય અને શિક્ષણની વ્યવસ્થા પણ ઊભી કરીશું. અમે કામ કરીશું, મહેનત કરીશું. અમે પરિણામલક્ષી કામ કરીશું.
ટ્વિટથી વ્યક્ત કરી હતી નારાજગી
ટ્વિટમાં જણાવ્યું હતું કે, 'સત્તા મેળવવા માટે કે સરકાર બનાવવા માટે કટ્ટર સંકલ્પના અભાવમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાતમાં સરકાર બનાવવામાં અસફળ રહ્યું છે. જેના કારણે સૌથી વધુ નુકસાન જમીની સ્તર સાથે જોડાયેલા એ કાર્યકર્તાઓને થાય છે જેઓ દિવસ રાત મહેનત કરે છે. હવે બહુ થાકયો, ચાલો કંઇક નવું કરીએ.
Advertisement