‘અમે જાતે જ આગ ઓલવીશું, નેતાઓની જરુર નથી’, હિંદુ - મુસ્લિમ સમુદાયના લોકો સાથે આવ્યા
હનુમાન જયંતિ નિમિત્તે રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા બાદ સ્થિતિ હવે ધીમે ધીમે સુધરી રહી છે. આ વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. જો કે હિંસા થઇ હતી તે વિસ્તારમાં તણાવ ધીમે ધીમે ઘટી રહ્યો છે. તેવામાં શુક્રવારે તો આ વિસ્તારના દ્રશ્યો ઘણા રહાતદાયક હતા. શુક્રવારે આ વિસ્તારના હિંદુ અને મુસ્લિમ સમુદાયના લોકોએ એકબીજાને ભે
03:19 PM Apr 22, 2022 IST
|
Vipul Pandya
હનુમાન જયંતિ નિમિત્તે રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા બાદ સ્થિતિ હવે ધીમે ધીમે સુધરી રહી છે. આ વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. જો કે હિંસા થઇ હતી તે વિસ્તારમાં તણાવ ધીમે ધીમે ઘટી રહ્યો છે. તેવામાં શુક્રવારે તો આ વિસ્તારના દ્રશ્યો ઘણા રહાતદાયક હતા. શુક્રવારે આ વિસ્તારના હિંદુ અને મુસ્લિમ સમુદાયના લોકોએ એકબીજાને ભેટીને માફી માગી હતી.
શુક્રવારે દિલ્હીના જહાંગીરપુરીમાં સદ્ભાવના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો હેતુ ભૂતકાળમાં હિંસા અને આગચંપી બાદ તણાવ ઓછો કરવાનો હતો. આ સદ્ભાવના બેઠકમાં આ વિસ્તારમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો તેમની ફરિયાદો દૂર કરવા માટે એકબીજાને મળ્યા અને તાજેતરની ઘટનાઓ માટે માફી માંગી. હિન્દુ અને મુસ્લિમ પક્ષના લોકોએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પ્રેસ કોન્ફરન્સમાં મુસ્લિમ પક્ષ વતી તબરેઝ ખાને કહ્યું, 'હનુમાન જયંતિની ઘટના બાદ અમે સ્તબ્ધ હતા. જહાંગીરપુરીમાં હિંદુ-મુસ્લિમ એક સાથે રહે છે, એ ભાઈચારો આજે પણ છે. અમે જહાંગીરપુરીના દરેક ઘરના લોકો સાથે વાત કરી છે.
શાંતિને પ્રોત્સાહન આપી રહ્યા છીએ
તબરેઝ ખાને કહ્યું, 'અમે એકબીજાને ભેટી રહ્યા છીએ અને શાંતિને પ્રોત્સાહન આપી રહ્યા છીએ.' આ દરમિયાન તરબેઝ ખાને દિલ્હી પોલીસના વખાણના કર્યા હતા. તેમણે કહ્યું કે આ સમગ્ર ઘટનામાં દિલ્હી પોલીસે સારી ભૂમિકા ભજવી છે. તેઓએ 16 એપ્રિલની ઘટનાને આગળ વધવા ન દીધી. તેમણે કહ્યું કે હનુમાન જયંતિના અવસર પર થયેલી હિંસા પાછળ કોણ હતું. તેની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે હવે આ વિસ્તારમાં વાતાવરણ એકદમ શાંતિપૂર્ણ છે. આવી સ્થિતિમાં સુરક્ષા દળોની તૈનાતી ઘટાડવી જોઈએ.
રમખાણોએ અમને હચમચાવી દીધા
હિન્દુ પક્ષ વતી પ્રેસ કોન્ફરન્સમાં ઇન્દ્રમણિ તિવારીએ કહ્યું 'જહાંગીરપુરીમાં કોમી રમખાણોથી અમે હચમચી ગયા હતા. જહાંગીરપુરીમાં કોમી અથડામણનો કોઈ ઈતિહાસ નથી. હું તમને ખાતરી આપું છું કે બે સમુદાયો વચ્ચેનો તફાવત આજે અહીં સમાપ્ત થાય છે.
હિન્દુઓ તાજીયાનું સ્વાગત કરશે
તિવારીએ કહ્યું 'અમે જહાંગીરપુરીમાં છેલ્લા 30-40 વર્ષથી સાથે રહીએ છીએ. અમે સાથે મળીને આ આગ ઓલવીશું. અમારે અહીં નેતાઓની જરૂર નથી. જ્યારે તાજીયા હશે ત્યારે હિંદુઓ તેનું સ્વાગત કરશે અને હું મારા મુસ્લિમ ભાઈઓને વિનંતી કરીશ કે અમારા સરઘસ પર ફૂલોની વર્ષા કરે.
દરેક વ્યક્તિ સાથે રહેવા માંગે છે: DCP
આ પ્રેસ કોન્ફરન્સ બાદ ઉત્તર-પશ્ચિમ દિલ્હીના ડીસીપી ઉષા રંગનાનીએ કહ્યું ‘સમુદાય તરફથી જ સૂચન આવ્યું છે, લોકોમાં સંવાદિતા છે. દરેક વ્યક્તિ સાથે રહેવા માંગે છે. લોકોનો વિશ્વાસ વધારવા માટે અમારી તરફથી આ પ્રયાસ હતો.’
Next Article