ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર ક્રિકેટરે જાહેર કરી નિવૃત્તી

ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર ક્રિકેટરે જાહેર કરી નિવૃત્તી2007માં એમએસધોનીના નેતૃત્વમાં ભારે વર્લ્ડ કપ જીત્યો હતોવર્લ્ડ કપ ફાયનલમાં જોગીન્દર શર્મા હીરો હતોજોગીન્દર શર્માએ લીધો સન્યાસ જોગીન્દર શર્માની ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિવર્ષ 2007માં ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) જીત્યો હતો. બધાને યાદ  હશે જોગીન્દર શર્મા (Joginder Sharma), જે તે વર્લ્ડ કપમાં
07:36 AM Feb 03, 2023 IST | Vipul Pandya
  • ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર ક્રિકેટરે જાહેર કરી નિવૃત્તી
  • 2007માં એમએસધોનીના નેતૃત્વમાં ભારે વર્લ્ડ કપ જીત્યો હતો
  • વર્લ્ડ કપ ફાયનલમાં જોગીન્દર શર્મા હીરો હતો
  • જોગીન્દર શર્માએ લીધો સન્યાસ 
જોગીન્દર શર્માની ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ
વર્ષ 2007માં ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) જીત્યો હતો. બધાને યાદ  હશે જોગીન્દર શર્મા (Joginder Sharma), જે તે વર્લ્ડ કપમાં ફાઈનલના હીરો હતા. જોગીન્દર શર્માએ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. શુક્રવારે 39 વર્ષીય જોગીન્દર શર્માએ ટ્વિટર પર નિવૃત્તિની જાહેરાત કરી.

2007માં છેલ્લી ODI રમી 
હરિયાણાના રોહતકથી આવેલા જોગીન્દર શર્માએ ભારત માટે માત્ર 4 ODI અને 4 T20 મેચ રમી છે. ખાસ વાત એ છે કે તેમણે પોતાના કરિયરની તમામ ટી20 મેચો માત્ર વર્લ્ડ કપમાં જ રમી અને ઈતિહાસ રચાઈ ગયો. જ્યારે તેમણે 2004માં ભારત માટે ODI ડેબ્યૂ કર્યું હતું અને 2007માં છેલ્લી ODI રમી હતી. જોગીન્દર શર્મા હાલમાં હરિયાણા પોલીસમાં ડીએસપી તરીકે તૈનાત છે, તેમણે થોડા સમય પહેલા હરિયાણા તરફથી રણજી ટ્રોફી પણ રમી હતી.


જોગીન્દર શર્માએ ટ્વિટર પર પોતાનો પત્ર શેર કર્યો
જોગીન્દર શર્માએ ટ્વિટર પર પોતાનો પત્ર શેર કર્યો, જે તેમણે BCCI સચિવ જય શાહને મોકલ્યો છે અને નિવૃત્તિની જાહેરાત કરી છે. જોગીન્દર શર્માએ લખ્યું છે કે તેઓ BCCI, હરિયાણા ક્રિકેટ એસોસિએશન, ચેન્નાઈ સુપર કિંગ્સ અને હરિયાણા સરકારનો આભાર માને છે. જોગીન્દર શર્માએ તેના ચાહકો, પરિવારજનો, મિત્રોનો આભાર માન્યો, જેમણે તેની કારકિર્દીના ઉતાર-ચઢાવમાં તેને સાથ આપ્યો. જોગીન્દર શર્માએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, અન્ય વિકલ્પો શોધવાની વાત કરી.
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અદ્ભુત સાબિત થયો
24 સપ્ટેમ્બર, 2007નો દિવસ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અદ્ભુત સાબિત થયો. તે  દિવસે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિની ચેમ્પિયન બની હતી. આ સાથે, મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમ 1983 પછી વિશ્વ ખિતાબ કબજે કરવામાં સફળ રહી.
આ પણ વાંચો--મહેન્દ્ર સિંહ ધોની પોલીસ યુનિફોર્મ પહેરીને હાથમાં પિસ્તોલ લઈને જોવા મળ્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CricketcricketerGujaratFirstIndiaJoginderSharmaretirementt20worldcup
Next Article