ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખીણમાં સરકારી નોકરી કરતા કાશ્મીરી પંડિતોની સુરક્ષાને લઈને વિરોધ, કરી આ માંગ

જમ્મુ-કાશ્મીરના બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની તેમની ઓફિસમાં આતંકવાદીઓ દ્વારા હત્યા કર્યા બાદ પંડિતોની સુરક્ષાને લઈને આક્રોશ વધી રહ્યો છે. જમ્મુમાં બુધવારે સેંકડો પંડિતોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાશ્મીરી પંડિતોને નિશાન બનાવ્યા બાદ હવે કાશ્મીરી પંડિતોની સુરક્ષાની માંગણી તેજ થઈ ગઈ છે. જમ્મુમાં આજે યુનાઈટેડ કાશ્મીરી પંડિત ફોરમના બેનર હેઠળ કાશ્મીરી પંડિત
11:32 AM May 25, 2022 IST | Vipul Pandya

જમ્મુ-કાશ્મીરના બડગામમાં
કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની તેમની ઓફિસમાં આતંકવાદીઓ દ્વારા હત્યા કર્યા બાદ
પંડિતોની સુરક્ષાને લઈને આક્રોશ વધી રહ્યો છે. જમ્મુમાં બુધવારે સેંકડો પંડિતોએ
જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાશ્મીરી પંડિતોને નિશાન બનાવ્યા બાદ હવે
કાશ્મીરી પંડિતોની સુરક્ષાની માંગણી તેજ થઈ ગઈ છે. જમ્મુમાં આજે યુનાઈટેડ કાશ્મીરી
પંડિત ફોરમના બેનર હેઠળ કાશ્મીરી પંડિતોએ ખીણમાં સરકારી નોકરી કરતા કાશ્મીરી
પંડિતોની સુરક્ષાની માંગ કરી હતી.

javascript:nicTemp();

કાશ્મીરી પંડિતોનો વિરોધ

કાશ્મીર ખીણમાં વિસ્થાપિત
કાશ્મીરી પંડિતો માત્ર તેમની સુરક્ષા માટે પ્રદર્શન કરી રહ્યાં નથી
, પરંતુ જમ્મુમાં પણ આ માંગ તેજ બની છે. જમ્મુમાં વિપિન કાશ્મીરી પંડિત
સંગઠનોએ કાશ્મીરી પંડિતોના રક્ષણની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને કેન્દ્ર
સરકાર અને વહીવટીતંત્ર પર કાશ્મીર ઘાટીમાં કામ કરતા કાશ્મીરી પંડિતોની અવગણના
કરવાનો આરોપ લગાવ્યો.


શું છે કાશ્મીરી પંડિતોની
માંગ
?

વિરોધ કરી રહેલા કાશ્મીરી
પંડિતોની ઘણી માંગણીઓ છે. તેમની પહેલી માંગ છે કે કાશ્મીર પંડિત રાહુલ ભટ્ટની
હત્યા બાદ તેમના પરિવારને આપવામાં આવતી રકમમાં વધારો કરવામાં આવે. રાહુલ ભટ્ટની
પત્નીને ગેઝેટેડ કક્ષાની નોકરી આપવાની માંગણી છે. આ સાથે
વડા પ્રધાનના પેકેજ હેઠળ કાશ્મીર ઘાટીમાં કામ કરી રહેલા કાશ્મીરી
પંડિત વિસ્થાપિત લોકોની સુરક્ષાની માંગ રાજ્યભરમાં વેગ પકડવા લાગી છે. કાશ્મીરી
પંડિતો તેમની સુરક્ષા વધારવાની માંગ કરી રહ્યા છે.

ઉપરાજ્યપાલ રાહુલ ભટ્ટના
સંબંધીઓને મળ્યા હતા


લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) મનોજ સિંહા રાહુલ ભટ્ટના પરિવારને મળ્યા

નોંધનીય છે કે આ પહેલા
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) મનોજ સિંહા રાહુલ ભટ્ટના પરિવારને મળ્યા
હતા. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પરિવારને આશ્વાસન આપ્યું હતું કે સરકાર પીડિત
પરિવારની સાથે છે. આતંકવાદીઓ અને તેમના સમર્થકોને આની ભારે કિંમત ચૂકવવી પડશે.

Tags :
GujaratFirstJammuAndKashmirKashmiripanditsProtestRahulBhattvalley
Next Article