શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યો અંગે આજે ચૂકાદો, શિંદે સરકારનું ભવિષ્ય નક્કી થશે
મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલ રાજકીય ઉથલપાથલનો આજે અંત આવી શકે છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના જૂથ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. આ અરજી ઉદ્ધવ ઠાકરે વતી દાખલ કરવામાં આવી છે. અરજીમાં 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે.અરજીમાં જે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે તેમાં મહાà
03:16 AM Jul 11, 2022 IST
|
Vipul Pandya
મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલ રાજકીય ઉથલપાથલનો આજે અંત આવી શકે છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના જૂથ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. આ અરજી ઉદ્ધવ ઠાકરે વતી દાખલ કરવામાં આવી છે. અરજીમાં 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે.
અરજીમાં જે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે તેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદેનો પણ સમાવેશ થાય છે. જો સુપ્રિમ કોર્ટ શિંદે જૂથ વિરુદ્ધ ચુકાદો આપે છે તો રાજ્યમાં ફરી એકવાર રાજકીય સમીકરણો ફરી શકે છે.
શિંદેએ સીએમ અને દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે, પરંતુ હજુ સુધી કેબિનેટનું વિસ્તરણ થયું નથી. માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણયને કારણે કેબિનેટ વિસ્તરણમાં વિલંબ થઈ રહ્યો છે.
અરજીમાં એકનાથ શિંદે, ભરતશેત ગોગાવલે, સંદીપનરાવ ભુમરે, અબ્દુલ સત્તાર, સંજય શિરસાટ, યામિની જાધવ, અનિલ બાબર, બાલાજી કિનીકર, તાનાજી સાવંત, પ્રકાશ સુર્વે, મહેશ શિંદે, લતા સોનાવણે, ચિમનરાવ પાટીલ, બાલાજી કલ્યાણકરનો સમાવેશ થાય છે. જેમને અયોગ્ય જાહેર કરવાની માંગવામાં આવી છે.
અરજીની સાથે શિવસેના દ્વારા દાખલ કરવામાં આવેલ રાજ્યપાલના નિર્ણયને પડકારતી અન્ય અરજી પર પણ નિર્ણય થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 30 જૂને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ એકનાથ શિંદેને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું.
Next Article