Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જય.. જય.. જગન્નાથ : નગરના નાથ નીકળશે નગરચર્યાએ, ભક્તો રંગાશે ભક્તિના રંગમાં

ભક્તોને જેની આતુરતાપૂર્વક રાહ હતી એ ઘડી આખરે આવી ગઈ. બે વર્ષના બ્રેક બાદ ભક્તિમય વાતાવરણ અને ભક્તો સાથે નગરના નાથ નગરચર્યાએ નીકળશે. ભગવાનના ત્રણેય રથ નગરચર્યા માટે તૈયાર છે, રથની આગેવાની કરવા થનગની રહ્યા છે ગજરાજ નગરના નાથના દર્શન માટે ભક્તોમાં છે ઉત્સાહ. 2 વર્ષથી કોરોના વાયરસના કારણે ભક્તો વિના જ રથયાત્રા નીકળી હતી. જોકે, આ વર્ષે વાજતે-ગાજતે ભગવાન ભાવથી નગરવાસીઓને દર્શન આપશે.
જય   જય   જગન્નાથ  
નગરના નાથ નીકળશે નગરચર્યાએ  ભક્તો રંગાશે ભક્તિના રંગમાં

ભક્તોને જેની
આતુરતાપૂર્વક રાહ હતી એ ઘડી આખરે આવી ગઈ. બે વર્ષના બ્રેક બાદ ભક્તિમય વાતાવરણ અને
ભક્તો સાથે નગરના નાથ નગરચર્યાએ નીકળશે. ભગવાનના ત્રણેય રથ નગરચર્યા માટે તૈયાર છે
,
રથની આગેવાની કરવા થનગની રહ્યા છે ગજરાજ નગરના નાથના દર્શન માટે
ભક્તોમાં છે ઉત્સાહ.
2 વર્ષથી કોરોના વાયરસના કારણે
ભક્તો વિના જ રથયાત્રા નીકળી હતી. જોકે
, આ વર્ષે વાજતે-ગાજતે ભગવાન ભાવથી નગરવાસીઓને દર્શન આપશે.
ભક્તોમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર ભગવાનના સ્વાગત
માટે લોકો થનગની રહ્યા છે.

Advertisement


રથયાત્રામાં હાથી, ભજન
મંડળીઓ
, અખાડાઓ, શણગારેલી ટ્રક વગેરે આકર્ષણનું કેન્દ્ર હોય છે. શણગારેલી ટ્રકોમાં
મનોરંજનકર્તા ટેબ્લો કરવામાં આવે છે. આ ટ્રકોમાંથી જ રથયાત્રાના રુટ પર દર્શન કરવા
આવતાં ભાવિક ભક્તોને પ્રસાદમાં મગ
, ખીચડો
અને જાંબુ આપવાની પરંપરા છે.

Advertisement


સવારે 7
વાગ્યે 5 મિનિટે રથયાત્રાનો પ્રારંભ થશે. સવારે 9
વાગ્યે રથયાત્રા મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચશે. પોણા દસ વાગ્યે
રાયપુર ચકલા પહોંચશે. સાડા દસ વાગ્યે ખાડીયા ચાર રસ્તા પહોંચશે. જ્યાંથી રથયાત્રા
સવારે સવા અગિયાર વાગ્યે કાલુપુર સર્કલ
, 12 વાગ્યે
સરસપુર મંદિર પહોંચશે. અહીં વિશ્રામ કર્યા બાદ દોઢ વાગ્યે સરસપુરથી રથયાત્રા નિજ
મંદિર તરફ પરત ફરવાની શરૂઆત થશે.
2 વાગ્યે
કાલુપુર સર્કલ
, અઢી વાગ્યે પ્રેમ દરવાજા, સવા
ત્રણ વાગ્યે દિલ્હી ચકલા
, પોણા ચાર વાગ્યે શાહપુર દરવાજા, સાડા
ચાર વાગ્યે આર.સી.સ્કૂલ
, 5 વાગ્યે ઘી કાંટા, પોણા
છ વાગ્યે પાનકોર નાકા અને સાડા છ વાગ્યે માણેકચોક થઈ રાત્રે સાડા આઠ વાગ્યે નીજ
મંદિર પરત ફરશે.

Advertisement


અમદાવાદમાં છેલ્લા 144 વર્ષથી
રથયાત્રાનું આયોજન થાય છે
, અને આ વખતે 145મી વખત ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે. વહેલી સવારે
જમાલપુરમાં
400 વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી રથયાત્રાનો પ્રારંભ થાય છે. એ પહેલાં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરશે.


નિજ મંદિરથી 18
કિમી નગરયાત્રા કરી ભગવાન પોતાના મોસાળ સરસપુર પહોંચશે. જ્યાં ભગવાન
જગન્નાથજીનું મોસાળું કરવામાં આવશે. અહીં ભગવાન જગન્નાથ વિરામ કરશે
,
અને મોસાળમાં હજારો ભક્તો સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણશે.
રણછોડરાયજીના મંદિરે મૂર્તિને સ્નાન કરાવવામાં આવશે... અહીં વિરામ કર્યા બાદ ભગવાન
નિજ મંદિર પરત ફરશે. જ્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં ભગવાન જગન્નાથનો મહાઅભિષેક
કરવામાં આવશે.
ભગવાન જગન્નાથજી પધારવાના હોય મોસાળ સરસપુરની 17
પોળમાં મહા રસોડાં તૈયાર કરાયાં છે. રથયાત્રામાં આવતા શ્રદ્ધાળુઓને
અહીં ભાવથી ભોજન કરાવવામાં આવશે. આ રસોડામાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની ગઈ મોડી
રાતથી જ શરૂઆત કરાઈ છે.

સરસપુરને ભગવાન
જગન્નાથના મોસાળ તરીકે ઓળખવામાં આવે છે.
145 વર્ષ
પહેલાં જ્યારે પહેલી રથયાત્રા નીકળી ત્યારે તે રથયાત્રામાં મોટાભાગના સાધુ સંતો જ
જોડાયા હતા. રથયાત્રા જગન્નાથ ભગવાનના મંદિરેથી નીકળીને સરસપુર પહોંચી ત્યારે
રણછોજીરાયના મંદિરે સાધુસંતોના ભોજન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારથી દર
વર્ષે રણછોડરાયજીના મંદિરે જ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જ્યાં ભગવાન થોડો સમય
વિરામ કરે છે. ત્યારથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું છે. અહીં ભગવાન
જગન્નાથનું મામેરું પણ કાઢવામાં આવે છે.

Tags :
Advertisement

.