શિક્ષણના મુદ્દે 'આપ' અને 'ભાજપ' વચ્ચે જામ્યું ટ્વીટર વોર
ગુજરાત ભાજપના નેતાઓ અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા વચ્ચે ટ્વીટર વોર જામ્યું છે. ગુજરાત ભાજપે બુધવારે રાત્રે દિલ્હીના શિક્ષણના મોડેલનો વિરોધ કરતા ધડાધડ ટ્વીટ કર્યા હતા જેનો આમ આદમી પાર્ટી અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા એ પણ ટ્વીટર પર જવાબ આપ્યો હતો. મનિષ સિસોદીયાએ તો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ડિબેટ કરવા ચેલેન્જ કરી હતી અને ગુરુવારે સાંજે 5 વાગે ડિજિટà
ગુજરાત ભાજપના નેતાઓ અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા વચ્ચે ટ્વીટર વોર જામ્યું છે. ગુજરાત ભાજપે બુધવારે રાત્રે દિલ્હીના શિક્ષણના મોડેલનો વિરોધ કરતા ધડાધડ ટ્વીટ કર્યા હતા જેનો આમ આદમી પાર્ટી અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા એ પણ ટ્વીટર પર જવાબ આપ્યો હતો. મનિષ સિસોદીયાએ તો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ડિબેટ કરવા ચેલેન્જ કરી હતી અને ગુરુવારે સાંજે 5 વાગે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ કરવાનો પણ પડકાર ફેંક્યો હતો. જો કે બપોર બાદ પ્રેસ કોન્ફરન્સ રદ કરી દેવાઇ હતી.
બંને પક્ષો વચ્ચે ધડાધડ ટ્વીટ કરાયા
રાજય સરકારે તાજેતરમાં ધોરણ 6થી 12માં શ્રીમદ ગીતાનો અભ્યાસક્રમ ભણાવાશે તેવી જાહેરાત કરી હતી. ત્યારબાદ દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ આ મુદ્દે નિવેદન આપીને ભાજપના નેતાઓ પર કટાક્ષ કર્યો હતો. દરમિયાન બુધવારે રાત્રે ભાજપના ટ્વીટર એકાઉન્ટ પરથી આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલના શિક્ષણ મોડેલ પર પ્રહાર કરતાં પાંચથી સાત ટ્વીટ કરાયા હતા. આ ટ્વીટ જાહેર થતાં જ રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. આમ આદમી પાર્ટી અને મનિષ સિસોદીયાએ પણ ટ્વીટર પર જવાબ આપ્યા હતા. ત્યારબાદ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને શિક્ષણના મુદ્દે ડિબેટ કરવા ખુલ્લી ચેલેન્જ કરી હતી. ભાજપના ટ્વીટર પર જે ટ્વીટ કરાઇ હતી તેમાં અરવિંદ કેજરીવાલના ફોટા સાથે શિક્ષણની કથળેલી હાલત પર પ્રહાર કરવામાં આવ્યા હતા તો મનિષ સિસોદીયાએ પણ ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો કે ગઇ કાલથી ગુજરાત ભાજપ દિલ્હીની સ્કૂલોનું ટ્વીટ કરી રહી છે. ગુજરાતમાં આપના વધી રહેલા પ્રભાવ અને પંજાબના પરિણામો તેમને અકળાવી રહ્યા છે. તેમણે વધુમાં લખ્યું હતું કે ભાજપ શિક્ષણની વાત ના કરે તે સારું છે. હું ગુજરાતના શિક્ષામંત્રી ને ડિબેટ માટે ચેલેન્જ કરું છું. સમય અને સ્થળ આપનું હશે.
Advertisement
જો કે પ્રેસ કોન્ફરન્સ રદ કરાઇ
ભાજપ અને મનિષ સિસોદીયા વચ્ચે જામી પડેલા ટ્વીટર યુદ્ધ બાદ બપોરે જાહેર કરાયું હતું કે મનીષ સિસોદીયા આ મુદ્દે સાંજે 5 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે પણ બપોર બાદ તેને રદ કરી દેવાઇ હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું જોર લગાડવાના તમામ પ્રયાસ કરી રહી છે ત્યારે બંને પક્ષો વચ્ચે આગામી સમયમાં ચૂંટણી જંગ લડાયક બને તેવી શકયતા છે.
શું કહ્યું આ મુદ્દે જીતુ વાઘાણીએ ?
આ મુદ્દે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી કે,કોઈની ગુજરાત સાથે સરખામણી કરવા માગતો નથી પરંતુ આમ આદમી પાર્ટી પંજાબ અને દિલ્હી જીત્યાના મદમાં છે. ગુજરાત એ કોઈ હીરોગીરી કરવાનું મેદાન નથી. તેમણે કહ્યું કે મનિષ સિસોદીયા એ મીડિયા ટ્રાયલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની 26 બેઠકો જીતી છે અને દિલ્હીમાં 2014 અને 2019માં શું થયું એ સૌ જાણે છે. પહેલી વખત કેજરીવાલ ભગવાન થઈને નીકળ્યા હોય એવો માહોલ ઉભો કર્યો છે. મસીહા થઈને નિકળનારા અને સત્તાના મદમાં નિકળનારા ઓને પ્રજા જાકારો આપે છે.
Advertisement