Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેટ એરવેઝ 3 વર્ષ બાદ ફરી ભરશે ઉડાન, ફ્લાઇટનું ટેસ્ટિંગ પૂર્ણ

જેટ એરવેઝ(jet airways)ના વિમાન આવતા મહિનાથી ફરી ઉડાન ભરી શકશે. જેટ એરવેઝે લાંબા સમયથી કોઈ જ ઉડાન ભરી નથી. કંપનીના ભૂતપૂર્વ માલિક નરેશ ગોયલના કાર્યકાળમાં જેટ એરવેઝે નાદારી જાહેર કરી હતી અને ફ્લાઈટ્સની ઉડાન બંધ થઇ હતી.વર્ષ 2019માં નાદાર થયા પછી, હવે ફરી એકવાર એરલાઇન જેટ એરવેઝ તેના નવા માલિક સાથે વિમાન  સેવાઓ શરુ કરવા માટે તૈયાર છે. ગૃહ મંત્રાલય તરફથી સિક્યોરિટી ક્લિયરન્સ મળ્યા બાદ કંપની આવતàª
જેટ એરવેઝ 3 વર્ષ બાદ ફરી ભરશે ઉડાન  ફ્લાઇટનું ટેસ્ટિંગ પૂર્ણ
જેટ એરવેઝ(jet airways)ના વિમાન આવતા મહિનાથી ફરી ઉડાન ભરી શકશે. જેટ એરવેઝે લાંબા સમયથી કોઈ જ ઉડાન ભરી નથી. કંપનીના ભૂતપૂર્વ માલિક નરેશ ગોયલના કાર્યકાળમાં જેટ એરવેઝે નાદારી જાહેર કરી હતી અને ફ્લાઈટ્સની ઉડાન બંધ થઇ હતી.
વર્ષ 2019માં નાદાર થયા પછી, હવે ફરી એકવાર એરલાઇન જેટ એરવેઝ તેના નવા માલિક સાથે વિમાન  સેવાઓ શરુ કરવા માટે તૈયાર છે. ગૃહ મંત્રાલય તરફથી સિક્યોરિટી ક્લિયરન્સ મળ્યા બાદ કંપની આવતા મહિને ફરી ઉડાન ભરઈશકે તેવો ણફજો લગાવી શકાય છે.
ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે એરલાઇનને ગયા અઠવાડિયે જ સુરક્ષા અંગેની મંજૂરી આપવામાં આવી છે. હવે કંપની ફરીથી સેવાઓ શરૂ કરી શકે છે. જેટ એરવેઝના વિમાનો ફરી એકવાર ટેકઓફ કરવા માટે તૈયાર  છે.  એરલાઇન આવતા મહિને તેની સેવાઓ ફરી શરૂ કરશે.
17 એપ્રિલ 2019ના રોજ છેલ્લી ઉડાન ભરી હતી 
5 મેના રોજ જેટ એરવેઝે હૈદરાબાદ(hyderabad)થી દિલ્હી(Delhi) સુધી ફ્લાઈટનું ટેસ્ટિંગ કર્યું હતું. વર્ષ 2019 બાદ આ પ્રથમ જેટ એરવેઝની ઉડાન હતી. સંજીવ કપૂર હાલમાં ઓબેરોય હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના પ્રમુખ છે તેની શુક્રવારે એરલાઇનના CEO તરીકે નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી.  નવા પ્રમોટર્સ કાલરોક-જાલાન કન્સોર્ટિયમની આગેવાની હેઠળ જેટ એરવેઝ કાર્ય કરશે. અગાઉ તેના માલિક નરેશ ગોયલ હતા. જેટ એરવેઝના વિમાને તેની છેલ્લી ઉડાન 17 એપ્રિલ 2019ના રોજ કરી હતી
નવું  નેતૃત્વ તૈયાર 
મુરારી લાલ જાલાન અને કેલરોક કન્સોર્ટિયમે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા જૂન 2021માં જેટ એરવેઝને ખરીદ્યું હતું. હવે તેનું સિક્યોરિટી ક્લિયરન્સ મળ્યા બાદ કંપની નવા માલિક સાથે ફરી ઉડ્ડયન સેવાઓ શરૂ કરવા જઈ રહી છે.
Advertisement
Tags :
Advertisement

.