Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિના ખારને જયશંકરે આપ્યો સણસણતો જવાબ, કહ્યું દુનિયા મૂર્ખ નથી

ભારત (India)ના વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) ફરી એકવાર પાકિસ્તાન (Pakistan) પર આતંકવાદ માટે ફીટકાર વરસાવ્યો છે. એસ જયશંકરે કહ્યું કે વિશ્વ પાકિસ્તાનને આતંકવાદના કેન્દ્ર તરીકે જુએ છે. તેમણે કહ્યું કે બે વર્ષનો કોરોનાનો સમયગાળો હોવા છતાં, વૈશ્વિક સમુદાય ભૂલ્યો નથી કે આતંકવાદની આ બુરાઈનું મૂળ ક્યાં છે. એસ જયશંકરે આ જવાબ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પત્રકાર દ્વારા પાકિસ્તાનના વિદેશ
હિના ખારને જયશંકરે આપ્યો સણસણતો જવાબ  કહ્યું દુનિયા મૂર્ખ નથી
ભારત (India)ના વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) ફરી એકવાર પાકિસ્તાન (Pakistan) પર આતંકવાદ માટે ફીટકાર વરસાવ્યો છે. એસ જયશંકરે કહ્યું કે વિશ્વ પાકિસ્તાનને આતંકવાદના કેન્દ્ર તરીકે જુએ છે. તેમણે કહ્યું કે બે વર્ષનો કોરોનાનો સમયગાળો હોવા છતાં, વૈશ્વિક સમુદાય ભૂલ્યો નથી કે આતંકવાદની આ બુરાઈનું મૂળ ક્યાં છે.
 
એસ જયશંકરે આ જવાબ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પત્રકાર દ્વારા પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાનીના નિવેદનથી સંબંધિત એક પ્રશ્નનો આપ્યો હતો. રબ્બાનીએ હાલમાં જ આરોપ લગાવ્યો હતો કે, ભારત કરતા વધુ સારી રીતે કોઈ દેશે આતંકવાદનો ઉપયોગ કર્યો નથી."
હિના રબ્બાનીના નિવેદન પર પલટવાર
એસ જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનનો ઉલ્લેખ કર્યો હતો. એસ જયશંકરે કહ્યું કે મેં મીડિયા રિપોર્ટમાં હિના રબ્બાનીનું નિવેદન વાંચ્યું. આ દરમિયાન મને લગભગ એક દાયકા પહેલાની વાત યાદ આવી. જ્યારે હિલેરી ક્લિન્ટને પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. ત્યારે હિના રબ્બાની ખાર પણ મંત્રી હતા. ક્લિન્ટને રબ્બાની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, "તમે તમારા ઘરની પાછળના યાર્ડમાં સાપને માત્ર એ જ વિચારીને રાખી ના શકો કે તે ફક્ત તમારા પાડોશીને જ ડંખ મારશે. જેણે સાપને રાખ્યો છે તેને પણ તેઓ ડંખ મારશે. પરંતુ તમે બધા જાણો છો કે પાકિસ્તાન સારી સલાહ લેવા માટે જાણીતું નથી.  આજે તમે જુઓ કે  ત્યાં શું થઈ રહ્યું છે?

એસ.જયશંકરે પાકિસ્તાનને આપી સલાહ
એસ.જયશંકરે કહ્યું કે પાકિસ્તાને તેની ગતિવિધિઓ સુધારવી જોઈએ અને સારા પાડોશી બનવાનો પ્રયાસ કરવો જોઈએ. ભારતીય વિદેશ મંત્રીએ કહ્યું કે વિશ્વ 'મૂર્ખ' નથી અને આતંકવાદમાં સામેલ દેશો, સંગઠનો અને વ્યક્તિઓને  ઓળખે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ગમે તે કહેતું હોય, સત્ય એ છે કે દરેક, આખી દુનિયા આજે તેમને આતંકવાદના કેન્દ્ર તરીકે જુએ છે.
આતંકવાદ ક્યાંથી શરુ થાય છે
એસ જયશંકરે કહ્યું, હું જાણું છું કે વિશ્વ છેલ્લા અઢી વર્ષથી કોરોના સામે લડી રહ્યું છે. આ સમય દરમિયાન ઘણી યાદો થોડી ધૂંધળી બની ગઈ છે. પરંતુ હું કહી શકું છું કે આતંકવાદ ક્યાંથી શરૂ થાય છે અને પ્રદેશની બહારની તમામ ગતિવિધિઓ પર જેની છાપ દેખાય છે તે દુનિયા ભૂલી નથી.
 
24 કલાકમાં બે વાર ઠપકો આપ્યો
વિદેશ મંત્રી એસ જયશંકરે 24 કલાકમાં બે વખત પાકિસ્તાનને ફટકાર લગાવી છે. આ પહેલા બુધવારે વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ખુલ્લી ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનને આશ્રય આપનારા અને તેમના પડોશી દેશની સંસદ પર હુમલો કરનારા આ મંચ પર પ્રચાર કરી શકતા નથી.
તેમણે કહ્યું હતું કે આતંકવાદના પડકાર પર વિશ્વ એક થઈ રહ્યું છે પરંતુ કાવતરાખોરોને ન્યાય આપવા અને બચાવવા માટે બહુપક્ષીય મંચોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જયશંકરે કહ્યું કે સુધારા એ સમયની જરૂરિયાત છે. અને મને તેના વિશે ખાતરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.