જિગ્નેશ મેવાણીને જામીન મળ્યા, મહિલા પોલીસ કર્મી સાથે મારપીટનો હતો આરોપ
ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પોલીસ કર્મી સાથેના મારપીટના કેસમાં જમાનત મળી ગઇ છે. આસામની બારપેટા જિલ્લા અદાલત દ્વારા તેમને જમાનત આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાંધાજનક ટિપ્પણી કરવાના મામલે તેમની આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જમાનત મળ્યા બાદ આસામ પોલીસે તરત જ પોલીસ કર્મી સાથે કથિત મારપીટના એક કેસમા
Advertisement
ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પોલીસ કર્મી સાથેના મારપીટના કેસમાં જમાનત મળી ગઇ છે. આસામની બારપેટા જિલ્લા અદાલત દ્વારા તેમને જમાનત આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાંધાજનક ટિપ્પણી કરવાના મામલે તેમની આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જમાનત મળ્યા બાદ આસામ પોલીસે તરત જ પોલીસ કર્મી સાથે કથિત મારપીટના એક કેસમાં ધરપકડ કરી હતી. જેમાં હવે તેમને જમાનત આપવામાં આવી છે.
જિગ્નેશ મેવાણીના વકીલ તરફી ગુરુવારના રોજ જનમાનત માટેની અરજી દાખલ કરવામાં આવી હતી. તેવામાં તેમના વકીલ અંગસુમન બોરા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે બધી કાર્યવાહી પૂર્ણ કરીને 30 એપ્રિલે તેમને છોડવામાં આવે તેવી આશા છે. આ સિવાય એવી પણ શક્યતા છે કે તેમને છોડતા પહેલા કોકોરાઝાર લઇ જવાની સંભાવના છે. ગત 26 એપ્રિલના દિવસે જિગ્નેશ મેવાણીની જમાનત અરજીને ફગાવીને કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. મંગળવારે આસામ પોલીસ દ્વારા પોલીસ કર્મી સાથે મારપીટ કરવાના કેસમાં અદાલતમાં જિગ્નેશ મેવાણીને રજી કરવામાં આવ્યા હતા.
19 એપ્રિલે ગુજરાતમાંથી ધરપકડ થઇ હતી
જીગ્નેશ મેવાણીની ગત 19 એપ્રિલે પાલનપુરના સર્કિટ હાઉસમાંથી મોડી રાત્રે ધરપકડ કરાઇ હતી. તેમની એક ટ્વીટને લઇને આસામની કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ટ્વીટમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોડસેને ભગવાન માને છે. આ કેસમાં જીગ્નેશ મેવાણીને કોર્ટમાંથી જામીન મળ્યા હતા. જો કે ત્યારબાદ ગણતરીના કલાકમાં જ જીગ્નેશ મેવાણીની અન્ય એક કેસમાં ધરપકડ કરાઇ હતી. આસામ પોલીસે મહિલા પોલીસકર્મીની છેડતીના કેસમાં મેવાણીની ફરી વખત ધરપકડ કરી હતી.