Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પેપરલીક મામલે જીજ્ઞેશ મેવાણી અને ઇસુદાન ગઢવીનો આક્રોશ, જાણો કઇ રીતે સાધ્યું ભાજપ સરકાર પર નિશાન

કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પેપર લીક ઘટના મામલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા થોડા વર્ષોમાં આ 20મું એવું પેપર છે જે લિક થયું છે.. તેમણે વધુમાં કહ્યું કે આ 156 સીટોનો ભાજપનો ઘમંડ છે.. જાણે તે કહે છે કે અમને સત્તા પર ટકી રહેતા આવડે છે, પેપર લીક થતા રહેશે તમારે જે કરવું હોય તે કરી લો. મેવાણીએ કહ્યું કે આ પેપર નથી ફૂટ્યું પરંતુ ગુજરાતના બેરોજગાર યુવાનોની કિસ્
07:47 AM Jan 29, 2023 IST | Vipul Pandya
કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પેપર લીક ઘટના મામલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા થોડા વર્ષોમાં આ 20મું એવું પેપર છે જે લિક થયું છે.. તેમણે વધુમાં કહ્યું કે આ 156 સીટોનો ભાજપનો ઘમંડ છે.. જાણે તે કહે છે કે અમને સત્તા પર ટકી રહેતા આવડે છે, પેપર લીક થતા રહેશે તમારે જે કરવું હોય તે કરી લો. મેવાણીએ કહ્યું કે આ પેપર નથી ફૂટ્યું પરંતુ ગુજરાતના બેરોજગાર યુવાનોની કિસ્મત ફૂટી છે.. 
મેવાણીએ કહ્યુ નોકરી મેળવવી હોય તો કમલમ સાથે સેટીંગ જરુરી 
મેવાણીએ કહ્યું કે આવી ઘટના બન્યા બાદ માત્ર લીફાપોંથી માટે પોલીસને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવામાં આવે છે, પરંતુ જવાબદારો સામે કોઇ કાર્યવાહી થતી નથી. આ સાથે જ મેવાણીએ કહ્યું કે ગાંધીનગર અને કમલમના ઇશારે આ બધુ થઇ રહ્યું હોય તેમ જણાય છે.. અને જો ગાંધીનગર કે કમલમ સાથે જો આપનું સેટિંગ નથી તો આપને જોબ નહીં મળે તેવું ફલિત થાય છે. તેમણે માંગ કરી કે આ મામલે સીટનું ગઠન થાય અને નોન કરપ્ટેડ અધિકારીને આની તપાસનું સુકાન સોંપવામાં આવે 
ઇસુદાને કહ્યું નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ થાય 
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ કહ્યું કે જ્યાં સુધી મંત્રી કે મુખ્યમંત્રી કક્ષાએ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી પેપર લીક થતા રહેશે.. તેમણે કહ્યું ભાજપ સરકારની મત મેળવવામાં માસ્ટરી છે,પરંતુ એક એવી પરીક્ષા લઇ બતાવો જેમાં પેપર લીક ન થયું હોય, તેમણે કહ્યું કે જે પરીક્ષાઓમાં પેપર લીક ન થયું હોય તે પરીક્ષાઓ ઉપર પણ શંકા જાય છે.  ઇસુદાને વધુમાં કહ્યું કે આ ઘટના બાદ હવે દરવખતની જેમ ભાજપના નેતાઓ આવશે અને કહેશે કે કોઇ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ થતું કશું જ નથી કોઇ ચમરબંધી પકડાતો નથી. આ સાથે ઇસુદાન ગઢવીએ માંગ કરી કે નિવૃત જજની અધ્યક્ષતામાં સમગ્ર મામલાની તપાસ થાય.
આ પણ વાંચોઃ  પેપર ફૂટ્યુ, મનોબળ તૂટ્યું. આંખમાં આંસુ સાથે વિદ્યાર્થીઓ પહોંચ્યા ગુજરાત ફર્સ્ટની ઓફિસે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
BJPtargetedgovernmentGujaratFirstIsudanGadhviJigneshMevanioutragePaperLeak
Next Article