ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

અયોધ્યા વિવાદ, કલમ 377 સહિતના મહત્વના ચૂકાદા આપનારી બેંચના જસ્ટિસ ચન્દ્રચૂડ આજે બનશે CJI

સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના સિનિયર-મોસ્ટ જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચુડ (DY Chandrachud) આજે બુધવારે 9 ઑક્ટોબરે મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે તેવા સમાચાર મળી રહ્યા છે.  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu) રાષ્ટ્રપતિ ભવનમાં દેશના 50મા CJI જસ્ટિસ ચંદ્રચુડને પદના શપથ લેવડાવશે. જસ્ટિસ ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટના પવિત્ર કોરિડોરથી ખૂબ જ સારી રીતે વાકેફ છે, કારણ કે તેમના પિતા પણ  લગભગ સાત વર્ષ અને ચાર મહિના સુ
03:34 AM Nov 09, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage
સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના સિનિયર-મોસ્ટ જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચુડ (DY Chandrachud) આજે બુધવારે 9 ઑક્ટોબરે મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે તેવા સમાચાર મળી રહ્યા છે.  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu) રાષ્ટ્રપતિ ભવનમાં દેશના 50મા CJI જસ્ટિસ ચંદ્રચુડને પદના શપથ લેવડાવશે. જસ્ટિસ ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટના પવિત્ર કોરિડોરથી ખૂબ જ સારી રીતે વાકેફ છે, કારણ કે તેમના પિતા પણ  લગભગ સાત વર્ષ અને ચાર મહિના સુધી મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા, જે સર્વોચ્ચ અદાલતના ઇતિહાસમાં CJIનો સૌથી લાંબો કાર્યકાળ હતો. તેઓ 22 ફેબ્રુઆરી 1978 થી 11 જુલાઈ 1985 સુધી મુખ્ય ન્યાયાધીશ હતા. 

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું શિક્ષણ
જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડનો જન્મ 11 નવેમ્બર 1959ના રોજ થયો હતો. તેમના પિતા યશવંત વિષ્ણુ ચંદ્રચુડ ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ હતા અને તેમની માતા પ્રભા શાસ્ત્રીય સંગીતકાર છે. તેમણે રાજધાનીમાં સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં બીએ ઓનર્સ કર્યું. આ પછી તેમણે દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાંથી એલએલબી કર્યું. ત્યારબાદ યુએસએની હાર્વર્ડ લો સ્કૂલમાંથી ફોરેન્સિક સાયન્સમાં એલએલએમ અને ડોક્ટરેટની પદવી મેળવી.

ઐતિહાસિક ચૂકાદાઓનો ભાગ રહ્યા
જસ્ટિસ ચંદ્રચુડ ઐતિહાસિક ચુકાદાઓ આપનારી અનેક બંધારણીય બેંચો અને સુપ્રીમ કોર્ટની બેન્ચનો ભાગ રહ્યા છે. તેમાં અયોધ્યા જમીન વિવાદ, આઈપીસીની કલમ 377 હેઠળ સમલૈંગિક સંબંધોને અપરાધ જાહેર કરવા, આધાર યોજનાની માન્યતા સાથે સંબંધિત બાબતો, સબરીમાલા મુદ્દો, સેનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન, ભારતીય નૌકાદળમાં મહિલા અધિકારીઓને કાયમી કમિશનના ચૂકાદાનો સમાવેશ થાય છે. 
બોમ્બે હાઇકોર્ટના જજ હતા
જસ્ટિસ ચંદ્રચુડ 29 માર્ચ 2000 થી 31 ઓક્ટોબર 2013 સુધી બોમ્બે હાઈકોર્ટના જજ હતા. તે પછી તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. જસ્ટિસ ચંદ્રચુડને જૂન 1998માં બોમ્બે હાઈકોર્ટ દ્વારા વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તે જ વર્ષે વધારાના સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
2 વર્ષ સુધી આ પદ પર રહેશે
જસ્ટિસ ચંદ્રચુડ 10 નવેમ્બર 2024 સુધી બે વર્ષ માટે આ પદ પર રહેશે. સુપ્રીમ કોર્ટના જજો 65 વર્ષની વયે નિવૃત્ત થાય છે. તેઓ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતનું સ્થાન લેશે, જેમણે 11 ઓક્ટોબરે તેમના અનુગામી તરીકે તેમની ભલામણ કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને 17 ઓક્ટોબરે આગામી CJI તરીકે નિયુક્ત કર્યા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--ભારતના 7 રાજ્યો સહિત નેપાળમાં ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી, લોકોમાં ફફડાટ
Tags :
CJIGujaratFirstJusticeChandrachudsupremecourt