ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'ગુજરાત ફર્સ્ટ' પરિવાર માથે દુ:ખની ઘડી. પત્રકાર ભાવિક આચાર્યનું આકસ્મિક નિધન થતાં મીડિયા જગતમાં ઘેરા શોકની લાગણી.

'ગુજરાત ફર્સ્ટ' ટીમના સાથી મિત્ર ભાવિક આચાર્યનું આકસ્મિક નિધન સહુ કોઈને ચોંકાવનારું છે. એક દિવસ અગાઉ જ ઓફિસમાં પૂજા-યજ્ઞમાં હસતા મોંએ સહુની સાથે જોડાનારા ભાવિક આચાર્ય બીજે દિવસે સવારે તો દુનિયામાં પણ હાજર નહીં હોય એવું કોણે ધાર્યું હશે. પણ હરિ ઈચ્છા બળવાન એ ન્યાયે એ સત્ય હવે સહુએ સ્વીકારવું જ રહ્યું કે મીડિયા જગતમાં સ્વભાવે શાંત એવા ભાવિક આચાર્ય હવે હયાત નથી.બીજી ફેબ્રુઆરીએ સંસ
06:55 AM Feb 05, 2022 IST | Vipul Pandya
'ગુજરાત ફર્સ્ટ' ટીમના સાથી મિત્ર ભાવિક આચાર્યનું આકસ્મિક નિધન સહુ કોઈને ચોંકાવનારું છે. એક દિવસ અગાઉ જ ઓફિસમાં પૂજા-યજ્ઞમાં હસતા મોંએ સહુની સાથે જોડાનારા ભાવિક આચાર્ય બીજે દિવસે સવારે તો દુનિયામાં પણ હાજર નહીં હોય એવું કોણે ધાર્યું હશે. પણ હરિ ઈચ્છા બળવાન એ ન્યાયે એ સત્ય હવે સહુએ સ્વીકારવું જ રહ્યું કે મીડિયા જગતમાં સ્વભાવે શાંત એવા ભાવિક આચાર્ય હવે હયાત નથી.
બીજી ફેબ્રુઆરીએ સંસ્થાનો સમગ્ર સ્ટાફ જગત જનનીના દ્વારે દર્શનાર્થે પણ ગયો હતો. જ્યાં પણ ભાવિક આચાર્યે માના દર્શન કર્યાં હતાં. ભાવિક આચાર્ય સવારે નાહ્વા ગયા તે સમયે તેઓ બાથરૂમમાં જ પડી ગયા. પ્રાથમિક રીતે મળતી માહિતી પ્રમાણે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો. ગંભીર સ્થિતિમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને મૃત ઘોષિત કરાયા હતાં.
ભાવિક આચાર્ચ તેમના પરિવારમાં પત્ની, એક બાળકી અને માતાને વિલાપ કરતાં છોડી ગયા છે. ઈશ્વર ભાવિક આચાર્યના પરિવારજનોને આ મુશ્કેલ ઘડી સહન કરવાની શક્તિ આપે. સમગ્ર ગુજરાત ફર્સ્ટ પરિવાર પણ આ ઘડીમાં આચાર્ય પરિવારના દુ:ખમાં સહભાગી છે.
Tags :
BreakingGOVINDPATELGujaratFirstrajkotcparop
Next Article