Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જીતુ વાઘાણી અને મનિષ સિસોદીયા ફરી આમને સામને, જુવો શું છે વિવાદ

દિલ્હીના શિક્ષણ મંત્રી મનિષ સિસોદીયા અને રાજયના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી વચ્ચે ફરીથી નવો વિવાદ સર્જાયો છે. જીતુ વાઘાણીએ કરેલા નિવેદન બાદ મનિષ સિસોદીયાએ પણ ટ્વીટ કરીને તેમની પર નિશાન સાધ્યુ હતું. રાજયના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ બુધવારે નિવેદન આપ્યું  હતું કે જેમને ગુજરાતમાં શિક્ષણ સારુ લાગતું ના હોય તેઓ ગુજરાત છોડીને સારુ લાગે ત્યાં જતા રહે. વાઘાણીના આ નિવેદન બાદ દિલ્હીના
જીતુ વાઘાણી અને મનિષ સિસોદીયા ફરી આમને સામને  જુવો શું છે વિવાદ
દિલ્હીના શિક્ષણ મંત્રી મનિષ સિસોદીયા અને રાજયના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી વચ્ચે ફરીથી નવો વિવાદ સર્જાયો છે. જીતુ વાઘાણીએ કરેલા નિવેદન બાદ મનિષ સિસોદીયાએ પણ ટ્વીટ કરીને તેમની પર નિશાન સાધ્યુ હતું. 
રાજયના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ બુધવારે નિવેદન આપ્યું  હતું કે જેમને ગુજરાતમાં શિક્ષણ સારુ લાગતું ના હોય તેઓ ગુજરાત છોડીને સારુ લાગે ત્યાં જતા રહે. વાઘાણીના આ નિવેદન બાદ દિલ્હીના ઉપ મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રી મનિષ સોસિદીયા પણ મેદાનમાં આવ્યા છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કાલે ગુજરાતના શિક્ષણ મંત્રીએ લોકોને ધમકી આપી , જેમને સારું સિક્ષણ જોઇએ તે દિલ્હી જતા રહે.  ભાજપે 27 વર્ષમાં પણ સારુ શિક્ષણ આપ્યું નથી. લોકોએ ગુજરાત છોડીને જવાની જરુર નથી. લોકો ગુજરાતમાં આપની સરકાર બનાવશે અને ગુજરાતમાં પણ દિલ્હી જેવું શાનદાર શિક્ષણ થશે. મનિષ સિસોદિયાએ ટ્વીટ કરીને ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ હતું. 
આ મામલે આપના નેતા ઇશુદાન ગઢવીએ પણ કહ્યું હતું કે જીતુ વાઘાણીનું નિવેદન વાલીઓનું અપમાન છે. 27 વર્ષથી તમારુ શાસન છે અને તમે યોગ્ય શિક્ષણ આપી શકયા નથી. કોઇએ ડરવાની જરુર નથી કે ગુજરાત છોડવાની જરુર નથી. આઠ મહિના પછી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને સારી સુવિધા વાળું શિક્ષણ મળશે.
ઉલ્લેખનિય છે કે આ અગાઉ પણ આમ આદમી પાર્ટી અને જીતુ વાઘાણી વચ્ચે શિક્ષણના મુદ્દે વિવાદ થયો હતો અને મનિષ સોસિદીયાએ જાહેરમાં ડિબેટ કરવાનો પડકાર ફેંક્યો હતો. 
Advertisement
Tags :
Advertisement

.