Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હની મશહુર જામા મસ્જીદમાં યુવતીઓના પ્રવેશ પર રોક, વિવાદ વધતા કરાઈ સ્પષ્ટતા

દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જીદમા  એક નોટિસ લાગી છે જેને લઈને વિવાદ વકર્યો છે. નોટિસમાં લખવામાં  આવ્યું છે કે, જામા મસ્જીદમાં યુવતી કે યુવતીઓએ એકલા આવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ નોટિસ સામે આવતા જ વિવાદનો મધપુડો છંછેડાયો છે. દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે સખ્ત વાંધો વ્યક્ત કરી દીધો છે. ભાર આપીને કહેવામાં આવ્યું છે કે, ભારતમાં તાલિબાની નિર્ણયોની માન્યતા આપવામાં આવà
01:57 PM Nov 24, 2022 IST | Vipul Pandya
દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જીદમા  એક નોટિસ લાગી છે જેને લઈને વિવાદ વકર્યો છે. નોટિસમાં લખવામાં  આવ્યું છે કે, જામા મસ્જીદમાં યુવતી કે યુવતીઓએ એકલા આવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ નોટિસ સામે આવતા જ વિવાદનો મધપુડો છંછેડાયો છે. દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે સખ્ત વાંધો વ્યક્ત કરી દીધો છે. ભાર આપીને કહેવામાં આવ્યું છે કે, ભારતમાં તાલિબાની નિર્ણયોની માન્યતા આપવામાં આવી શકે નહી.
સ્પષ્ટતા
જામા મસ્જીદના PROએ કહ્યું કે, મહિલાઓની એન્ટ્રી પર રોક લગાવી શકાય નહી. જ્યારે યુવતીઓ એકલી આવે છે ત્યારે વિડીયો બનાવવામાં આવે છે, ખોટા કામ થાય છે પરિવાર કે પછી દંપતિઓ આવવા પર કોઈ રોક નથી. આને મિટિંગ પોઈન્ટ બનાવવામાં આવે તે સ્વિકાર્ય નથી. આ પહેલા જામા મસ્જીદની RWAના જનરલ સેક્રેટરી મોહમ્મદ સલમાને કહ્યું કે, બોર્ડમાં કેટલીક ભૂલો હતી આ મામલે અમે શાહી ઈમામ સાથે વાત કરવાના છીએ. આ ભૂલને ઠીક કરી લેવામાં આવશે.
નિર્ણયને લઈને મસ્જીદના PRO સબીઉલ્લાહે કહ્યું હતું કે, જે એકલી યુવતીઓ આવે છે. અહીં ખોટી હરકતો કરે છે. વિડીયો બનાવવામાં આવે છે. આ બાબતને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, પરિવાર સાથે આવો કોઈ પ્રતિબંધ નથી પણ આને મિટિંગ પોઈન્ટ બનાવવો, પાર્ક સમજી લેવું, ટિકટોક વિડીયો બનાવવા, ડાન્સ કરવો, કોઈ પણ ધર્મ સ્થળ માટે યોગ્ય નથી. અમારો પ્રતિબંધ લગાવવાનો હેતું એ છે કે, મસ્જીદ બંદગી માટે છે અને તેનો ઉપયોગ બંદગી માટે જ થવો જોઈએ. આ જગ્યા યુવકોને ટાઈમ આપવા માટે નથી. વિડીયો બનાવવા માટે નથી.

દિલ્હી મહિલા આયોગની નોટિસ
આ મામલે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે નોટિસ જાહેર કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે, જેટલો હક પુરૂષોને છે તેટલો જ હક મહિલાઓને પણ છે. હું જામા મસ્જીદના ઈમામને નોટિસ પાઠવું છું. આવી રીતે મહિલાઓની એન્ટ્રી નિષેધ કરવાનો અધિકાર કોઈને નથી.

આ પણ વાંચો - આખરે રીચા ચઢ્ઢાએ માંગવી પડી માફી, સેનાની મજાક ઉડાવતી પોસ્ટ બાદ યુઝર્સે લીધી હતી આડેહાથ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
controversyDelhiGujaratFirstjamamaszidnotice
Next Article