Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન, કહ્યું - માત્ર કોપી કેસ થયો છે, લોકોને ગેરમાર્ગે દોરવમાં આવી રહ્યા છે

રવિવારે રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મ પરીક્ષાનું પેપર ફુટ્યું હોય તેવો દાવો કરવામાં આવ્યો છે. રવિવારે યોજાયેલી વર્ગ ત્રણની વનરક્ષની લેખત પરીક્ષાનું પેપર ફુટ્યું હોય તે પ્રકારની વાત સામે આાવી છે. મહેસાણા તાલુકાના ઉનાવા ગામના  શ્રી નાગરિક મંડળ સેન્ટર પરથી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનું કહેવાઇ રહ્યું છે. સાથે જ પેપરના ફોટો પણ સોશિયલ મીડયામાં ફરી રહ્યા છે. જેની સાથે જ રાજ્યમાં પેà
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન  કહ્યું   માત્ર કોપી કેસ થયો છે  લોકોને ગેરમાર્ગે દોરવમાં આવી રહ્યા છે
રવિવારે રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મ પરીક્ષાનું પેપર ફુટ્યું હોય તેવો દાવો કરવામાં આવ્યો છે. રવિવારે યોજાયેલી વર્ગ ત્રણની વનરક્ષની લેખત પરીક્ષાનું પેપર ફુટ્યું હોય તે પ્રકારની વાત સામે આાવી છે. મહેસાણા તાલુકાના ઉનાવા ગામના  શ્રી નાગરિક મંડળ સેન્ટર પરથી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનું કહેવાઇ રહ્યું છે. સાથે જ પેપરના ફોટો પણ સોશિયલ મીડયામાં ફરી રહ્યા છે. જેની સાથે જ રાજ્યમાં પેપર લીકને લઇને ફરી વખત વિવાદ શરુ થયો છે. 
આ કથિત પેપર લીકને લઇને હવે વિપક્ષ દ્વારા સરકાર પર પ્રહાાર પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પેપર લીકની વાત લઇને મોટો આક્ષેપ કર્યો છે. નામ લીધા વગર તેમણે કેટલાક લોકો પર રાજ્યના યુવાનો અને જનતાને ગેરમાાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો છે.
યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ
જીતુ વાઘાાણીએ મીડયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે ‘વર્ગ ત્રણની વન સંરક્ષકની પરીક્ષા સમગ્ર રાજ્યમાં આજે લેવાય છે. વન વિભાગે ગુજરાત યુનિવર્સટીને આ પરીક્ષા માટેની સમગ્ર વ્યવસ્થા સોંપી હતી. કોઇ પણ વાત સમજ્યા વગર આક્ષેપ કરીને સરકારને બદનામ કરવાની અને યુવાનોને ગેરમાર્ગે દોરવાની પ્રવૃતિ એક વ્યવસ્થિત પ્લાનિગ સાથે કેટલાક લોકો કરી રહ્યા છે. કોઇ પણ સાચી અને પુરાવા સાથેની વાત હોય તો સરકારના દ્વાર તેમની માટે હંમેશા ખુલા છે. કોઇ પણ આવી ઘટના બને તો તરત જ એક્શન લે છે. આ સિવાય ભવિષ્યમાં પણ આવું ના થાય તેની તકેદારી પણ રાખે છે. ’
સરકાર કંઇ છુપાવવા નથી માંગતી
આ સિવાય તેમણે આગળ કહ્યું કે, ‘પેપર ફુટ્યા અંગેની વાત મહેસાણા જિલ્લાના ઉનાવા ગામની વાત છે. કોઇ પણ બાબતને સમજ્યા વગર સીધા મીડિયામાં જઇને વાત કરીને યુવાનોને ગેરમાર્ગે દોરવાની આવી ઘટના ભૂતકાળમાં પણ બની છે. આ ઘટનાના બે કલાક પછી મારી પાાસે જે પ્રાથમિક માહિતિ છે તે તમને આપું છું, કારણ કે કેટલાક લોકો ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. સરકાર કંઇ છુપાવવા નથી માંગતી. આ પ્રકારે સમજ્યા વગર માત્ર યુવાનોને ગિલ્ટી ફીલ થાય તેવી વૃતિથી પણ યુવાનો ચેતે.’
માત્ર કોપી કેસ
‘મારી પાસે જે માહિતિ છે તે પ્રમાણે ત્યાં કોપી કેસ થયો છે. તમે, હું આપણે બધાએ પરીક્ષા આાપી હશે. ટોઇલેટ માટે કે ફ્રેશ થવા માટે વિદ્યાર્થી જાય અને પરત આવે ત્યારે તેની પાસેથી કોઇ સાહિત્ય મળે તેનો અર્થ એ નથી કે પેપર ફુટ્યું. આ ઘટનાની પ્રાથમિક તપાસ થઇ છે. જેમાં એક વિદ્યાર્થી પર કોપી કેસ કરાયો છે. ઉનાવા ગામનો એક વિદ્યાર્થી પરીક્ષાના બે કલાક બાદ ફ્રેશ થવા ગયો હતો. મારે પેપર ફુટ્યું છે તેવું કહેનારાઓને પુછવું છે કે પેપર ફુટવું હોય તો વહેલું ફુટે, બે કલાક બાદ થોડું ફુટે. તેના લાગતા વળગતા પહેલાથી જ વ્યવસ્થા અને વહેંચણી કરે, બે કલાક બાદ નહી. બાકીના એક કલાકમાં તો શું લખી શકાય. આમ છતા આ ઘટનાની તપાસ શરુ છે, અને કંઇ હશે તો જવાબદારો સામે પગલા લેવામાં આવશે. રાજ્યમાં ચૂંટણી આવી રહી છે એટલે  વાતાવરણ બગાડવાના પ્રયાાસ થઇ રહ્યા છે.’
Advertisement
Tags :
Advertisement

.