Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જાડેજાનું ચોંકાવનારું નિવેદન - વચ્ચે તો એવા સમાચાર હતા કે હું મરી ગયો છું...

એશિયા કપ 2022 (Asia Cup 2022)માં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની આ જીતમાં રવિન્દ્ર જાડેજાએ મહત્વનું યોગદાન આપ્યું હતું. રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીના શરૂઆતમાં આઉટ થયા બાદ જાડેજાએ હાર્દિક પંડ્યા સાથે મળીને ટીમ ઈન્ડિયાને માત્ર જીત તરફ દોરી જ નહીં પરંતુ 35 રનની મૂલ્યવાન ઇનિંગ પણ રમી. આ મેચ બાદ જાડેજાએ મીડિàª
જાડેજાનું ચોંકાવનારું નિવેદન   વચ્ચે તો એવા સમાચાર હતા કે હું મરી ગયો છું
Advertisement
એશિયા કપ 2022 (Asia Cup 2022)માં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની આ જીતમાં રવિન્દ્ર જાડેજાએ મહત્વનું યોગદાન આપ્યું હતું. રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીના શરૂઆતમાં આઉટ થયા બાદ જાડેજાએ હાર્દિક પંડ્યા સાથે મળીને ટીમ ઈન્ડિયાને માત્ર જીત તરફ દોરી જ નહીં પરંતુ 35 રનની મૂલ્યવાન ઇનિંગ પણ રમી. આ મેચ બાદ જાડેજાએ મીડિયા સાથે વાત કરી હતી, જ્યાં તેણે એક સવાલનો ખૂબ જ રમુજી અંદાજમાં જવાબ આપ્યો હતો. જે સાંભળી તમામ લોકો ચોંકી ગયા હતા. 
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે 5 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. તે જીતમાં ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની મોટી ભૂમિકા જોવા મળી હતી. ચોથા નંબર પર આવતા જાડેજાએ 29 બોલમાં 35 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા હવે બુધવારે એટલે કે આજે હોંગકોંગ સામેની મેચ માટે તૈયાર છે. મેચની પૂર્વ સંધ્યાએ ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ જે ખુલાસો કર્યો છે તે જાણીને તમે દંગ રહી જશો. એક પત્રકારે જ્યારે જાડેજાને પૂછ્યું: “જડ્ડુભાઈ, સૌથી પહેલા તમારી સફળતા પાછળનું રહસ્ય અમને જણાવો. IPL પુરી થયા બાદ જાડેજા વર્લ્ડકપ નહીં રમે તેવી અફવાઓ સાંભળવા મળી રહી છે. તે એક વર્ષથી ઘાયલ છે. તે પછી તમે પાછા આવો અને માત્ર ભારત-પાકિસ્તાન મેચ જ નહીં પણ ભારતને મોટી જીત તરફ દોરી જશો. જ્યારે તમારા વિશે આટલી બધી વાતો કરવામાં આવે છે ત્યારે તમે દબાણને કેવી રીતે હેન્ડલ કરશો? શું તમે વિચલિત થાવ છો?" આ પછી જાડેજાનો એવો જવાબ આવ્યો જેણે બધાને ચોંકાવી દીધા. 
રવિન્દ્ર જાડેજાએ આ સવાલનો મસ્તીભર્યો જવાબ આપતાં કહ્યું, 'તમે બહુ નાની વાત કહી છે કે હું વર્લ્ડ કપમાં નથી. વચ્ચે સમાચાર આવ્યા કે હું મરી ગયો છું. આનાથી મોટા સમાચાર ન હોઈ શકે, તેથી હું આટલું બધું વિચારતો નથી. મારી સીધી ગણતરી એ છે કે ગ્રાઉન્ડ પર જઈને રમવું અને સારું પ્રદર્શન કરવું. મહત્વનું છે કે, જાડેજા ઈજાના કારણે IPL 2022 ની અડધી સિઝન પછી ટીમની બહાર હતો. એવા પણ સમાચાર છે કે જાડેજા અને CSK મેનેજમેન્ટ વચ્ચેના સંબંધો ખૂબ ખરાબ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાડેજા અને CSK વચ્ચે હવે કોઈ સંપર્ક નથી. વળી, IPLની આગામી સિઝનમાં, રવિન્દ્ર જાડેજા અન્ય કોઈપણ ફ્રેન્ચાઇઝી સાથે જોડાઈ શકે છે.
Tags :
Advertisement

.

×