Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પહેલા દિવસે ઉષ્માપૂર્વક મુલાકાત, બીજે દિવસે સેલ્યૂટ, G20 સમિટમાં જોવા મળી ભારત-અમેરીકાની મિત્રતા

ઈન્ડોનેશિયાના બાલીમાં થયેલી G20 સમિટથી ઈતર વડાપ્રઘાનશ્રી નરેન્દ્ર મોદી અને અમેરીકાના રાષ્ટ્રપતિ જૉ બાઈડેન જ્યારે બાલીના એક મેગ્રોવ જંગલને જોવા જઈ રહ્યાં હતા ત્યારે તેમને ત્યાં તેમણે પરસ્પર અભિવાદન કર્યું. વડાપ્રધાનશ્રી મોદીએ ટ્વીટર પર એક ફોટો શેર કર્યો છે જેમાં દુનિયાના નેતાઓ પર્યાવરણ બચાવવાનો મેસેજ આપવા માટે મેંગ્રોવ જંગલમાં વૃક્ષા રોપણ કરી રહ્યાં છે.બાઈડેને મોદીને સેલ્à
પહેલા દિવસે ઉષ્માપૂર્વક મુલાકાત  બીજે દિવસે સેલ્યૂટ  g20 સમિટમાં જોવા મળી ભારત અમેરીકાની મિત્રતા
ઈન્ડોનેશિયાના બાલીમાં થયેલી G20 સમિટથી ઈતર વડાપ્રઘાનશ્રી નરેન્દ્ર મોદી અને અમેરીકાના રાષ્ટ્રપતિ જૉ બાઈડેન જ્યારે બાલીના એક મેગ્રોવ જંગલને જોવા જઈ રહ્યાં હતા ત્યારે તેમને ત્યાં તેમણે પરસ્પર અભિવાદન કર્યું. વડાપ્રધાનશ્રી મોદીએ ટ્વીટર પર એક ફોટો શેર કર્યો છે જેમાં દુનિયાના નેતાઓ પર્યાવરણ બચાવવાનો મેસેજ આપવા માટે મેંગ્રોવ જંગલમાં વૃક્ષા રોપણ કરી રહ્યાં છે.
બાઈડેને મોદીને સેલ્યૂટ કરી
G20 શિખર સમ્મેલનમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને જો બિડેનની એક તસવીર સામે આવી છે જેમાં બાઈડેન વડાપ્રધાન મોદીને સેલ્યૂટ કરતા નજરે પડી રહ્યાં છે. આ પહેલા મંગળવારે પણ બંનેની મુલાકાતનો વિડીયો સામે આવ્ય હતો જેમાં બાઈડેન સામે ચાલીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
મુલાકાત કૂટનૈતિક રીતે મહત્વની
G20 શિખર સંમેલનમાં પહોંચેલા બંને નેતાઓની આ મુલાકાત કૂટનૈતિક રીતે ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. બુધવારે વડાપ્રધાન મોદી મેગ્રોવ વન યાત્રા કરી રહ્યાં હતા આ દરમિયાન જો બાઈડેન સાથે તેમની મુલાકાત થઈ. આ દરમિયાન તેમને સેલ્યૂટ કરતા પણ જોવા મળ્યા. વડાપ્રધાન મોદી જો બાઈડનની આ તસવીરો એવા સમયે સામે આવી છે જ્યારે રશિયા-યૂક્રેન યુદ્ધ  વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથ લઈ રહ્યું. ભારતે વાતચીતથી ઉકેલ અને શાંતિ પર ભાર મુક્યો છે. વિશ્વના દેશો રશિયા પર પ્રતિબંધ લગાવી રહ્યાં છે અને ભારત સતત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે.
ભારતને સોંપવામાં આવી અધ્યક્ષતા
ઈન્ડોનેશિયાના યજમાન પદે થયેલા સંમેલનના સમાપન સમારોહને સંબોધિત કરતા વડાપ્રધાનશ્રી મોદીએ કહ્યું કે, ભારત તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે G20 આગામી એક વર્ષમાં નવા વિચારોની પરિકલ્પના માટે અને સામૂહિક કાર્યવાહીમાં ઝડપ લાવવા માટે એક વૈશ્વિક પ્રમુખ તરીકે કામ કરે. ભારત એવા વખતે જી20નું કામકાજ સંભાળી રહ્યું છે જ્યારે દુનિયા એક સાથે ભૂરાજકિય તણાવો, આર્થિક મંદી, વધતી ખાદ્ય અને ઉર્જા કિંમતોની સાથે જ મહામારીના દીર્ઘકાલિક દુષ્પ્રભાવો સામે ઝઝુમી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.